નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભાજપના અગ્રિમ નેતા સુષ્મા સ્વરાજની તબિયત બગડતા તેમને એમ્સ દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ તેમની કિડની ફેલ થઇ ગઇ છે. જેના કારણે તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યાં છે. વિદેશમંત્રીએ ટવિટર પર આ મામલે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે જલ્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. છેલ્લાં કેટલાય સમયથી વિદેશમંત્રીની તબિયત ખરાબ છે. જેના કારણે તેમને અનેક વખત એમ્સમાં દાખલ થવું પડે છે. પહેલાં પણ એક અઠવાડિયા સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા. ત્યારે આજે ફરી તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમણે પોતાની તબિયત જલ્દી સાજી થઇ જવા અંગે ટવિટર પર…
કવિ: SATYA DESK
અમદાવાદ : દેશમાં હજુ 500-1000ની જૂની નોટો બંધ કરાયાને માંડ ગણતરીના દિવસો થયા છે. મોટી નોટો પર પ્રતિબંધના કારણે સમગ્ર દેશમાં છૂટાની ખૂબ તંગી પડી રહી છે. ત્યારે મહેસાણામાં નકલી નોટો છાપવાનો પ્રેસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જો કે આ પ્રેસમાં મોટી નોટ નહી પરંતુ નાની નોટો જેવી કે 10,20,50 અને 100ની નોટ જ છાપવામાં આવતી હતી. જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝાના કરલી ગામની સીમમાંથી નકલી નોટો છાપવાનું આ કારખાનું ઝડપાયું છે. હાલમાં પોલીસ દ્વારા કારખાનામાંથી શાહી, નકલી નોટો છાપવાનું મશીન અને અન્ય સાધનો કબજે લેવાયા છે. મળતી માહિતી મુજબ કારખાનામાં 10, 20, 50 અને 100 રૂપિયાની નકલી…
નવી દિલ્હીઃ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વિપક્ષ આ મુદ્દે સરકારને ઘરેવાના મૂળમાં છે. વિપક્ષે નોટબંદી મામલે સરકારને સંસદથી સડક સુધી ઘેરવાની તૈયારી રાખી છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષીદળો સરકરાને ઘરેવાની રાજનીતિ ઘડી રહ્યાં છે. 500 અને 1000ની નોટ બંધ કરવા મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ નિકાળશે અને રાષ્ટ્રપતિને મળીને તેમને આવેદન સોપશે. તો ગઇ કાલે કોંગ્રેસ નેતાઓએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક પહેલાં પોતાની એક બેઠક બોલાવી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સંપન્ન બેઠકમાં મોટા નેતાઓની સલાહ હતી કે વિમુદ્રીકરણના મુદ્દાને…
અમદાવાદ : બનાસકાંઠા જીલ્લામાં નકલી ઘીનું વેચાણ દિનપ્રતિ દિન વધી રહ્યુ છે. ત્યારે જે ખાતાઓ પર નકલી બનાવટી વસ્તુઓની રોક લગાવવાની જવાબદારી છે તેવા ખાતાઓ ઊંઘમાં છે. પોલીસ વારંવાર નકલી ઘી ઝડપીને જે ખાતાઓની જવાબદારી છે તેમને પડકાર ઉભો કર્યો છે. થોડા દિવસ અગાઉ ડીસા તાલુકા પોલીસે નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે બાદ ડીસાથી થોડે દુર આવેલા ચંડીસરમાં ગઢ પોલીસે એક ફેક્ટરીમાં રેડ કરતા પોલીસનાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું છે. આ ફેક્ટરીમાં 600થી વધારે અમુલ બ્રાન્ડનાં ઘીનાં ડબ્બા જોવા મળ્યા હતાં. ફેક્ટરી સંચાલકનું કહેવું છે કે તેઓ હેલ્થ નામની કંપનીનું ઘી બનાવે છે તો અમુલ કમ્પનીનાં ડબ્બા…
નવી દિલ્હીઃ નોટબંદીના નિર્ણય બાદ 8 દિવસથી કેશના કકળાટ વચ્ચે લાઇનોમાં ઉભા રહીને લોકો નાણા એક્સચેન્જ કરવી રહ્યાં છે. બેંક બ્રાન્ચો અને ATMની બહાર લોકોની લાંબી લાઇનો છે. ત્યારે આ બધી બાબતોની વચ્ચે RBIએ સ્પષ્ટતા કરી છે કે બેંકોની લાઇનમાં ઉભેલા રહેલા લોકોમાં માત્ર એ જ લોકોના જમાણા હાથની આંગળી પર શાહીનું નિશાન લગાવવામાં આવશે જે મની એક્સચેન્જ માટે આવ્યા હશે. RBIએ સ્પષ્ટતા કરી છે કે પૈસા નિકાળવા માટે આવેલા લોકોના હાથ પર શાહીનું નિશાન નહીં લગાવવામાં આવે. RBIએ જણાવ્યું છે કે એક સપ્તાહમાં 24000 રૂપિયા સુધી પૈસા નિકાળવાની લિમીટ છે. જે જે તે વ્યક્તિના ખાતામાંથી તે નિકાળી શકશે. તેથી…
