શું હવે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર થઈ ગયો પૂરો? જાણો કોના કારણે થઈ રહ્યો છે વિલંબ!
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપારી સંબંધોને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ડ્રેડ ડીલ (વેપાર કરાર) ખૂબ જ જલ્દી પૂરી થવાની પૂરી સંભાવના છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કરાર સાથે જોડાયેલા મોટાભાગના જટિલ મુદ્દાઓ પહેલેથી જ ઉકેલી લેવામાં આવ્યા છે અને હવે જે થોડા ઘણા મુદ્દાઓ બાકી રહ્યા છે, તેમાં વિલંબ ભારત તરફથી નહીં પરંતુ અમેરિકાની પક્ષ તરફથી વધુ છે.
વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશોનો મુખ્ય ઉદ્દેશ્ય એક એવી વ્યાપારી સમજૂતી કરવાનો છે જે બંને દેશો માટે સંતુલિત અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં આ વેપાર કરાર બંને દેશોના આર્થિક સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આખરી ચરણમાં પહોંચી ગઈ છે ટ્રેડ ડીલની વાતચીત
એસ. જયશંકરે વાટાઘાટોની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “ચોક્કસપણે અમારી એવી જ અપેક્ષા છે કે આપણે આ વાતચીતના આખરી ચરણમાં છીએ. આ કોઈ છુપી વાત નથી. આ સમગ્ર મામલે અમારી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સાથે સતત બેઠકો અને ચર્ચાઓ થતી રહે છે. મારી સમજ મુજબ, આપણે મોટાભાગના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલી લીધા છે અને હવે માત્ર થોડી જ બાબતોને આખરી સ્વરૂપ આપવાનું બાકી રહ્યું છે.”
વિદેશ મંત્રીએ આગળ ઉમેર્યું કે, “ઘણા કિસ્સાઓમાં હવે આ વિલંબ કે મુદ્દાઓ અમારી (ભારતની) તરફથી નથી, કારણ કે નીતિગત ફેરફારો અને બદલાવો ભારતની સરખામણીમાં અમેરિકી પક્ષ તરફથી વધુ થયા છે. એટલા માટે અમને પૂરી આશા છે કે આપણે ખૂબ જ ટૂંક સમયમાં આ ઐતિહાસિક કરારને આખરી રૂપ આપી દઈશું.”
જ્યારે પણ કોઈ મોટી આંતરરાષ્ટ્રીય વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં પહોંચે છે, ત્યારે લોકો અને મીડિયામાં ઉત્સુકતા વધી જવી સ્વાભાવિક છે. આ અંગે વાત કરતા તેમણે કહ્યું કે આવા સમયે દરેક વ્યક્તિ બેસબ્ર થઈ જાય છે અને એ જાણવા માંગે છે કે કયા મુદ્દાઓ પર પેચ ફસાયો છે અને હજુ કેટલો સમય લાગશે. પરંતુ વાટાઘાટો કરનારા કુશળ અધિકારીઓ સામાન્ય રીતે આ પ્રક્રિયા દરમિયાન આવી ગોપનીય બાબતો જાહેરમાં ચર્ચા કરતા નથી.
ભૂતકાળની ન્યૂક્લિયર ડીલ સાથે કરી સરખામણી
આ વાતચીત દરમિયાન જૂના સંસ્ગોરો વાગોળતા વિદેશ મંત્રીએ એક રસપ્રદ ઉદાહરણ પણ આપ્યું. તેમણે યાદ કર્યું કે વર્ષો પહેલા જ્યારે તેઓ એક મહત્વપૂર્ણ ન્યૂક્લિયર ડીલ (પરમાણુ કરાર) ની વાટાઘાટોમાં સામેલ હતા, ત્યારે પણ બિલકુલ આજ જેવું જ ઉત્સુકતા અને અસમંજસવાળું વાતાવરણ જોવા મળતું હતું. તે સમયે પણ લોકો વારંવાર એક જ સવાલ પૂછતા હતા કે આ ડીલ ક્યારે પૂરી થશે અને તેમાં કેટલો સમય લાગશે. આ અનુભવના આધારે તેમણે સંકેત આપ્યો કે કૂટનીતિક અને વેપારી કરારોમાં આખરી તબક્કાની પ્રક્રિયા થોડો સમય લેતી હોય છે, પરંતુ પરિણામ સકારાત્મક જ આવે છે.

વૈશ્વિક સ્તરે બદલાઈ રહી છે દુખની ચાલ: ઉભરી રહી છે નવી તાકાતો
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ભૂ-રાજકારણ (Geopolitics) પર ચર્ચા કરતા એસ. જયશંકરે મધ્ય પૂર્વ (Middle East) અને યુક્રેન ચાલી રહેલા યુદ્ધ તેમજ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં પ્રવર્તતી અશાંતિ અને સંકટોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વની વ્યવસ્થા અને સમીકરણોમાં એક મોટો અને ઝડપી બદલાવ આવી રહ્યો છે, જેના પરિણામે વિશ્વભરમાં નવી શક્તિઓ ઉભરી રહી છે.
તેમના મતે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા કે તણાવ આ વૈશ્વિક અસ્થિરતાનું એક મોટું કારણ ચોક્કસ છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. આજના આટલા જટિલ અને આર્થિક તથા રાજકીય રીતે પડકારજનક સમયમાં દેશ માટે એક મજબૂત, સ્થિર અને દૂરગામી નિર્ણયો લઈ શકે તેવું નેતૃત્વ હોવું અત્યંત આવશ્યક છે, જેથી દેશના હિતોનું રક્ષણ થઈ શકે. ભારત આ દિશામાં સક્ષમતાથી આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક વેપારમાં પોતાની મજબૂત પક્કડ જમાવી રહ્યું છે.
