કેએલ રાહુલ, ઐયર, જયસ્વાલ જેવા ફોર્મમાં રહેલા ખેલાડીઓને જગ્યા મળી નહીં, BCCIએ જાહેર કરી 15 સભ્યોની ટીમ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેટલાક ખેલાડીઓનું પુનરાગમન થયું છે, જ્યારે કેટલાક મોટા નામોને પડતા મૂકવામાં આવ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને T20 ટીમનો ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે.
મોટા ખેલાડીઓ બહાર
આશ્ચર્યજનક રીતે, IPL 2025માં શાનદાર પ્રદર્શન કરનાર કેટલાક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી. કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, અને યશસ્વી જયસ્વાલને આ મોટો ઝટકો લાગ્યો છે. ઐયરે IPLમાં 600થી વધુ રન બનાવ્યા હતા જ્યારે રાહુલે સદી પણ ફટકારી હતી. જયસ્વાલ પણ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે. આ ત્રણેય ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવાના મજબૂત દાવેદાર હતા, પરંતુ પસંદગીકારોએ તેમને અવગણ્યા છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ સિરાજ અને અનુભવી બોલર મોહમ્મદ શમીને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
ગિલ અને જીતેશ શર્માનું પુનરાગમન
IPL 2025માં 650થી વધુ રન બનાવનાર શુભમન ગિલને ઉપ-કપ્તાનપદ મળવાથી પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. તેના ફોર્મ અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, IPLમાં ફિનિશર તરીકે ઉભરી આવેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને પણ એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યું છે. વિકેટકીપર તરીકે સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે, જેનાથી સ્પર્ધા વધી છે.
🚨 #TeamIndia‘s squad for the #AsiaCup 2025 🔽
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025
એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ટીમ:
- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
- શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન)
- અભિષેક શર્મા
- તિલક વર્મા
- હાર્દિક પંડ્યા
- શિવમ દુબે
- અક્ષર પટેલ
- જીતેશ શર્મા (વિકેટકીપર)
- જસપ્રિત બુમરાહ
- અર્શદીપ સિંહ
- વરુણ ચક્રવર્તી
- સંજુ સેમસન (વિકેટકીપર)
- હર્ષિત રાણા
- રિંકુ સિંહ
