વલસાડ જિલ્લાનાં તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે અનુરોધ

1 Min Read

વલસાડ: ખેડૂતોને ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી મેળવવા તાકીદ

ભારત સરકારશ્રી દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકવામાં આવ્યો છે. Agristack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવ્યુ છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.

farmer.jpg

- Advertisement -

ભારત સરકારશ્રી દ્વારા PM KISAN યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. આથી, જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.

ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે. તદઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવાની રહે છે.

- Advertisement -
Share This Article