આપણા શરીરના મહત્ત્વના અંગ લિવરને બચાવવા માટે જરૂરી: ફેટી લિવરની શરૂઆત થતા શરીર કયા 7 સંકેતો આપે છે?
AIIMS ટ્રેન્ડ લિવર સ્પેશિયાલિસ્ટ ડૉ. સૌરભ સેઠી પાસેથી જાણો ફેટી લિવરના શરૂઆતી લક્ષણો શું હોય છે, જેને તમારે ક્યારેય અવગણવા ન જોઈએ. આ સંકેતોથી સમયસર ફેટી લિવર રોગને ઓળખી શકાય છે.
ફેટી લિવર ડિસીઝના વધતા કેસ ચિંતાનો વિષય છે. જીવનશૈલી યોગ્ય ન હોવાથી લઈને ખાણી-પીણીમાં યોગ્ય ફૂડ્સનો સમાવેશ ન કરવાથી ફેટી લિવર ડિસીઝ (Fatty Liver Disease) વધી રહ્યો છે. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાથી ફેટી લિવર થાય છે, જે લિવરના કાર્યમાં અવરોધ પેદા કરે છે. સામાન્ય રીતે ફેટી લિવરના શરૂઆતી લક્ષણો ઓળખાતા નથી કારણ કે આ લક્ષણો (Fatty Liver Symptoms) સાયલન્ટ હોય છે અને જ્યાં સુધી લક્ષણો સંપૂર્ણપણે દેખાય છે ત્યાં સુધીમાં લિવરને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે.
આવી સ્થિતિમાં AIIMS અને હાર્વર્ડથી ટ્રેન્ડ લિવર સ્પેશિયાલિસ્ટ ડૉ. સૌરભ સેઠીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તે કયા લક્ષણો છે જે ફેટી લિવર થવાની શરૂઆતી સ્ટેજમાં જોવા મળે છે. તમે પણ આ લક્ષણોને સમયસર ઓળખીને ફેટી લિવરની સમસ્યાને આઉટ ઓફ કંટ્રોલ થતી રોકી શકો છો.
ફેટી લિવરના શરૂઆતી વૉર્નિંગ સાઇન
1. વજન વધવું
શરીરમાં અસામાન્ય રીતે વજન વધવું એ પણ ફેટી લિવરનો શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
2. પેટમાં દુખાવો અને સોજો
ફેટી લિવરનું એક અન્ય શરૂઆતી લક્ષણ છે પેટમાં દુખાવો થવો અને સોજો આવી જવો. આ સોજો અને દુખાવો પેટના ઉપલા ભાગમાં થાય છે.
3. હંમેશા થાક રહેવો અને નબળાઈ
જો તમને હંમેશા થાક રહેવા લાગ્યો હોય અને શરીરમાં નબળાઈ અનુભવાતી હોય તો આ ફેટી લિવરનો સંકેત (Fatty Liver Sign) હોઈ શકે છે. ડૉ. સેઠીનું કહેવું છે કે પૂરો આરામ કર્યા પછી પણ આવું થાય તો સચેત થઈ જવું જોઈએ.
4. હાઈ બ્લડ સુગર લેવલ્સ
વધેલા બ્લડ સુગર લેવલ્સ મેટાબોલિક ડિસ્ટર્બન્સ દર્શાવે છે, જે ફેટી લિવર સાથે જોડાયેલો હોઈ શકે છે. ડૉક્ટરે જણાવ્યું કે ફેટી લિવરના દર્દીઓમાં અવારનવાર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા જોવા મળી છે.
5. પેશાબ અને મળના રંગમાં ફેરફાર
ડૉક્ટરે જણાવ્યું કે જ્યારે લિવર યોગ્ય રીતે કામ કરતું નથી, તો તેનાથી પેશાબનો રંગ ઘેરો થઈ શકે છે અને મળનો રંગ હલકો કે પીળો દેખાઈ શકે છે. આ ઉપરાંત, સ્ટૂલમાં પિત્ત (Bile) ની કમી જોવા મળી શકે છે.
6. ત્વચાનું પીળી પડવું (કમળો)
લિવર ખરાબ થવા પર કમળો (Jaundice) થઈ શકે છે. તેમાં આંખો પીળી દેખાઈ શકે છે અને ત્વચા પણ પીળી પડી શકે છે. જો આ લક્ષણ દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો.
7. જલ્દી ઈજા થઈ જવી/આસાનીથી ઘસરકો લાગવો
ફેટી લિવરનો એક મોટો સંકેત છે કે તમને અચાનક જ ક્યારેય પણ ઈજા થઈ જાય છે અથવા ઘસરકા (ખરોચ) લાગતા રહે છે. આવું ત્યારે થાય છે જ્યારે લિવર ઘણી હદ સુધી ડેમેજ થઈ ગયું હોય છે. આમાં લિવર બ્લડ ક્લોટિંગ માટે પૂરતું પ્રોટીન ઉત્પન્ન કરી શકતું નથી.
જો તમને પણ શરીરમાં આ પ્રકારના ફેરફારો જોવા મળવા લાગે તો આ ફેટી લિવર ડિસીઝનો સંકેત હોઈ શકે છે. તેમને અવગણવાની ભૂલ ન કરો અને લિવર સ્પેશિયાલિસ્ટના કહેવા મુજબ ડૉક્ટરને બતાવો જેથી જરૂરી ટેસ્ટ પછી સારવાર શરૂ કરી શકાય.

