ભારતમાં ગૂંજશે Big Bash Leagueનો રોમાંચ; PM નરેન્દ્ર મોદી કરી શકે છે મોટી જાહેરાત

3 Min Read

ક્રિકેટ ફેન્સ માટે ધમાકેદાર સમાચાર: ભારતમાં રમાશે ઓસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગની મેચ!

ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એક ધર્મ છે. અહીં ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ દરેક સરહદો વટાવી જાય છે. હવે ભારતીય ક્રિકેટ રસિકો માટે વધુ એક ધમાકેદાર અને ઐતિહાસિક સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ટી૨૦ લીગમાંની એક એવી ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ (BBL) હવે ભારતીય ધરતી પર રમાવા જઈ રહી છે. આ અંગેની સત્તાવાર અને મોટી જાહેરાત ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા સપ્તાહે કરી શકે છે.

PM નરેન્દ્ર મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થશે ઐતિહાસિક એલાન

ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૮ થી ૧૦ જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડનીની મુલાકાતે જવાના છે. આ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના રમતગમતના સંબંધોને એક નવી ઊંચાઈ આપવા માટે આ મેગા જાહેરાત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) વચ્ચે ભારતમાં બિગ બેશ લીગની મેચો યોજવા અંગેની તમામ ડીલ ફાઈનલ થઈ ચૂકી છે અને હવે માત્ર પીએમ મોદી દ્વારા તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

- Advertisement -

aus.jpg

ચેન્નાઈના મેદાન પર રમાશે ઐતિહાસિક મુકાબલો

ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે ઓસ્ટ્રેલિયાની કોઈ સ્થાનિક (ઘરેલું) ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓફિશિયલ મેચ ઓસ્ટ્રેલિયાની બહાર અને ખાસ કરીને ભારતમાં રમાશે.

- Advertisement -

રિપોર્ટ્સનું માનીએ તો, આ ઐતિહાસિક ટક્કર મેલબોર્ન રેનેગેડ્સ (Melbourne Renegades) અને પર્થ સ્કોર્ચર્સ (Perth Scorchers) વચ્ચે રમાશે.

આ હાઈ-વોલ્ટેજ મેચ માટે તમિલનાડુના ચેન્નાઈમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)ની પસંદગી કરવામાં આવી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ આયોજન માટે છેલ્લા ઘણા મહિનાઓથી બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિનિયર અધિકારીઓ ફિલ રિગ્બી અને માર્ગોટ હાર્લેએ ખાસ ભારતની મુલાકાત લીધી હતી. આ ટીમે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની સુવિધાઓ, પિચ, આઉટફિલ્ડ અને સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, જેને અંતે ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે.

- Advertisement -

aus0.jpg

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને BCCIનો નવો પ્રયોગ

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગ એટલી વિશાળ છે કે વિશ્વનું કોઈપણ ક્રિકેટ બોર્ડ ભારતીય બજાર અને દર્શકોને આકર્ષવાની તક છોડવા માંગતું નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને બીસીસીઆઈ આ અનોખા પ્રયોગ દ્વારા ક્રિકેટ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. ભારતીય ફેન્સ લાંબા સમયથી બિગ બેશ લીગને ટીવી અને મોબાઈલ સ્ક્રીન પર નિહાળતા આવ્યા છે, પરંતુ હવે ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને પર્થ-મેલબોર્નના સ્ટાર ખેલાડીઓને ભારતીય ધરતી પર લાઈવ રમતા જોવાનો લહાવો મળશે.

Share This Article