૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ભારત ‘નાજુક ૫’ માંથી વૈશ્વિક આર્થિક મહાસત્તા બન્યું
૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચિર પરથી દેશવાસીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નવો આત્મવિશ્વાસ રજૂ કર્યો હતો. રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ દેશવાસીઓને સંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશ હવે નાના સપનાઓ કે સીમિત સંકલ્પો સાથે આગળ વધી શકે નહીં. મોટા સપના જ આપણી વિચારસરણીની ક્ષિતિજોને વિસ્તૃત કરે છે અને જ્યારે સંકલ્પ મજબૂત હોય છે ત્યારે જ દેશની વાસ્તવિક ક્ષમતાઓમાં ઉછાળો આવે છે. ભારતે ૨૦૪૭ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને આ સંકલ્પ ભારતની અસીમ હિંમતનો પુરાવો છે.
નાજુક ૫ માંથી બહાર આવીને ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી ઉગાર્યા

ઉત્પાદન ક્ષેત્રે ઐતિહાસિક ઉછાળો અને આત્મનિર્ભરતા
80वें स्वतंत्रता दिवस के अवसर पर प्रधानमंत्री श्री @narendramodi जी का राष्ट्र के नाम संबोधन… https://t.co/jf9w69agTj
— Amit Shah (@AmitShah) August 15, 2026
-
સંરક્ષણ ઉત્પાદનમાં આશરે ૪ ગણો વધારો થયો છે.
-
ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન ૫ ગણું વધ્યું છે.
-
ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૭ ગણો ઉછાળો આવ્યો છે.
-
આધુનિક રેલવે કોચના ઉત્પાદનમાં ૨૧ ગણો વધારો નોંધાયો છે.
-
મોબાઈલ ફોન ઉત્પાદનમાં રેકોર્ડબ્રેક ૩૩ ગણો વધારો થયો છે.