પુલવામામાં ડૉ. ઉમર નબીના ઘર પર કાર્યવાહી: લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં મોટો વળાંક
દિલ્હી વિસ્ફોટોના મુખ્ય આરોપી ડો. ઉમર નબીના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ બૉમ્બમારો કર્યો છે. આ કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવી હતી. નોંધનીય છે કે સોમવારે રાત્રે લાલ કિલ્લા પાસે થયેલા કાર બૉમ્બ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ડૉ. ઉમર નબી વિસ્ફોટકોથી ભરેલી હ્યુન્ડાઈ i20 કાર ચલાવી રહ્યો હતો. વિસ્ફોટ સ્થળ પરથી એકત્રિત કરાયેલા ડીએનએ નમૂનાઓ ડૉ. ઉમરની માતાના ડીએનએ નમૂનાઓ સાથે મેળ ખાતાં તેમની ઓળખની પુષ્ટિ થઈ હતી.

ઉંમર નબી પર છેલ્લા બે વર્ષમાં કટ્ટરપંથી બનવાનો આરોપ છે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર ઘણા ઉગ્રવાદી મેસેજિંગ જૂથોમાં જોડાયો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કરીને કાઝીગુંડ સ્થિત ડો. મુઝફ્ફર વિરુદ્ધ ઇન્ટરસ્ટેટ “વ્હાઇટ કોલર” આતંકવાદી મોડ્યુલના સંબંધમાં રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ધરપકડ કરાયેલા આઠ લોકોમાં ત્રણ ડૉક્ટરનો સમાવેશ થાય છે, જેમાંથી એક ડૉ. અદીલનો ભાઈ છે.
તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આઠમાંથી સાત કાશ્મીરના છે. મુઝફ્ફર 2021 માં મુઝમ્મિલ ગનાઈ અને ઉમર નબી સાથે તુર્કી ગયેલા ડોકટરોની ટીમનો ભાગ હતો. મુઝફ્ફરને શોધવાના પોલીસ પ્રયાસોમાં જાણવા મળ્યું કે તે ઓગસ્ટમાં ભારત છોડીને દુબઈ ગયો હતો અને હાલમાં તે અફઘાનિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે.

