આગામી સમયમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વલસાડ આવનાર હોય તે અંગે ચર્ચા કરાઈ
વલસાડ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં આત્મા ગવર્નિંગ બોર્ડ તેમજ પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મીટીંગ દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી પ્રાકૃતિક કૃષિની કામગીરીની માહિતી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ડી. એન. પટેલ દ્વારા કમિટીને આપવામાં આવી હતી. મીટિંગમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અરૂણ ગરાસિયા, બાગાયત ખાતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ યુનિવર્સિટી અને પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચપલોત એ પ્રાકૃતિક કૃષિને વધુ અસરકારક બનાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા માટે સૂચન કર્યુ હતું. આગામી સમયમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાવાનો હોય તે સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
