Video: ‘ઢોસાની આરતી’ બનાવી નાંખી આ આંટીઓએ! વીડિયો એટલો વાયરલ થયો કે આ બોલિવૂડ એક્ટ્રેસ પણ બની ફેન!
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓને (આંટીઓને) ઢોસાની ‘આરતી’ ગાતી જોઈ શકાય છે. આ વીડિયોને એક બોલિવૂડ અભિનેત્રીએ પણ શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર તમે લોકોને તેમના મનપસંદ ભોજન પર જુદી જુદી પ્રતિક્રિયા આપતા જોયા હશે. ઘણીવાર લોકો તેમના ફેવરિટ ફૂડને ખાવા કે પીરસવા માટે અનોખી રીત શોધી લાવે છે. આ વખતે પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વખતે બે આંટીઓએ મળીને ઢોસા પર એવું વાયરલ ગીત બનાવ્યું કે તેને ટ્રેન્ડિંગ સોન્ગ બનવામાં સહેજ પણ વાર ન લાગી. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે એટલી ફની રીલ્સ બનાવી કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ તેના પર રીલ બનાવવાથી પોતાને રોકી શકી નહીં.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર જે આંટીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને @telusamanasaa નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ રસોડામાં ઊભી રહીને ઢોસા બનાવતી દેખાય છે. વીડિયોમાં તેઓ ઢોસો બનાવતી વખતે તેની રીતને પોતાની ભાષામાં ગાતી જોવા મળી રહી છે. મહિલાઓની ઢોસા બનાવવાની સ્ટાઈલ તેમના ગીત સાથે એટલી બધી મેચ થઈ રહી હતી કે સોશિયલ મીડિયા યુઝર્સને લાગ્યું કે આ ગીત જાણે ઢોસાની ‘આરતી’ કે ‘ચાલીસા’ છે!
યુઝર્સની પ્રતિક્રિયાઓ
આ વીડિયોને ઈન્ટરનેટ પર લાખો યુઝર્સે લાઈક કર્યો છે અને તેના પર યુઝર્સની મજેદાર પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે:
- એક યુઝરે લખ્યું, “ઢોસા ચાલીસા.“
- બીજા યુઝરે લખ્યું, “આ ગીત એક લત છે.“
- ત્રીજા યુઝરે લખ્યું, “કેટલું સુંદર અને મજેદાર! હું આ ભાષા ન તો બોલું છું કે ન તો સમજું છું, છતાં હું તેને વારંવાર સાંભળી રહ્યો છું.“
- પાંચમા યુઝરે લખ્યું, “આ ઢોસાની ચાલીસા છે, હું ઇડલી અષ્ટકમ પણ સાંભળવા માંગુ છું.“
View this post on Instagram
મૃણાલ ઠાકુરે પણ બનાવી રીલ
બંને મહિલાઓની આ ક્રિએટિવિટી પર બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરે પણ એક રીલ બનાવી છે. વીડિયોમાં મૃણાલ પૂછે છે – ‘આજે જમવામાં શું છે?’ ત્યારે તેની સાથી ઢોસા પર બનેલું આ ગીત વગાડી દે છે.
આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડે છે. મૃણાલે આ વીડિયો શેર કર્યા પછી, મહિલાઓએ પણ તેને પોસ્ટ કરીને લખ્યું કે, “અમારો વીડિયો મૃણાલ ઠાકુર દ્વારા શેર કરવામાં આવ્યો છે!“