કેનેડા દ્વારા ઈમિગ્રેશનનાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે હેઠળ ભારતનાં વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ કુશળતા ધરાવતા ભારતીયોને ફાયદો થશે. નવા નિયમો મુજબ જે લોકો ઉચ્ચ કુશળતા ધરાવતા હશે તેવા ઈમિગ્રન્ટસને પીઆરશીપ આપવાની કામગીરીમાં વધારો કરાશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કેનેડાની સંસ્થાઓમાં ભણીને ગ્રેજ્યુએટ થયા હશે તેઓ સરળતાથી પીઆર મેળવી શકશે. નવા નિયમો ૧૮ નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યા છે. કેનેડામાં ભણવા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં ૧૪ ટકા ભારતીય હોય છે. ચીનનો બીજો નંબર આવે છે. ૨૦૦૪-૦૫થી ૨૦૧૩-૧૪ વચ્ચે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ૮૮ ટકાનો વધારો થયો હતો. દાયકા પહેલા ૬૬.૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓ હતા જે દસ વર્ષમાં વધીને ૧,૨૪,૦૦૦ થયા છે. રેન્કિંગ…
અમદાવાદ સેક્સ ટોય્ઝની ખરીદીમાં દેશમાં ત્રીજા નંબર પર છે. લોકો હવે નવદંપતીઓને ગિફ્ટ માટે એડલ્ટ ગેમ્સ આપી રહ્યા છે. સેક્સ ટોય્ઝ મોટા ભાગે ઓનલાઈન ઓર્ડર કરીને મગાવાતા હોય છે, અને નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે સેલર્સ તેનો સપ્લાય પણ વધારી દેતા હોય છે. મળતી જાણકારી અનુસાર લગ્ન સિઝનમાં તેનું વેચાણ ખૂબ વધી જાય છે. ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ વિદેશથી સેક્સ ટોય્ઝના પાર્સલ્સ આવતા રહે છે. Thatspersonal.com સીઈઓ સમીર સરૈયાના જણાવ્યા અનુસાર, વેડિંગ સીઝનમાં અમારા એવરેજ ઓર્ડરની વેલ્યૂ વધીને 4500 રૂપિયા થઈ જતી હોય છે, ગીફ્ટ માટે ગ્રાહક અમને ખાસ નિર્દેશ પણ આપે છે. વેડિંગ ગીફ્ટ તરીકે અમે એકાદ લાખ રૂપિયાનો માલ ડિલિવર…
અગ્રણી ઓનલાઇન ચુકવણાની સુવિધા આપતી પેટીએમના વેપારમાં મંગળવાર રાતથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરાયા બાદ પેટીએમના વપરાશમાં ૪૩૫ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે વડાપ્રધાનની જાહેરાત બાદ તુરત લેતી દેતીમાં ૨૫૦ ટકા અને પેટીએમ ડાઉનલોડ કરવાવાળાની સંખ્યામાં ૨૦૦ ટકાનો વધારો થયો હતો પેટીએમ વોલેટમાં પૈસા નાખવાવાળામાં ૧૦૦૦ ટકા અને ઓફલાઈન ચુકવણામાં ૪૦૦ ટકાની વૃદ્ધિ થઇ હતી.
વિવાદિત ઈસ્લામિક ધર્મગુરૂ જાકિર નાઈકના એનજીઓ ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન પર કેંદ્ર સરકારે 5 વર્ષનો બેન લગાવ્યો છે. આતંકી પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહેવાનો તેના પર આરોપ હતો. આ પહેલા જાકિર નાઈકની સંસ્થા પર વિદેશથી ફાળો લેવા પર રોક લગાવવામાં આવી હતી.જાકિર નાઈકની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશન ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલામાં આતંકીઓએ જાકિર નાઈકના ભાષણોથી પ્રભાવિત હોવાનું કહ્યું હતું. ગૃહ મંત્રાલય જાકિર નાઈકની સંસ્થા પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.
નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ પહેલા ચાર દિવસોમાં (૧૦ નવેમ્બરથી ૧૩ નવેમ્બર સુધી) કુલ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની નવી નોટ (૧૦૦ અને ૨,૦૦૦ રૂપિયા) એકસચેન્જ કરીને લોકોને અપાયા છે. આ નોટ તેમણે એટીએમ કે પોતાના એકાઉન્ટમાંથી કાઢી છે અથવા તો બેંક અને પોસ્ટ ઓફિસ જઈ જૂની નોટોને બદલીને લીધી છે. આ રીતે બેંકિંગ પ્રણાલીમાં કુલ ૧૮ કરોડ લેણ-દેણ કરાયા. તેમ છતાં લોકો એટીએમ અને બેંકની લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે અને કેશ પૂરી થઈ રહી છે. એ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના એ આશ્વાસનને અનુરૂપ પણ નથી, જેમાં તેણે પૂરતા પ્રમાણમાં રૂપિયા હોવાની વાત કહી હતી. આ સ્થિતિ ત્યારે…