શું તમે પણ ચહેરા પર રોજ મુલતાની માટી લગાવો છો? જાણો તેના અદભુત ફાયદા અને નુકસાન
આજના આધુનિક સમયમાં ચહેરાની સુંદરતા વધારવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના મોંઘા અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. જોકે, કેમિકલની આડઅસરોથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો કુદરતી અને દેશી ઉપચારો તરફ વળી રહ્યા છે. આ દેશી ઉપચારોમાં ‘મુલતાની માટી’ (Multani Mitti) સૌથી પ્રાચીન અને વિશ્વાસપાત્ર માધ્યમ માનવામાં આવે છે.
મુલતાની માટીમાં કુદરતી મિનરલ્સ (ખનિજો) ભરપૂર માત્રામાં રહેલા છે, જે ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરીને ચહેરા પર અનોખી ચમક લાવવામાં મદદ કરે છે. પરંતુ શું તેને દરરોજ ચહેરા પર લગાવી શકાય? તે જાણવું ત્વચાની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે.
મુલતાની માટીના અદભુત ફાયદા
મુલતાની માટી ત્વચા માટે અનેક રીતે ગુણકારી સાબિત થાય છે. ખાસ કરીને ત્વચામાં જમા થયેલું વધારાનું તેલ (Extra Oil), ધૂળ અને ગંદકીને દૂર કરવામાં તે અત્યંત અસરકારક છે:

-
ખીલ અને મસાથી રાહત: મુલતાની માટીમાં કુદરતી એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-સેપ્ટિક ગુણો રહેલા છે. તે ચહેરાના છિદ્રો (Skin Pores) ને ઊંડાણથી સાફ કરે છે, જેનાથી ખીલ (Acne) અને બ્લેકહેડ્સની સમસ્યામાં મોટો ઘટાડો થાય છે.
-
સનટેન અને ગરમીથી ઠંડક: ઉનાળાની ઋતુમાં તડકામાં બહાર નીકળ્યા બાદ ચહેરા પર બળતરા કે સનટેન થાય ત્યારે મુલતાની માટીનો ફેસપેક ચહેરાને ત્વરિત ઠંડક અને રાહત આપે છે.
-
ડેડ સ્કિન અને નેચરલ ગ્લો: તે ત્વચા પરથી મૃત કોષો (Dead Skin Cells) ને દૂર કરીને ચહેરાની ચમક વધારે છે અને કુદરતી ગ્લો લાવવામાં મદદરૂપ બને છે.
દરરોજ ઉપયોગ કરવાના નુકસાન અને જોખમ
કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક સાબિત થઈ શકે છે, તે જ રીતે મુલતાની માટીનો રોજિંદો ઉપયોગ પણ કેટલીકવાર ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે.
જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ (Sensitive Skin) અથવા પહેલેથી જ શુષ્ક (Dry Skin) છે, તેઓ જો દરરોજ મુલતાની માટી લગાવે તો ત્વચાનું કુદરતી તેલ સંપૂર્ણપણે સોંસાય જાય છે. આના કારણે ત્વચા અત્યંત શુષ્ક, ખેંચાયેલી અને નિર્જીવ બની શકે છે. ઘણા કિસ્સાઓમાં દરરોજ ઉપયોગ કરવાથી ત્વચા પર બળતરા, રેડનેસ (લાલાશ) અથવા ઝીણી ફોલ્લીઓ થવાનું જોખમ પણ રહે છે.

મુલતાની માટીનો સાચો અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?
સૌંદર્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મુલતાની માટીને ચહેરા પર સીધી કે માત્ર પાણી સાથે લગાવવાને બદલે ત્વચાના પ્રકાર મુજબ મિશ્રણ બનાવીને લગાવવી જોઈએ:
૧. ગુલાબજળ સાથે: ઓઈલી સ્કિન ધરાવતા લોકો મુલતાની માટીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી શકે છે.
૨. દૂધ કે મલાઈ સાથે: શુષ્ક કે ડ્રાય સ્કિન ધરાવતા લોકો તેમાં થોડું કાચું દૂધ કે દહીં ઉમેરીને ઉપયોગ કરી શકે છે જેથી ચહેરાની ભેજ જળવાઈ રહે.
૩. એલોવેરા જેલ સાથે: ત્વચાને હાઇડ્રેટેડ રાખવા અને ખીલ દૂર કરવા માટે એલોવેરા જેલ ઉમેરી શકાય છે.
સૌથી મહત્વની બાબત એ છે કે મુલતાની માટીનો ઉપયોગ દરરોજ કરવાના બદલે અઠવાડિયામાં માત્ર ૨ થી ૩ વખત જ કરવો જોઈએ. આ નિયમિત અને સંતુલિત ઉપયોગથી ત્વચા તંદુરસ્ત, હાઇડ્રેટેડ અને તેજોમય રહે છે.