વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને પ્રથમવાર સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ

2 Min Read

ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવુ એ આ સ્વાસ્થ્ય પરિષદનો મુખ્ય હેતુ છેઃ ઈન્ચાર્જ કલેકટરશ્રી

માતા મરણ, બાળ મરણ, ટીનએજ પ્રેગનેન્સી અને સિકલસેલ એનિમિયા વિષય ઉપર વધુ અસરકારક કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપક્રમે તથા સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિપોર્ટ સેન્ટર દ્વારા રાજ્ય માટે અગ્રતા ધરાવતા આરોગ્ય સંબંધિત મુદ્દાઓ ઉપર જિલ્લાના વિવિધ હિત ધારકો સાથે ચર્ચાઓ કરી આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટેના મંતવ્યો મેળવવાના હેતુસર વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે જિલ્લાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદનું આયોજન ઇન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.

- Advertisement -

IMG 20260108 WA0003.jpg

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવુ એ આ સ્વાસ્થ્ય પરિષદનો મુખ્ય હેતુ છે. જે છેવાડાના માનવી માટે લાભદાયી પુરવાર થશે. સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત સારવાર સહેલાઇથી મળી રહે તેવો નવતર અભિગમ અપનાવાયો છે.

- Advertisement -

આ સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લાની આરોગ્ય વિષયક વિકટ સમસ્યાઓ જેવી કે, માતા મરણ, બાળ મરણ, ટીનએજ પ્રેગનેન્સી અને સિકલસેલ એનિમિયા વગેરે વિષયો ઉપર વધુ અસરકારક કામગીરી કેવી રીતે કરી શકાય તે અંગે નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યા હતા. સાથો સાથ હાજર હિતધારકોના મંતવ્યો મેળવી પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

IMG 20260108 WA0000.jpg

ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ.પી. સિંઘે આભારવિધિ કરી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અધિકારીશ્રીઓ, IIT તથા IIPHG ના પ્રતિનિધિઓ, અધિક્ષકશ્રીઓ, ટી.એચ.ઓ., મેડીકલ ઓફીસરો, સરપંચશ્રીઓ, આશા, NGO અને અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
Share This Article