Jioનો સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ! માત્ર ₹147માં મળશે અનલિમિટેડ કોલિંગ, Airtel અને Vi સાથે જાણો કોના પ્લાન છે સૌથી સસ્તા
મોબાઇલ રિચાર્જના વધતા ખર્ચ વચ્ચે ટેલિકોમ કંપનીઓએ એવા ગ્રાહકો માટે નવા પ્લાન રજૂ કર્યા છે, જેમને ઇન્ટરનેટ કરતાં કોલિંગની વધુ જરૂર હોય છે. Reliance Jioએ હવે માત્ર વોઇસ કોલિંગ અને SMSની સુવિધા આપતા નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનની શરૂઆત માત્ર ₹147થી થાય છે. ખાસ વાત એ છે કે આ રિચાર્જમાં ગ્રાહકને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને SMSની સુવિધા મળે છે, પરંતુ મોબાઇલ ડેટા આપવામાં આવતો નથી.
Jioના આ નવા પ્લાનથી Airtel અને Vodafone Idea (Vi) વચ્ચે પણ સ્પર્ધા વધી શકે છે. ખાસ કરીને એવા ગ્રાહકો માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે, જેઓ મોબાઇલમાં ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો કરે છે અથવા મોટાભાગે Wi-Fi દ્વારા ઇન્ટરનેટ ચલાવે છે.

Jioના ₹147થી શરૂ થતા વોઇસ ઓનલી પ્લાન
Jioએ અલગ-અલગ વેલિડિટી સાથે કુલ છ વોઇસ ઓનલી રિચાર્જ વિકલ્પો રજૂ કર્યા છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળે છે, જ્યારે લાંબી વેલિડિટી ધરાવતા પ્લાનમાં SMSની સંખ્યા વધારે છે.
- ₹147નો પ્લાન: 22 દિવસની વેલિડિટી અને 300 SMS.
- ₹177નો પ્લાન: 28 દિવસની વેલિડિટી અને 300 SMS.
- ₹196નો પ્લાન: 30 દિવસની વેલિડિટી અને 300 SMS.
- ₹197નો પ્લાન: એક કેલેન્ડર મહિનાની વેલિડિટી અને 300 SMS.
- ₹448નો પ્લાન: 84 દિવસની વેલિડિટી અને 1,000 SMS.
- ₹1,748નો પ્લાન: 336 દિવસની વેલિડિટી અને 3,600 SMS.
આ તમામ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગનો લાભ મળે છે. જોકે, તેમાં નિયમિત મોબાઇલ ડેટા સામેલ નથી. લાંબી વેલિડિટી ધરાવતા પસંદગીના પ્લાનમાં JioTV અને JioAICloud જેવી વધારાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
Airtelના વોઇસ ઓનલી પ્લાન કેટલા મોંઘા?
Jioની જેમ Airtel પણ એવા ગ્રાહકો માટે વોઇસ ઓનલી રિચાર્જ આપે છે, જેમને ઇન્ટરનેટની જરૂર નથી.
Airtelના ₹185ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને 300 SMS મળે છે. ₹203ના પ્લાનમાં 30 દિવસ અને ₹206ના પ્લાનમાં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે.
આ ઉપરાંત ₹469ના રિચાર્જમાં 84 દિવસની વેલિડિટી અને 900 SMS મળે છે. જ્યારે ₹1,849ના વાર્ષિક પ્લાનમાં 365 દિવસની વેલિડિટી અને 3,600 SMS આપવામાં આવે છે. પસંદગીના પ્લાનમાં HelloTunes અને અન્ય વધારાના લાભ પણ મળે છે.
Viના પ્લાનમાં પણ ગ્રાહકોને વિકલ્પ
Vodafone Idea એટલે કે Vi પણ વોઇસ ઓનલી રિચાર્જની રેસમાં પાછળ નથી. કંપનીનો ₹179નો પ્લાન 25 દિવસ માટે ઉપલબ્ધ છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને 300 SMS મળે છે.
આ ઉપરાંત ₹185માં 28 દિવસ, ₹203માં 30 દિવસ અને ₹206માં એક કેલેન્ડર મહિનાની વેલિડિટી મળે છે. લાંબી વેલિડિટી માટે ₹470નો 84 દિવસનો પ્લાન અને ₹1,849નો 365 દિવસનો પ્લાન પણ ઉપલબ્ધ છે.

Jio, Airtel કે Vi, કોનો પ્લાન સસ્તો?
જો ત્રણેય કંપનીઓના પ્લાનની સરખામણી કરવામાં આવે તો ટૂંકી વેલિડિટીમાં Jio સૌથી સસ્તો વિકલ્પ બનીને સામે આવે છે. 28 દિવસ માટે Jio ₹177 વસૂલે છે, જ્યારે Airtel અને Viના સમાન વેલિડિટીવાળા પ્લાનની કિંમત ₹185 છે.
84 દિવસના પ્લાનમાં પણ Jio ₹448 સાથે સૌથી સસ્તો છે. Airtel માટે ₹469 અને Vi માટે ₹470 ખર્ચવા પડે છે.
જોકે, આખા વર્ષની વેલિડિટીની વાત કરીએ તો Airtel અને Viના ₹1,849ના પ્લાનમાં 365 દિવસની સેવા મળે છે, જ્યારે Jioનો ₹1,748નો પ્લાન 336 દિવસ માટે જ છે.
કોના માટે ઉપયોગી છે આ પ્લાન?
આવા રિચાર્જ ખાસ કરીને વડીલો, ફીચર ફોન વાપરતા લોકો, સેકન્ડરી સિમ રાખનારા અને માત્ર કોલિંગ માટે મોબાઇલનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે ફાયદાકારક બની શકે છે.
