અમેરિકાનીએ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક સનસનાટીપૂર્ણ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ડ્રગ રેકેટના તાર છેક અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમથી લઈને બોલિવૂડ અને ખુદ દવા બનાવતી કંપની સાથે સંકળાયેલા છે. અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી(DEA) કરેલ ડ્રગ રેકેટના ખુલાસામાં પર્દાફાશ અંડરવર્લ્ડના ડોન દાઉદ ઈબ્રાહિમના એક પૂર્વ સહયોગી અને કથિત રીતે ભારતીય દવા કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીમાં મૈંડ્રેક્સ અને એફેડ્રિન જેવા ડ્રગનું ઉત્પાદન કરવામાં આવે છે. તેવી જ રીતે બોલિવૂડની પૂર્વ અભિનેત્રીઓના પતિઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાની કોર્ટમાં 25 જુલાઈએ DEA તરફથી એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ડી-કંપનીના સહયોગી અને અભિનેત્રી મમતા કુલકર્ણીના…
કવિ: Satya Day News
સુરતમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિસર્જન કાર્ય મોડું શરૂ થયું હતું. જોકે, 10 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા વિસર્જન પ્રક્રિયા ઝડપી બની હતી અને બપોરે 12 વાગ્યા સુધીમાં નાની-મોટી મૂર્તિઓ મળી કુલ 9402 મૂર્તિઓનું વિસર્જન થયું હતું. સુરતમાં પ્રસ્થાપિત 70 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓના વિસર્જનના માટે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરિકૃષ્ણ પટેલે ફેસબુક લાઇવ કરી ગણેશ આયોજકોને ઝડપી વિસર્જન કરવા વિનંતી કરી હતી. તેમ છતાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિસર્જન કાર્ય ઘણું મોડું શરૂ થયું હતું. જોકે, દસ વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો અને તેથી ગણેશ આયોજકો વિસર્જન માટે નીકળી પડ્યા હતા. સુરત શહેર…
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આજવા સરોવરથી પાણી આપવામાં આવે છે. આજવા પાણી માટી વાળું અને પીળું હોવાથી દુષિત પાણીની આઠ મહિનાથી ફરિયાદ ચાલી રહી છે. આમ છતાં હજુ કકળાટ ચાલુ રહ્યો છે. માટી વાળું પાણી ચોખ્ખું કરવા માટે ફટકડીને બદલે પીએસી 10 નામનું એટલે કે પોલી એલ્યુમિનિયમ ક્લોરાઇડ કેમિકલ વાપરવામાં આવ્યું હતું. આમ છતાં પણ પાણીમાં માટી અને પીળાશ દૂર થઈ ન હતી. આજવાનું પાણી નિમેટા ફીટર પ્લાન્ટમાં શુદ્ધ થવા માટે આવે છે. આ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરવા માટે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા આઠ મહિનામાં એક કરોડ અને 24 લાખનો ખર્ચ…
સુરતના વરાછા વિસ્તારમાં ગત સાંજે રત્નકલાકારે ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્નીની ઉપર એસિડ નાંખતા તે પીઠ અને છાતીના ભાગે દાઝી ગઇ હતી. એસિડ નાંખી ફરાર થઈ ગયેલા રત્નકલાકારની વરાછા પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ કામરેજ ખાતે પોલીસ સ્ટેશનની બાજુમાં ગેલેક્સી એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર કિશોરભાઈ ભાસ્કરભાઈ દવેના લગ્ન બાર વર્ષ અગાઉ સોનલ (ઉ.વ.28) સાથે થયા હતા. એક સંતાનના પિતા કિશોરભાઈ અગાઉ પરિવાર સાથે સુરતના વરાછા રેશમભવન ગંગાસાગર એપાર્ટમેન્ટ ઘર નં.3માં માતા અને નાનાભાઈ સાથે રહેતા હતા. પરંતુ ત્રણ મહિના અગાઉ જ તેઓ કામરેજ રહેવા આવ્યા હતા. ગતરોજ મોહરમને લીધે છોકરાને…
તાપી કિનારે બનાવેલા તળાવ ધોવાઈ જતાં ગણેશ વિસર્જનની કામગીરી ડક્કા ઓવાર પર નહીં થાયઃ ગત વર્ષે 4000 પ્રતિમા આવી હતી સુરતની તાપી નદીમાં ગણેશ વિર્સજન માટે પ્રતિબંધ હોવાથી પાલિકાએ 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ડક્કા ઓવારા પરના બે તળાવ ધોવાઈ ગયાં છે. ગણેશ વિસર્જનના એક દિવસ પહલા ડક્કા ઓવારા પરના 12 લાખ રૂપિયાન ખર્ચે બનાવેલા બન્ને તળાવ ધોવાઈ જતાં આવતીકાલે આ બે તળાવ પર વિસર્જનની કામગીરી ન થાય તે નક્કી થઈ ગયું છે. ગત વર્ષે ડક્કા ઓવાર પર બનેલા બે તળાવમાં 4240 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું તેના માટે મ્યુનિ. તંત્રએ પોલીસ સાથે…
