ગિગ વર્કર્સ માટે રાહુલ ગાંધીની મોટી ભેટ! ₹5 લાખનો અકસ્માત વીમો, ₹10 લાખનું સ્વાસ્થ્ય કવચ અને પેન્શનની પણ જોગવાઈ
દેશભરમાં ડિલિવરી એજન્ટ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલા ગિગ વર્કર્સની સામાજિક સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે તેલંગાણા સરકારે આ કામદારો માટે મોટી પહેલ કરી છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 14 નવેમ્બર, શનિવારે હૈદરાબાદમાં ‘ગિગ વર્કર્સ સોશિયલ સિક્યુરિટી એન્ડ વેલ્ફેર સ્કીમ’નો પ્રારંભ કર્યો હતો. આ યોજના હેઠળ ગિગ વર્કર્સને ₹5 લાખનો અકસ્માત વીમો અને ₹10 લાખનું સ્વાસ્થ્ય વીમા કવચ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પેન્શન, દરેક ડિલિવરી પર આર્થિક લાભ અને આરામ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી, નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કા અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ડિલિવરી એજન્ટ્સ, રાઇડર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરતા અન્ય કર્મચારીઓને આર્થિક સુરક્ષા, આરોગ્ય સુવિધા અને કામ કરવાની વધુ સારી પરિસ્થિતિઓ પૂરી પાડવાનો છે.

1. ₹5 લાખનો અકસ્માત વીમો અને ₹10 લાખનું સ્વાસ્થ્ય કવચ
યોજનાની સૌથી મહત્ત્વપૂર્ણ જોગવાઈ ગિગ વર્કર્સ માટેનું વીમા સુરક્ષા કવચ છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેલંગાણા સરકાર ગિગ વર્કર્સને ₹5 લાખનો અકસ્માત વીમો અને ₹10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપશે. આ સુવિધાથી કામ દરમિયાન અકસ્માતનો ભોગ બનતા અથવા ગંભીર બીમારીનો સામનો કરતા કામદારોને આર્થિક સહારો મળી શકશે.
આ ઉપરાંત ગિગ વર્કર્સ માટે પેન્શનની વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ડિલિવરી અને ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલા કામદારોને નોકરીની પરંપરાગત સુવિધાઓ મળતી નથી. તેમની આવક કામની સંખ્યા અને પૂર્ણ કરેલા ઓર્ડર પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં સામાજિક સુરક્ષા અને નિવૃત્તિ પછીની આર્થિક મદદ તેમના માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે દરેક ટ્રાન્ઝેક્શન એટલે કે દરેક ડિલિવરી દીઠ એક ટકા રકમ ગિગ વર્કર્સના કલ્યાણ માટે ફાળવવામાં આવશે. રાજ્યમાં કાર્યરત સંબંધિત કંપનીઓએ આ યોગદાન આપવાનું રહેશે. આ રકમ પહેલાં ગિગ વર્કર્સ બોર્ડ પાસે જશે અને ત્યારબાદ કામદારોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.આ વ્યવસ્થા દ્વારા ગિગ વર્કર્સને તેમની મહેનતના આધારે વધારાની આર્થિક સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
तेलंगाना के गिग वर्कर्स से 2023 में लंबी मुलाकात हुई थी, विस्तार से बात हुई थी।
उन्होंने अपना दुख-दर्द, अपनी ज़रूरतें और मांगें बताई थीं। वादा था – आपकी मांगें पूरी होंगी, आपको सुरक्षा ज़रूर मिलेगी।
आज हमने वो वादा पूरा किया।
✅ ₹5 लाख दुर्घटना बीमा
✅ ₹10 लाख स्वास्थ्य बीमा
✅ कमाई का 1% पेंशन के लिए
✅ अपने डेटा और कमाई पर अधिकार
✅ जगह-जगह WiFi वाले विश्राम केंद्र
ये सब अब तेलंगाना के गिग वर्कर्स के कानूनी अधिकार हैं।
ये सिर्फ़ योजना नहीं, एक सोच है – हर मेहनतकश को उसका अधिकार, सम्मान और भविष्य की सुरक्षा मिलनी ही चाहिए।
और यही फ़र्क है – कांग्रेस की प्रजालु सरकार और BJP-RSS के दोरालू विचार में।
उनकी विचारधारा श्रमिक को बंधुआ बनाना चाहती है। कांग्रेस की सोच मेहनत करने वालों को अधिकार, सम्मान और सुरक्षित भविष्य दिलाती है।
— Rahul Gandhi (@RahulGandhi) November 14, 2026
2. દરેક કામનો ડેટા હવે મોબાઇલમાં જોઈ શકશે કામદારો
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ગિગ વર્કર્સના ડેટા અધિકારનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 21મી સદી ડેટાની સદી છે. ગૂગલ, ફેસબુક, વોટ્સએપ અને ઉબેર જેવી કંપનીઓ ડેટાના આધારે કામ કરે છે, પરંતુ અત્યાર સુધી ગિગ વર્કર્સને પોતાના કામના ડેટા પર પૂરતો અધિકાર મળતો નહોતો.તેમણે જણાવ્યું કે આ નવી પહેલ હેઠળ કામદારોને પોતાના કામ સંબંધિત માહિતી સુધી પહોંચ મળશે. તેઓ કેટલી ડિલિવરી પૂર્ણ કરી છે, કેટલી રાઇડ્સ કરી છે અને તેના બદલામાં કેટલી કમાણી થઈ છે, તે તમામ વિગતો પોતાના મોબાઇલ ફોન પર જોઈ શકશે.
