ધરમપુર: NSS ના વિદ્યાર્થીઓએ ઓઝરપાડામાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ
ધરમપુરના માલનપાડા ગામમાં આવેલી મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઓઝરપાડા ગામના અંબે માતાના મંદિરની આસપાસ તેમજ ફળિયામાં સફાઈ કરી ગામને સ્વચ્છ રાખવાની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ સફાઈ પ્રવૃતિથી ગામ સ્વચ્છ રહે અને નાગરિકો પણ તંદુરસ્ત રહે તે માટે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેથી ગામની સુખાકારી કેવી રીતે વધે તેનો સંદેશો લોકોને આપ્યો હતો.
આ તબબકે મોડેલ સ્કૂલના આચાર્ય ડો.વર્ષાબેને વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સ્ટાફના તમામ કર્મચારીગણ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. જેમાં એન.એસ.એસ નોડેલ પીનલબેન પટેલની સાથે પરિમલભાઇ, અવિનાશભાઇ, હેતલબેન, અંકિતાબેન અને અનિતાબેન પણ જોડયા હતા.
ઓઝરપાડા ગામના આગેવાન હસમુખભાઇ, પ્રા.વી.ડી.હરકણીયા, ઉત્તમભાઈ અને ચીમનભાઇએ વિદ્યાર્થીઓની આ પ્રવૃતિની પ્રસંશા કરી હતી. ગામના ઉત્સાહી યુવાન રાહુલભાઇ દ્વારા તમામ વિદ્યાર્થીઓને ચા નાસ્તો કરાવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
