કપરાડાના મોટાપોંઢા ગામની ૧૯ વર્ષીય યુવતી રેણુકા પટેલ ગુમ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં બરમબેડા ફળિયા ખાતે રહેતા અને સેન્ટીંગનું કામ કરતા ૫૩ વર્ષીય રસીકભાઈ શંકરભાઈ પટેલની ૧૯ વર્ષીય દીકરી રેણુકા તા. ૧૭/૧૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા પિતાએ નાનાપોંઢા પોલીસ મથકે દીકરી રેણુકા ગુમ થયાની જાણ કરી હતી. ગુમ થનાર રેણુકા શરીરે મધ્યમ બાંધો, ઘઉવર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ તેણીની ભાળ મળે તો નાનાપોંઢા પોલીસ મથકે ફોન નં. ૦૨૬૩૩- ૨૫૦૧૦૦ અથવા તપાસ કરનાર હે.કો. ગણેશભાઈ મંજીભાઈ ને મો.નં. ૯૦૯૯૫૨૪૫૫૪ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