આ વ્યવસ્થાથી કામદારોને પોતાની આવક અને કામની વિગતો અંગે વધુ પારદર્શિતા મળશે. ખાસ કરીને ઓનલાઇન પ્લેટફોર્મ પર કામ કરતા કર્મચારીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે.રાહુલ ગાંધીએ કહ્યું કે ગિગ વર્કર્સને પોતાના ડેટા પર અધિકાર મળવો જોઈએ. તેમના મતે, જે લોકો કંપનીઓ માટે સતત કામ કરે છે, તેમને પોતાના કામ અને કમાણીની માહિતી મેળવવાનો અધિકાર હોવો જોઈએ.
3. હૈદરાબાદ સહિત શહેરોમાં Wi-Fi સાથે રેસ્ટ ઝોન બનાવાશે
ગિગ વર્કર્સની બીજી મોટી સમસ્યા કામ દરમિયાન આરામ કરવાની યોગ્ય જગ્યાનો અભાવ છે. ડિલિવરી એજન્ટ્સને કાળઝાળ ગરમી, વરસાદ અને ટ્રાફિક વચ્ચે લાંબા સમય સુધી રસ્તા પર રહેવું પડે છે. તેમ છતાં તેમને વાહન પાર્ક કરવા, બેસવા કે થોડો સમય આરામ કરવા માટે નિશ્ચિત જગ્યા મળતી નથી.
આ સમસ્યાના ઉકેલ માટે તેલંગાણા સરકાર રાજ્યનાં શહેરોમાં વિશેષ ‘રેસ્ટ ઝોન’ સ્થાપિત કરશે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, આ સ્થળોએ Wi-Fiની સુવિધા ઉપલબ્ધ રહેશે. ગિગ વર્કર્સ અહીં પોતાનાં વાહનો પાર્ક કરી શકશે, બેસી શકશે, આરામ કરી શકશે અને જરૂર પડે તો સૂઈ પણ શકશે. આ સુવિધા હૈદરાબાદ ઉપરાંત રાજ્યનાં અન્ય શહેરોમાં પણ ઊભી કરવામાં આવશે.
#WATCH | Hyderabad, Telangana: At the launch of the Telangana Gig Workers’ Social Security and Welfare Scheme, Lok Sabha LoP Rahul Gandhi says, “21st century is the century of data. Data is discussed across the country, data centres are being set up. Google, Facebook, WhatsApp, Uber – all of these function on the strength of data. But gig workers were not getting their own data in India until now. Gig workers could not see their own data…This law is going to give you the right to your own data. Govt of Telangana is giving you a guarantee that the work you do, the rides you complete, the money you are being paid for the rides will be accessible to you on your mobile phone.”
— ANI (@ANI) November 14, 2026
રાહુલ ગાંધીએ જણાવ્યું કે અગાઉ તેમણે તેલંગાણાના ગિગ વર્કર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કામદારોએ પોતાની મુશ્કેલીઓ અને માંગણીઓ રજૂ કરી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ તેમની સમસ્યાઓના ઉકેલ માટે જરૂરી પગલાં ભરવાનું વચન આપ્યું હતું. હવે આ યોજના તે વચનને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆતમાં રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં ગિગ વર્કર્સ દ્વારા આયોજિત બાઈક રેલીમાં પણ ભાગ લીધો હતો. તેઓ એક ગિગ વર્કર દ્વારા ચલાવવામાં આવતા સ્કૂટર પર પાછળ બેસીને રેલીમાં જોડાયા હતા. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.
