મિડટર્મ ચૂંટણી પહેલાં ટ્રમ્પનો મોટો દાવ! ખેડૂતો માટે ₹1.3 લાખ કરોડની જાહેરાત પાછળ શું છે રણનીતિ?

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

અમેરિકાના ખેડૂતો પર ટ્રમ્પની મહેરબાની! ₹1.3 લાખ કરોડની મદદથી શું છે હેતુ?

અમેરિકામાં યોજાનારી મિડટર્મ (મધ્યાવધિ) ચૂંટણીમાં હવે માંડ થોડા જ દિવસો બાકી છે અને આવા સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રાજકીય ચાલો તેજ કરી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા અને મતદારોની નારાજગી દૂર કરવાના હેતુથી ટ્રમ્પ સરકારે ખેડૂતો માટે 15 અબજ ડોલર (આશરે 1.3 લાખ કરોડ રૂપિયા) થી વધુના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

આ પગલાનો મુખ્ય હેતુક દેશમાં સતત મોંઘા થઈ રહેલા ડીઝલ, ખાતર અને ખેતીના સાધનોથી પરેશાન ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાનો છે. ચૂંટણીના રણનીતિકારોનું માનવું છે કે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ) અને વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ખેતીનો વધતો ખર્ચ ગ્રામીણ અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ અસંતોષ વધારી રહ્યો હતો, જેને કાબૂમાં લેવા માટે આ દાવ રમવામાં આવ્યો છે.

Trump

ચૂંટણીના માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારો પર ફોકસ

ચૂંટણીના ઠીક પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ધ્યાન ગ્રામીણ ક્ષેત્રો તરફી ઝડપથી વધ્યું છે. તેઓ તાજેતરમાં જ આયોવા અને કાનસાસ જેવા પ્રમુખ કૃષિ-પ્રધાન રાજ્યોના પ્રવાસે પહોંચ્યા, જ્યાં આ વખતે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે.

અમેરિકી કૃષિ વિભાગ (USDA) દ્વારા જારી કરવામાં આવેલી યોજના મુજબ, આ રાહત પેકેજનો સૌથી મોટો હિસ્સો—8 અબજ ડોલર—ડીઝલના વધતા દરોથી પ્રભાવિત ખેડૂતોને સીધો આપવામાં આવશે. જોકે, આ રકમ ક્યારે અને કયા ધોરણે વહેંચવામાં આવશે, તેની વિસ્તૃત રૂપરેખા હજુ સામે આવવાની બાકી છે.

આ ઉપરાંત:

  • પશુપાલકો અને માછીમારોને 5 અબજ ડોલરથી વધુની લોનની ગેરેંટી આપવામાં આવશે.

  • સંરક્ષણ યોજનાઓ (Conservation Programs) માં સામેલ ખેડૂતો માટે 1.8 અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે.

  • ખાતર નિર્માણ પ્રોજેક્ટ્સ માટે 573 મિલિયન ડોલર અને મીટ પ્રોસેસિંગ યુનિટ્સના વિસ્તાર માટે 57 મિલિયન ડોલર આપવામાં આવશે.

  • સરકાર જરૂરિયાતમંદોને સહાય આપવા માટે 472.5 મિલિયન ડોલરના કૃષિ ઉત્પાદનો પણ ખરીદશે.

Trump

ડીઝલ અને ખાતરની મોંઘવારીથી બેહાલ થયા ખેડૂતો

આ વર્ષે અમેરિકામાં ખેતી કરવી અત્યંત મોંઘી સાબિત થઈ છે. ચીન સાથેના વેપારી ખેંચાણને કારણે અમેરિકી કૃષિ ઉત્પાદનોની નિકાસ પર માઠી અસર પડી છે.

ડેટા મુજબ, અમેરિકામાં ડીઝલની સરેરાશ કિંમત વધીને 6.32 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી ગઈ છે, જે પાછલા વર્ષની સરખામણીએ 70% વધુ છે. એટલે કે હવે ખેડૂતોએ 100 ગેલનનું ટાંકી ભરાવવા માટે પાછલા વર્ષની તુલનામાં 260 ડોલર વધારાના ખર્ચ કરવા પડી રહ્યા છે.

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે સરકારી મદદથી ખેડૂતોના ઇંધણ અને ખાતરના વધેલા ખર્ચની અસ્થાયી ભરપાઈ તો થઈ શકે છે, પરંતુ આ વધતા ખર્ચની પાયાની સમસ્યાનો કાયમી ઉકેલ નથી.

શું ચૂંટણી પર દેખાશે આ રાહત પેકેજની અસર?

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી, સ્વાસ્થ્ય સેવાઓ અને ખેતી માટે મજૂરોની અછત મોટા ચૂંટણી મુદ્દા બન્યા છે. ઇમિગ્રેશન નિયમોમાં કડકાઈને કારણે ખેતરોમાં કામ કરતા મજૂરોની તંગી વધી ગઈ છે, જેનાથી ખેડૂતો પરેશાન છે.

જોકે, કેટલાક ખેડૂતો રાહત પેકેજથી ખુશ છે, પરંતુ તેઓ તેને લાંબા ગાળાનો ઉકેલ નથી માનતા. નિષ્ણાતોનું માનવું છે કે નારાજ મતદારો કદાચ સીધી રીતે વિપક્ષી પાર્ટીને મત ન આપે, પરંતુ તેઓ મતદાનથી અંતર જાળવી શકે છે અથવા અપક્ષ ઉમેદવારોની તરફી ઝુકાવ રાખી શકે છે. એવામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ 1.3 લાખ કરોડ રૂપિયાની રાહત ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ચૂંટણીમાં કેટલો રાજકીય ફાયદો અપાવી શકે છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.