ન્યૂ દિલ્હીઃ આજે નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી.જેમાં તેમણે દેશની અર્થવ્યવસ્થા પર સમીક્ષા કરી હતી.
અરૂણ જેટલીએ સંબોધન કરતાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા હવે ઘણી ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લાં 3 વર્ષથી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. અર્થવ્યવસ્થાનો બુનિયાદી ઢાંચો પણ મજબૂત થતો ગયો છે.
દેશની આર્થિક ક્ષમતાએ પણ અનુકુળ માર્ગ કાઢ્યો છે. આર્થિક પડકારનો સામનો કરવા પણ દેશ હવે તૈયાર છે.
અર્થવ્યવસ્થા પર સરકારે પણ આંકડાઓ જાહેર કર્યા છે. ત્રણ વર્ષમાં જીડીપીમાં પણ વધારો થયો છે. જીએસટીને કારણે દેશને પણ ઘણો ફાયદો થયો છે. અને સાથે મોંઘવારીમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મોંઘવારી દરમાં પણ ઘણો ઘટાડો થયો છે.
વિદેશી રોકાણ પણ વધીને 400 બિલિયન ડોલર થયું. દેશમાં સરકાર દ્વારા થતાં મોટા સુધારા પણ ઘણા ફાયદાકારક સાબિત થશે. સામાન્ય માનવીનાં જીવનની સુવિધામાં પણ વધારો કર્યો. વિવિધ સેક્ટરોમાં પણ સરકારનું રોકાણ કરવાનું આયોજન છે.
વિશેષમાં તેમણે કહ્યું હતું કે જીએસટીને કારણે ભ્રષ્ટાચાર ઘટ્યો છે.