ગ્લાસગોમાં ભારતીય ભાલાનો ડંકો: નીરજ ચોપરાને સિલ્વર, અંતિમ ઘડીએ પાસો પલટીને યશવીર સિંહે જીત્યો બ્રોન્ઝ
સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં રમાઈ રહેલી ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સનો ૯મો દિવસ ભારતીય રમતગમત ક્ષેત્રે ખાસ કરીને ટ્રેક અને ફીલ્ડ ઈવેન્ટ્સ માટે યાદગાર બની રહ્યો છે. પુરુષોની ભાલા ફેંક (જેવલિન થ્રો)ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતે બે-બે મેડલ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. દેશના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ પર નિશાનો સાધ્યો હતો, તો બીજી તરફ યુવા ખેલાડી યશ વીર સિંહે છેલ્લી ઘડીએ અદ્ભુત પુનરાગમન કરીને બ્રોન્ઝ મેડલ દેશની ઝોળીમાં નાખ્યો હતો.આ સ્પર્ધામાં શ્રીલંકાના રુમેશ થરંગા પથિરાજે ૮૯.૭૫ મીટરના વિશાળ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ફાઇનલમાં ભારતનું ત્રિપલ આક્રમણ
ગ્લાસગો ૨૦૨૬ની ભાલા ફેંક ફાઇનલમાં વિશ્વભરમાંથી કુલ ૧૩ એથ્લેટ્સ ક્વોલિફાય થયા હતા. આ ફાઇનલમાં ભારતનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, કારણ કે સૌથી વધુ ૩ ભારતીય ખેલાડીઓ નીરજ ચોપરા, યશ વીર સિંહ અને રોહિત યાદવ પોડિયમ પર સ્થાન મેળવવા માટે મેદાનમાં ઉતર્યા હતા.
નીરજ ચોપરાનો સિઝન-બેસ્ટ થ્રો અને સિલ્વર મેડલ
બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા પર સમગ્ર દેશની નજર ટકેલી હતી:
પ્રથમ અને દ્વિતીય પ્રયાસ: નીરજે પોતાના અભિયાનની શરૂઆત ૮૦.૯૭ મીટરના થ્રો સાથે કરી હતી. જોકે, બીજા પ્રયાસમાં જ તેણે શાનદાર વાપસી કરતા ૮૫.૮૩ મીટરનો થ્રો કર્યો હતો, જે આ સિઝનનો તેનો સર્વશ્રેષ્ઠ (Season-Best) થ્રો રહ્યો. આ થ્રો સાથે તે થોડા સમય માટે પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયો હતો.
આગળના રાઉન્ડ: નીરજે ત્રીજા પ્રયાસમાં ૮૧.૨૯ મીટર અને ચોથા પ્રયાસમાં ૮૦.૭૩ મીટરનો સ્કોર નોંધાવ્યો હતો.
ફાઉલ અને સિલ્વર: શ્રીલંકન ખેલાડીના ૮૯.૭૫ મીટરના સ્કોરને પાર કરવાના પ્રયાસમાં નીરજે પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં જોખમ લીધું હતું, પરંતુ થ્રો યોગ્ય ન બેસતા તેણે ઈરાદાપૂર્વક ફાઉલ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે ૮૫.૮૩ મીટરના થ્રો સાથે નીરજે સિલ્વર મેડલ પાકો કર્યો હતો.
Champions know. 💫
The javelin was still in the air. The message was already clear. 🔥
Neeraj Chopra’s second throw travelled 85.83m, his season’s best. 🤩
Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/OZpCUfPVFA
— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026
યશ વીર સિંહનો આખરી ઘડીએ મોટો ધમાકો
આ મેચનો સૌથી રોમાંચક ટર્નિંગ પોઈન્ટ યશ વીર સિંહના પ્રદર્શનમાં જોવા મળ્યો હતો:
અંતિમ રાઉન્ડનો જાદુ:
પાંચમા રાઉન્ડ સુધી યશ વીર સિંહ ૮૧.૫૬ મીટરથી ઓછા થ્રો સાથે છઠ્ઠા સ્થાને ચાલી રહ્યો હતો અને મેડલ રેસમાંથી બહાર દેખાતો હતો. પરંતુ છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં તેણે પોતાની તમામ તાકાત અને કૌશલ્ય ઝોંકી દીધું. યશવીરે ૮૫.૪૧ મીટરનો ભવ્ય થ્રો ફેંકીને સીધો જ ત્રીજો ક્રમ હાસિલ કરી લીધો અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ થ્રો યશ વીર સિંહના કરિયરનો અત્યાર સુધીનો વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન (Personal Best) પણ બની ગયો.
તે જ સમયે, ફાઇનલમાં ભાગ લઈ રહેલા ત્રીજા ભારતીય ખેલાડી રોહિત યાદવે પણ સારું પ્રદર્શન કર્યું હતું અને તે ૮૧.૫૬ મીટરના થ્રો સાથે ઓવરઓલ સાતમા સ્થાને રહ્યો હતો.