લો-કાર્બન કેમિકલ ઉત્પાદનની દિશામાં આગળ વધવા અદાણી-ડાયોક્સીકલ વચ્ચે ભાગીદારી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

લો-કાર્બન કેમિકલ ઉત્પાદનની દિશામાં આગળ વધવા અદાણી-ડાયોક્સીકલ વચ્ચે ભાગીદારી

ભારતમાં લો-કાર્બન રાસાયણિક ઉત્પાદનને વિકાસની નવી દિશા આપવા અને તેને વ્યાપક સ્તરે લઈ જવા માટે અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) અને રાસાયણિક ઉત્પાદન ક્ષેત્રે વિશિષ્ટતા ધરાવતી ફ્રાન્સની અગ્રણી ક્લીન-ટેકનોલોજી કંપની ડાયોક્સીકલ દ્વારા આજે લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.

અદાણી સમૂહની ઔદ્યોગિક સાઇટ્સ પરથી કેપ્ચર કરાયેલા કાર્બન ડાયોક્સાઇડ અને નવીનીકરણીય વીજળીનો ઉપયોગ કરીને ફોર્મિક એસિડનું ઉત્પાદન કરવા માટે એક પાયલોટ પ્લાન્ટ (સુવિધા) સ્થાપીને આ પહેલની શરૂઆત કરવામાં આવશે. આ પ્રક્રિયા સફળ અને માન્ય સાબિત થયા બાદ, બંને ભાગીદારો વ્યાવસાયિક ધોરણે મોટા પાયે ઉત્પાદન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

- Advertisement -

કાપડ, કૃષિ અને તેના આનુષંગિક ઉત્પાદનો સહિતના વિવિધ ઉદ્યોગોમાં ફોર્મિક એસિડ અને તેના ડેરિવેટિવ્ઝનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. આ પ્રકલ્પનો મુખ્ય હેતુ કેપ્ચર કરાયેલા કાર્બન ઉત્સર્જનને સ્વચ્છ ઊર્જાની મદદથી કેવી રીતે મૂલ્યવાન ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકાય તે દર્શાવવાનો છે.

 

- Advertisement -

jeet adani.jpg

અદાણી સમૂહના ડિરેક્ટર  જીત અદાણીએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી ડાયોક્સીકલની વીજળી સંચાલિત અદ્યતન રાસાયણિક ઉત્પાદન ટેકનોલોજી અને અદાણી સમૂહની સ્વચ્છ-ઊર્જા ક્ષમતાઓ, મજબૂત માળખાકીય પ્લેટફોર્મ તેમજ પ્રોજેક્ટ અમલીકરણની ઉત્કૃષ્ટ કુશળતાનું શ્રેષ્ઠ સંયોજન છે. આ સહયોગથી ટકાઉ અને આર્થિક રીતે સધ્ધર રાસાયણિક ઉત્પાદન માટે એક નવું મોડેલ સ્થાપિત થશે.”

ડાયોક્સીકલના મુખ્ય કારોબારી અધિકારી (CEO) અને સહ-સ્થાપક ડૉ. સારાહ લેમિસને સંપૂર્ણપણે નવીનીકરણીય ઊર્જા અને કેપ્ચર્ડ કાર્બન દ્વારા સંચાલિત ભારતની પ્રથમ ફોર્મિક એસિડ ઉત્પાદન સુવિધા શરૂ કરવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આ વ્યૂહાત્મક ઔદ્યોગિક ભાગીદારી દર્શાવે છે કે કેવી રીતે કાર્બન ઉત્સર્જનને આર્થિક રીતે પરવડે તેવા ખર્ચે ટકાઉ સંપત્તિમાં ફેરવી શકાય છે. તેમજ ક્લીન-ટેકનોલોજી અને ઔદ્યોગિક સ્કેલના સંકલનથી આવશ્યક રસાયણોના પરંપરાગત ઉત્પાદનને નવો આકાર આપી શકાય છે. નવીનીકરણીય ઊર્જા, ઉત્પાદન ક્ષમતા અને વિઝનનું અનોખું સંયોજન ધરાવતા ભારતના અદાણી સમૂહ સાથે મળીને અમે ઓછા કાર્બન ઉત્સર્જનવાળા કેમિકલ ઉત્પાદન માટે એક સ્પર્ધાત્મક અને સ્કેલેબલ મોડેલ બનાવવા કટિબદ્ધ છીએ.”

- Advertisement -

પરસ્પર સહયોગથી ફોર્મિક એસિડ ઉપરાંત ઊર્જા, મટિરિયલ્સ, પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા રસાયણોનો વ્યાપક પોર્ટફોલિયો વિકસાવવા માટેની નવી તકો પણ શોધવામાં આવશે. હાલમાં આમાંના મોટાભાગના ક્ષેત્રો અશ્મિભૂત ઈંધણ આધારિત ફીડસ્ટોક્સ પર નિર્ભર છે અને ઉત્સર્જન ઘટાડવા માટે વૈશ્વિક દબાણનો સામનો કરી રહ્યા છે.

adani1.jpg

કેમિકલ ઉત્પાદન ક્ષેત્રમાં અદાણી સમૂહનો આ વ્યૂહાત્મક પ્રવેશ, ભવિષ્યના વ્યવસાયોના તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની સાથે નવીનીકરણીય ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની વૈશ્વિક શક્તિઓને વધુ મજબૂત બનાવે છે.

આ ભાગીદારી સ્વચ્છ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને યુરોપ વચ્ચે વધી રહેલા મજબૂત સહયોગને દર્શાવે છે. વૈશ્વિક સપ્લાય ચેઈનને વધુ ટકાઉ બનાવવા માટેના પર્યાપ્ત વિકલ્પો શોધવાની દિશામાં ભારત તેની વિશાળ ઔદ્યોગિક ક્ષમતા અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ નવીનીકરણીય ઊર્જા સંસાધનોને કારણે અદ્યતન ઉત્પાદન (Advanced Manufacturing) માટે વિશ્વભરમાં એક પસંદગીનું હબ બની રહ્યું છે.

આ આધુનિક પહેલ ટેકનોલોજી આધારિત વિકાસને પ્રોત્સાહન આપીને અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને બળ પૂરું પાડીને ભારતના વધુ સ્પર્ધાત્મક અને હરિયાળા અર્થતંત્ર તરફના સંક્રમણને વેગ આપશે. આ સાથે તે રાષ્ટ્રના બે મહત્વાકાંક્ષી લક્ષ્યો – “મેક ઇન ઇન્ડિયા” અને “વિકસિત ભારત ૨૦૪૭” ને સબળ સમર્થન આપે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.