યશસ્વી જાયસવાલનો અનોખો રેકોર્ડ: ૩૦ મેચ, ૩૦ મેદાન અને ૩૨ રને આઉટ થવાનો વિચિત્ર સંયોગ!

3 Min Read

યશસ્વી જયસ્વાલનો અનોખો રેકોર્ડ: ૩૦ ટેસ્ટ મેચ અને ૩૦ અલગ-અલગ સ્થળો; જાણો ઐતિહાસિક ક્લબમાં કઈ રીતે થયો સામેલ

ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલે ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને કમનસીબે રનઆઉટ થયો હતો. પરંતુ મેદાન પર ઉતરતાં જ તેણે એક એવો અનોખો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ખૂબ જ દુર્લભ જોવા મળે છે. પોતાની ટેસ્ટ કારકિર્દીની ૩૦મી મેચ રમી રહેલો જયસ્વાલ અત્યાર સુધીની પોતાની તમામ ૩૦ ટેસ્ટ મેચો ૩૦ અલગ-અલગ સ્ટેડિયમ (સ્થળો) પર રમનારો ભારતનો વિશિષ્ટ ખેલાડી બની ગયો છે.

ટોસ જીતી બેટિંગનો નિર્ણય અને જયસ્વાલનો રનઆઉટ

શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પિચ બેટિંગ માટે અનુકૂળ જણાતી હતી અને ઓપનર કેએલ રાહુલ તથા યશસ્વી જયસ્વાલે ટીમને મજબૂત અને સંભાળપૂર્વકની શરૂઆત અપાવી હતી. બંને બેટરો ક્રિઝ પર સેટ થતા દેખાતા હતા ત્યાં જ એક ખોટા કોલ અને મિક્સઅપના કારણે જયસ્વાલ ૩૨ રનના અંગત સ્કોર પર રનઆઉટ થઈ ગયો હતો. જયસ્વાલ ક્રીઝ પર જે રીતે રમતો હતો તે જોતાં એક મોટી ઇનિંગ્સ રમાવાની પૂરી શક્યતા હતી, પરંતુ તે તક તેના હાથમાંથી સરી ગઈ હતી.

- Advertisement -

yash.jpg

કારકિર્દીમાં ત્રીજી વખત રનઆઉટ થયો જયસ્વાલ

ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલના રનઆઉટ થવાનો સિલસિલો ૨૦૨૪થી શરૂ થયો છે:

- Advertisement -

૨૦૨૪: ઓસ્ટ્રેલિયા સામે ૮૨ રન બનાવીને પ્રથમ વખત રનઆઉટ થયો.

૨૦૨૫: વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૭૫ રનની ભવ્ય ઇનિંગ્સ દરમિયાન બીજી વાર રનઆઉટ થયો.

૨૦૨૬ (આજે): શ્રીલંકા સામે ગાલે ટેસ્ટમાં ૩૨ રને ત્રીજી વખત રનઆઉટ થયો.

- Advertisement -

૩૦ ટેસ્ટ, ૩૦ અલગ-અલગ સ્થળો: મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન

યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝના રોસાઉ સ્ટેડિયમથી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે પોર્ટ ઓફ સ્પેન, સેન્ચુરિયન, કેપટાઉન જેવા દેશ-વિદેશના વિવિધ મેદાન પર મેચો રમી છે, પરંતુ ક્યારેય એક જ સ્ટેડિયમમાં બીજી વાર ટેસ્ટ રમવાનો વારો આવ્યો નથી.

ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આ અનોખી સિદ્ધિ મેળવનાર જયસ્વાલ પ્રથમ ખેલાડી નથી, પરંતુ તે દિગ્ગજોની ખાસ ક્લબમાં સામેલ થયો છે:

સંજય માંજરેકર: પોતાની પ્રથમ ૩૩ ટેસ્ટ મેચો ૩૩ અલગ-અલગ સ્ટેડિયમ પર રમ્યા હતા.

સચિન તેંડુલકર: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાની પ્રથમ ૩૨ ટેસ્ટ મેચો ૩૨ જુદા જુદા સ્થળોએ રમી હતી.

યશસ્વી જયસ્વાલ: હવે પોતાની પ્રથમ ૩૦ ટેસ્ટ મેચો ૩૦ અલગ-અલગ સ્થળોએ રમીને આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

Share This Article