“દિલથી અફસોસ છે, માફી માગું છું”: નાલ્સાર વિવાદ બાદ BCI પ્રમુખનું મોટું નિવેદન

4 Min Read

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ BCI વડા મનન કુમાર મિશ્રાની નમ્રતા: NALSAR વિવાદમાં કાયદાના વિદ્યાર્થીઓની ખરા દિલથી માફી માંગી

હૈદરાબાદ સ્થિત ‘નાલસાર યુનિવર્સિટી ઓફ લો’ (NALSAR) ના વિદ્યાર્થીઓની નોંધણી રોકવાના નિર્ણય અને ત્યારબાદ ઉભા થયેલા વિવાદ અંગે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ આખરે બેકફૂટ પર આવવું પડ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા આકરા પ્રહારો કરાયાના બીજા જ દિવસે, BCI ચેરમેન મનન કુમાર મિશ્રાએ શનિવારે એક વિશેષ પત્ર લખીને કાયદાના વિદ્યાર્થીઓની બિનશરતી માફી માંગી છે.

અહંકાર છોડીને વિદ્યાર્થીઓ સમક્ષ નમ્યા: BCI ચેરમેનની માફી

સ્વતંત્રતા દિવસ નિમિત્તે “મારા પ્રિય યુવા મિત્રો” નામે લખેલા એક ભાવુક પત્રમાં મનન કુમાર મિશ્રાએ સ્વીકાર્યું કે તાજેતરના વિવાદથી વિદ્યાર્થી સમુદાયમાં ચિંતા અને દુઃખનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

manan.jpg

તેમણે પત્રમાં લખ્યું: “જો હાલના વિવાદ સાથે જોડાયેલી કોઈ પણ બાબત, મારા કોઈ પણ શબ્દ કે પત્રથી આપણા કાયદાના વિદ્યાર્થીઓની લાગણીઓને ઠેસ પહોંચી હોય, તો હું દિલથી દિલગીર છું અને ક્ષમા યાચના કરું છું.”

- Advertisement -

મિશ્રાએ વધુમાં ઉમેર્યું કે, “આ વાત સ્વીકારવામાં કોઈ ખચકાટ ન હોવો જોઈએ. માફી માંગવી એ કોઈ અહંકાર કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી, પરંતુ આપણા વિદ્યાર્થીઓની લાગણીઓ અને ચિંતાઓ આપણા માટે મહત્વપૂર્ણ છે તેની માત્ર એક સ્વીકૃતિ છે.”

CJI કાંતની આકરી ટિપ્પણી અને સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ

આ માફીનામા પછાળ સુપ્રીમ કોર્ટનો આકરો વલણ મુખ્ય કારણ રહ્યું છે. શુક્રવારે વરિષ્ઠ વકીલ કે. પરમેશ્વરે આ મામલો કોર્ટ સમક્ષ મૂક્યો ત્યારે CJI સૂર્યકાન્ત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી. મોહનાની બેન્ચે BCI નો સખતડો ઉધડો લીધો હતો.

CJI નો સ્પષ્ટ સંદેશ: CJI કાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “BCI આ મામલે બિનજરૂરી રીતે કામગીરી કરી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવાનું કાયદેસર અને શાંતિપૂર્ણ કારણ હોય, તો તેમને વિરોધ કરવાનો પૂર્ણ અધિકાર છે. આપણે મોટું મન રાખવું જોઈએ. વિદ્યાર્થીઓ ખોટા હોય તો પણ તેમને બોલવાની છૂટ મળવી જોઈએ.”

- Advertisement -

દંડાત્મક કાર્યવાહી પર સ્ટે: બેન્ચે BCI અને તમામ રાજ્ય બાર કાઉન્સિલોને NALSAR કે અન્ય કોઈ પણ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે ફેકલ્ટી સભ્યો સામે કોઈ પણ પ્રકારની દંડાત્મક અથવા ફોજદારી કાર્યવાહી કરવા પર તાત્કાલિક રોક લગાવી દીધી હતી.

કેવી રીતે શરૂ થયો આ આખો વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે NALSAR ના ૨૦૨૬ બેચના કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાન્તને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવાનો વિરોધ કર્યો. વિદ્યાર્થીઓએ દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસ અત્યાચારના કેસમાં CJI ની જુની ટિપ્પણીઓનો હવાલો આપીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.

manan0.jpg

આ વિરોધના જવાબમાં BCI એ NALSAR પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની યાદી માંગી હતી અને ગુરુવારે NALSAR ના ૨૦૨૬ બેચના વિદ્યાર્થીઓની વકીલાત માટેની નોંધણી (Enrollment) પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી. જોકે, ચારેય બાજુથી ટીકાઓ થયા બાદ BCI એ ગુરુવારે જ આ પ્રતિબંધ પાછો ખેંચ્યો અને શુક્રવારે કાર્યવાહી પૂર્ણપણે બંધ કરી દીધી હતી.

વિદ્યાર્થીઓના બંધારણીય અધિકારો અને લોકશાહીનું સન્માન

પોતાના સંબોધનમાં મનન કુમાર મિશ્રાએ શાંતિપૂર્ણ વિરોધને બંધારણીય લોકશાહીનું મહત્ત્વનું અંગ ગણાવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશના સૌથી જાગૃત અને સમજદાર યુવાનો છે અને તેમને પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ.

દીક્ષાંત સમારોહમાં હાજરી આપવાના મુદ્દે પણ મિશ્રાએ કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ પર છોડી દેવો જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી પર હાજર રહેવા કે ગેરહાજર રહેવા માટે કોઈ દબાણ ન હોવું જોઈએ.

Share This Article