વલસાડ: પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની બેઠક યોજાઈ

2 Min Read

વલસાડ જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ મળી

વલસાડ મેડિકલ કોલેજના કેમ્પસમાં સ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટ ૧૯૯૪ અન્વયે જિલ્લા એડવાઈઝરી કમિટીની મીટિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પૂર્વીબેન રાઠોડના અધ્યક્ષસ્થાને મળી હતી.

આ મીટિંગમાં ગત તા. ૨૧/૧૧/૨૦૨૫ના રોજ મળેલી મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવી હતી. આ સિવાય ન્યુ અને રીન્યુઅલ રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ જમા થતી રજિસ્ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા અને વર્ષ ૨૦૨૫-૨૬ ના ક્રોસ વેરીફિકેશન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા કામોની ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisement -

IMG 20260121 WA0009.jpg

આ મીટિંગમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. કે. સિંગ, ગાયનેકોલોજિસ્ટ ડો. તરૂણ રાઠોડ, પિડિયાટ્રીશીયન ડો. ચિંટુ ચૌધરી, માઇક્રોબાયોલોજીસ્ટ ડો.પરિમલ પટેલ, આદર્શ મહિલા મંડળ – વલસાડના સરલાબેન પટેલ, ધ્રુવા બાયફ એન.જી.ઓ.ના કલ્પનાબેન પટેલ તેમજ સરકારી વકીલ નવીનભાઇ પ્રજાપતિ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ સાથે સબ ડિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી (પી.સી. & પી.એન.ડી.ટી.) અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી વલસાડ ડો. કમલ ચૌધરી, કપરાડાના ડો. મહેશ પટેલ, પારડીના ડો. પ્રકાશ રાઠોડ, વાપીના ડો. મૌનિક પટેલ, ધરમપુરના ડો. જિજ્ઞેશ માહલા, અને ડેપ્યુટી ડાયરેક્ટર એનિમલ એન્ડ હસબન્ડરી જિ.પં. વલસાડ શ્રી જે.વી. વસાવા, સીનીયર મેડિકલ ઓફિસરશ્રી, તાલીમ કેન્દ્ર ડો. એસ.એસ. હક, માહિતી શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજ પટેલ અને પીસી એન્ડ પીએનડીટીના પ્રોગામ આસિસ્ટન્ટ પાર્થસિંહ રાવરાણા ઉપસ્થિત રહ્યા હતા

Share This Article