Surat: સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના મેયર કેટલા રહ્યા

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

Surat સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના મેયર કેટલા રહ્યા

  • મેયરની ખુરશી મુખ્ય પ્રધાન કરતાં પણ અસ્થિર
  • કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ

દિલીપ પટેલ
અમદાવાદ

WhatsApp Image 2026 04 02 at 10.11.19 AM

- Advertisement -

સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે.

સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી. ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક સરકાર ગણાય છે.

- Advertisement -

ગાંધીનગર શહેરી વિકાસ વિભાગના રેકર્ડના ઇતિહાસ પ્રમાણે સુરત મહાનગર પાલિકાને 60 વર્ષ થયા છે. 1.71 વર્ષે સરેરાશ મેયર બદલાતા રહ્યા છે. તે મુખ્ય પ્રધાનની જેમ સ્થિર શાસક રહેવા દેવામાં આવ્યા નથી. આમ તો નિયમ દર 5 વર્ષે મેયર રહેતા હતા. પણ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે દર અઢી વર્ષે મેયરની ખુરશી ખાલી કરી દેવાનો કાયદો બનાવ્યો હતો. તેથી શહેરની સરકારોમાં અસ્થિર શાસન શરૂ થયું હતું. જોકે કોંગ્રેસના સમયમાં રાજકીય લડાઈમાં તે સમયના મેયર પણ સરેરાશ અઢી વર્ષ પુરા કરતા ન હતા. આમ મુખ્ય પ્રધાનની ખુરશી કરતાં પણ ગુજરાતના મેયરોની ખુરશી વધારે અસલામ છે.

ભાજપના કાશીરામ રાણા 3 વખત અને કોંગ્રેસના બારડોલીવાલા 3 વખત મેયર રહ્યાંનો રેકર્ડ છે.

એક જ વ્યક્તિ લાંબા સમય સુધી સતત મેયર રહી શકે તેવી કાયદાકીય પરંપરા છે. મોટાભાગના બધા મેયરોનો કાર્યકાળ લગભગ સમાન જ હોય છે.

- Advertisement -

Kashiram rana

સુરતમાં

છેલ્લા ઘણા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ સતત બે ટર્મ (લગભગ 5 વર્ષ) સુધી મેયર તરીકે સેવા આપી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું નથી.

સૌથી લાંબા સમય સુધી મેયર તરીકે કોઈ એક ખાસ મેયરનું નામ આગળ આવતું નથી. કારણ કે સિસ્ટમ જ ટૂંકા કાર્યકાળ માટે રચાયેલી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 2 ઓક્ટોબર, 1966ના રોજ કરવામાં આવી હતી. 1966થી 2023 સુધીમાં કોંગ્રેસના 16 અને ભાજપના 19 મેયર બન્યા હતા. સુરતમાં મેયરની ટર્મ સામાન્ય રીતે 2.5 વર્ષ હોય છે.
ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અને ફકીરભાઇ ચૌહાણ પણ સામેલ છે. એકવાર અન્ય પાર્ટીના પ્રતિનિધિ પણ મેયર બની ચૂક્યા છે.

મેયરનું નામ – પક્ષ

કોંગ્રેસ

જી.આર. ચોખાવાળા 1966
કેપ્ટન એમ.એ.ગોલનડ્ઝ 1967
વૈકુંઠ બી.મિસ્ત્રી 1969
અબ્દુલ કદીર મુસામીર 1971
વૈકુંઠ શાસ્ત્રી 1971
નાનાલાલ.એમ.ગજ્જર 1972
રામલાલ.બી.જરીવાળા 1973
નવીનચંદ્ર કે. ભારતીય 1975
મદનલાલ. બી. બૂંકી 1981
ચીમનલાલ.વી.પટેલ 1981
નગીનદાસ.એન. બારડોલીવાલા 1982
સ્વરૂપચંદ.એસ. જરીવાળા 1983 કોંગ્રેસ

ભાજપ

કાશીરામ રાણા 30 જુલાઈ, 1983 ભાજપ
નગીનદાસ.એન. બારડોલી વાલા 1983 કોંગ્રેસ
કાશીરામ રાણા 1984 ભાજપ
નગીનદાસ.એન. બારડોલીવાલા 1985 કોંગ્રેસ
ડૉ. જિયોર્જ. ડી.સોલંકી 1987 કોંગ્રેસ
કાશીરામ રાણા 1988 ભાજપ
કદીર પીરઝાદા 1989 કોંગ્રેસ
પ્રતાપ સિંહ કાંથારિયા 1989 કોંગ્રેસ
અજિત.એચ.દેસાઈ 1990 કોંગ્રેસ
ફકીર ચૌહાણ 1995 ભાજપ
ગીતા દેસાઈ 1996 ભાજપ
નવનીત લાલ જરીવાળા ભાજપ
સવિતાબેન વી. શારદા 1998 ભાજપ
ભીખા ભાઈ પટેલ 1999 ભાજપ
અજય ચોકસી 2000 ભાજપ
સ્નેહલતા ચૌહાણ 2003 ભાજપ
ડૉ. કનુ માવાણી 2005 ભાજપ
રણજીત ગિલિટ વાળા 2008 ભાજપ
રાજેન્દ્ર દેસાઈ 2010 ભાજપ
નિરંજન ઝાંઝમેરા 2013 ભાજપ
અસ્મિતા સિરોયા 2015 ભાજપ
ડૉ. જગદીશ પટેલ 2018 ભાજપ
હેમાલી બોઘાવાલા 2021 ભાજપ
દક્ષેશ માવાણી 2023 ભાજપ

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.