હોકી વર્લ્ડ કપ 2026: ૧૫ ઓગસ્ટે ભારત vs વેલ્સ જંગ, જાણો ક્યાંથી મળશે લાઇવ સ્ટ્રીમિંગ
ભારતીય રમતપ્રેમીઓ માટે આજે 15 ઓગસ્ટનો સ્વતંત્રતા દિવસ બેવડો ઉત્સાહ લઈને આવ્યો છે. 2026 ના હોકી વર્લ્ડ કપનો આજથી ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. બેલ્જિયમ અને નેધરલેન્ડની સંયુક્ત યજમાનીમાં યોજાઈ રહેલા આ મહાકુંભમાં ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય પુરુષ હોકી ટીમ આજે પોતાના અભિયાનની શરૂઆત વેલ્સ સામેની મેચથી કરશે. પૂલ D માં સામેલ ભારતીય ટીમ માટે આ પ્રથમ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
અભિયાનની શરૂઆત: વેલ્સ સામે ભારતનો દબદબો
ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ નેધરલેન્ડના એમ્સ્ટલવીન સ્થિત ઐતિહાસિક વેગનર હોકી સ્ટેડિયમ ખાતે રમશે. વિશ્વ રેન્કિંગમાં 15મા ક્રમે રહેલી વેલ્સની ટીમ સામે ભારતનો ઈતિહાસ ખૂબ જ સારો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી તમામ 4 મેચોમાં ભારતે જીત નોંધાવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં છેલ્લે 2003માં ભારત અને વેલ્સ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ભારતે વિજય મેળવ્યો હતો.

ક્યારે અને ક્યાંથી લાઈવ જોઈ શકાશે મેચ?
ભારત અને વેલ્સ વચ્ચેનો આ મુકાબલો ભારતીય સમયાનુસાર (IST) સાંજે 4:30 વાગ્યે શરૂ થશે.
ટીવી પ્રસારણ: ભારતમાં હોકી વર્લ્ડ કપની તમામ મેચોનું લાઈવ પ્રસારણ Star Sports Network ની વિવિધ ચેનલો પરથી કરવામાં આવશે.
લાઈવ સ્ટ્રીમિંગ: ચાહકો પોતાના મોબાઈલ કે સ્માર્ટ ટીવી પર Jio Hotstar એપ દ્વારા મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
51 વર્ષના દુષ્કાળનો અંત લાવવાનો મોટો પડકાર
કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વ હેઠળ ઉતરેલી ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર 51 વર્ષ જૂના વર્લ્ડ કપ ટાઈટલના દુષ્કાળને ખતમ કરવાનો છે. ભારતે છેલ્લે 1975માં ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ભારતીય ટીમ પોડિયમ ફિનિશ (ટોપ-3) કરવામાં નિષ્ફળ રહી છે.
રાજગીરમાં યોજાયેલ 2025 એશિયા કપ જીતીને આ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી ભારતીય ટીમ હાલમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમ માટે પૂલ D માં માત્ર ઈંગ્લેન્ડ જ રેન્કિંગની દ્રષ્ટિએ ઉપર છે, જ્યારે પાકિસ્તાન (12મા ક્રમે) અને વેલ્સ (15મા ક્રમે) ભારતથી પાછળ છે. તેથી ભારતીય ટીમ પાસે ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહીને આગળ વધવાની શ્રેષ્ઠ તક છે.

2026 હોકી વર્લ્ડ કપ માટે ભારતીય પુરુષ સ્ક્વોડ:
ગોલકીપર્સ: મોહિત એચએસ, સૂરજ કરકેરા.
ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ.
મિડફિલ્ડર્સ: હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકંઠ શર્મા, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, આદિત્ય અર્જુન લાલગે.
ફોરવર્ડ્સ: મનદીપ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લાકરા.