હાલ ગીરના જંગલમાં વેકેશન હોય સામાન્ય લોકોને જંગલમાં જવા પર પ્રતિબંધ હોય ત્યારે કાયદાની ઐસી કી તૈસી કરી ગીરના જંગલમાં મુલાકાત કરી હતી તેમજ જીપ પણ ચલાવી હોવાનો આક્ષેપ થયો હતો. જીતુ વાઘાણીની જંગલની મુલાકાત પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કાયદો દરેક લોકો માટે સમાન રીતે લાગૂ પડે છે અને જંગલના જે નિયમો છે તેનું પાલન થવું જોઈએ. કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવો જોઈએ નહી. જો પાર્ટીના વડાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો તેમની સામે પણ કાર્યવાહી થાય. સામાન્ય માણસ સામે કાયદાના અમલીકરણ માટે જે પગલાં ભરાય છે તે જ મોટા માણસ માટે ભરાય. દરમિયાનમાં આ સંજોગોમાં સ્પષ્ટતા…
કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. ત્યારે હવે અમદાવાદથી વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઈવે પર ગતિ મર્યાદા નક્કી થઇ છે. વાહન ચાલક હાઇવે પર 120 કિ.મીથી વધુ સ્પીડમાં વાહન ચલાવી શકશે નહીં. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મોટો દંડ વસૂલાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સુધારેલા નવા મોટર વ્હીક્લ એક્ટના આધારે નવા ટ્રાફિક નિયમોના દંડના અમલ સાથે ઓવર સ્પીડિંગ માટે પણ એક્સપ્રેસ હાઇવેથી લઇને ગ્રામીણ વિસ્તાર માટે અલગ-અલગ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સાથે જ…
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આંતકી હુમલાની 18મી વરસીએ કાબુલમાં અમેરિકી દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોનાં જણાંવ્યા પ્રમાણે વિસ્ફોટના સ્થળે ધુમાડો જોવા મળ્યો હતો. જો કે તે એક રોકેટ બ્લાસ્ટ હોવાનું માલુમ થયું છે. આ ઘટના ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો સાથેની શાંતિ મંત્રણા રદ કર્યા બાદ બની હતી. આ મંત્રણા 8 સપ્ટેમ્બરે કેમ્પ ડેવિડ ખાતે યોજાવાની હતી. જો કે ટ્રમ્પે કાબુલમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં એક અમેરિકન સૈનિક સહીત 12 લોકોના મોત બાદ આ નિર્ણય લીધો હતો. આ અગાઉ અફઘાનિસ્તાનના મૈડન વર્ડકે પ્રાંતમાં અમેરિકાના એર સ્ટ્રાઇકમાં 7 નાગરિકોના મોત થયા હતા. આ હુમલો રવિવારે કરાયો…
મોંઢાની સાફસફાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ આપણે તેના પર વધારે ધ્યાન આપતા નથી.પરંતુ શું તમે જાણો છો કે મોઢામાં થતી ઘણી સમસ્યાઓ પણ કોઈક ગંભીર રોગના સંકેત હોઈ શકે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે મોંઢાના રોગોથી કેન્સરનું જોખમ સામાન્યની તુલનામાં 75 ટકા વધારી શકે છે. ચાલો જાણીએ સંશોધન શું કહે છે? લંડનમાં કરવામાં આવેલા સંશોધન મુજબ, કેન્સરને લગતા રોગો ઘણીવાર યકૃતના કેન્સર અથવા યકૃત અથવા પાચક રોગો સાથે સંકળાયેલા હતા, પરંતુ આ કેસ નથી. 4 લાખથી વધુ લોકો પર હાથ ધરવામાં આવેલા આ નવા સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હેપેટોબિલરી કેન્સરને બાદ…
એક મહિલાએ પોતાની ઓળખ સાર્વજનિક કરતા ખુલાસો કર્યો છે કે, કેવી રીતે તેનો સાવકો પિતા તેના પર બળાત્કાર ગુજારતો હતો અને તેની માતા આ બધુ જાણતા હોવા છતા ઘટના થવા દેતી હતી. યૌન હિંસાની શરૂઆત ત્યારે જ થઇ ગઇ હતી જ્યારે ઇંગ્લેન્ડના મિલ્ટન કિનસમાં રહેતી પિડીતા માત્ર 9 વર્ષની હતી. યૌન અપરાધો માટે આ વર્ષે 44 વર્ષના સાવકા પિતા એનોકી એન્ડ્રૂને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર હવે 28 વર્ષની થઇ ગયેલી મહિલા રચેલ ગ્રેએ કહ્યું છે કે, તેની સાથે 7 વર્ષ સુધી શોષણ થતું રહ્યું. આ દરમિયાન તે ત્રણ વખત ગર્ભવતી બની ગઇ અને ગર્ભપાત કરાવો…