સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને હજીરા કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના આદિવાસી વિસ્તારની બહેનો માટે યાદગાર બન્યો હતો. એ માટે નિમિત બન્યું છે અદાણી ફાઉન્ડેશન, હજીરા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કોઈ પ્રવચન કે અન્ય રીતે ન ઉજવીને અદાણી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા 70 જેટલા સખીમંડળની ચારસો જેટલી બહેનો માટે રમોત્સવ સાથે અનોખી રીતે ઉજવ્યો હતો. રોજિંદા કામોથી અળગા થઈને આ બહેનોએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લઈને અને ગરબા રમીને ખૂબ આનંદ અને મનોરંજન સાથે આ મહિલા દિવસ ઉજવ્યો હતો. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં કાર્યરત લગભગ ૫૦ જેટલા સખી મંડળની બહેનો માટે સુવાલીના દરિયા કાંઠે વિવિધ રમત સ્પર્ધાનું આયોજન થયું…
કવિ: Halima shaikh
સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે અને હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે તે દિશા તરફ જ્વાળાઓ જતા આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે તેવી આગાહી કરી છે. વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે. આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી…
રાજ્યમાં વધુ વરસાદ પડવાની આગાહી વચ્ચે ખેડૂતોને વળતર આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને સર્વે કરવા આદેશ થયો છે. રાજ્યમાં હજુપણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પરિણામે ખેતીમાં વ્યાપક નુકશાનની દહેશત વચ્ચે મુખ્યમંત્રીએ ખેડૂતોને વળતર આપવા નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં માવઠું થતા કેટલીક જગ્યાએ રવિ પાકોમાં અને કેરીના ફ્લાવરિંગને નુકસાન થયું છે, આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 14 થી 16 સુધી રાજ્યમાં ફરી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુખ્યમંત્રીએ કર્યો આદેશ કર્યો છે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે…
સુરતના ઉધના દરવાજા મસ્જીદ પાસે આરાધના બીલ્ડીંગમાં આવેલી ધ પેટ શોપ નામની દુકાનમાં પક્ષીઓ માટેના હિટર મશીનમાં શોર્ટસર્કીટના કારણે રાત્રે આગ ભભૂકી ઉઠતા પાંજરે પુરાયેલા 20 કરતા વધારે પક્ષીઓ જીવતા જ સળગી જતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગની આ ઘટનામાં દુકાનમાં અલગ અલગ પાંજરામાં કેદ 20થી વધુ પક્ષીઓનાં મોત નિપજ્યાં હતાં તેમજ પક્ષીઓના પાંજરા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરના મોટા ભાગનાં પેટ શોપનું રજિસ્ટ્રેશન જ કરવામાં આવ્યું નહી હોવાનું…
ગુજરાતમાં ઠેરઠેર માવઠું અને ભારે પવન ફૂંકાતા ઘણી જગ્યાએ હોળી પ્રગટાવવામાં વિક્ષેપ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજન ખોરવાયા હતા. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. માવઠું થવા સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા શેત્રુંજી નદી બે કાંઠે થઈ હતી જ્યારે મીઠાપુર, દલખાણીયા,…
રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ પડતા અનેક જગ્યાએ નુકસાન ના અહેવાલ છે ત્યારે અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં સાવરકુંડલાના વાંશીયાળી ગામની સીમમાં વીજળી ત્રાટકતા એક ગરીબ નું ઘર સળગી ગયુ હતુ. વાંશીયાળી ગામની સીમમાં રહેતા ખેતમજૂરની ઓરડી પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. આગમાં ખેતમજૂરના કપડા સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. સદભાગ્યે ખેતમજૂરનો પરિવાર ઓરડીમાં હાજર ન હોવાના કારણે જાનહાનિ થતા અટકી હતી. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા શેત્રુંજી નદી…
રાજ્યમાં માવઠાનો કહેર જોવા મળ્યો અને દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત ભરૂચ સુધી ભારે પવનો ફૂંકાવા સાથે વરસાદ પડ્યો હતો સુરત સહિત ભરૂચ અને નર્મદા જિલ્લામાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. બંને જિલ્લાઓમાં ધુળની ડમરીઓ ઉડતાં ઝીરો વિઝિબીલીટી થઈ જતા રોડ ઉપર વાહનો એ લાઈટો ચાલુ કરી આગળ વધવું પડ્યું હતું. ભારે પવનોના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થઇ ગયા હોવાના અહેવાલો છે. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને ઘર ઉપર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું…
ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કહી શકાય કે સૌ પ્રથમવાર રંગોના તહેવાર હોળી-ધુળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે અને ખાસ વાતતો એ છે કે આ ઉજવણીમાં તમામ પક્ષના નેતાઓ એટલે કે ભાજપ, કોગ્રેસ અને આપના ધારાસભ્યો એકબીજા ઉપર રંગ ઉડાડી હોળી-ધુળેટી રમશે જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ-ધારાસભ્યો પણ ભાગ લેશે. જોકે,આમતો બુધવારે દેશભરમાં ધુળેટી પર્વ છે અને તેની બુધવારે ઉજવણી કરવામાં આવશે પરંતુ તેના એક દિવસ અગાઉ આજે મંગળવારે પડતર દિવસે વિધાનસભા દ્વારા હોળી-ધુળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મંગળવારે વિધાનસભા સત્ર આયોજન અગાઉ ધુળેટી પર્વ ઉજવણી માટે તૈયારી કરવામાં આવી છે. સત્ર શરૂ થતાં અગાઉ વિધાનસભા બહાર ઉજવણી કરાશે.…
આજદિન સુધી પેપરલીક કરનારાઓ ભલે તેમની મનમાની ચલાવી હોય પણ હવે એવું નહિ ચાલે હવે સરકાર કડક બની છે અને હવેથી જો આવું કરવા ગયા તો તેઓ સામે કાર્યવાહી થશે ગુજરાતમાં અવારનવાર સરકારી પરીક્ષામાં પેપર લીક થવાની ગંભીર ઘટનાઓ સામે આવી ચૂકી છે અને તેનાથી મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓને નુકસાન થતું હતુ પરંતુ વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતા ભારે હોબાળો થતા હવે સરકાર દ્વારા વિધાનસભા સત્રમાં પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી માટે બિલ લાવી હતી. જેને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપતા કાયદો બની જતા આ કાયદા હેઠળ પેપરલીક કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. મહત્વનું છે કે ગુજરાત જાહેર…
–નદીમાં છોડાઈ રહેલા ગંદા કેમિકલ યુક્ત પાણી મામલે VIAના કમલેશ ભાઈનું કહેવું છે કે ” ઈન્ડિયામાં આ સૌથી શ્રેષ્ઠ CETP પ્લાન્ટ છે!” પ્રદૂષણનો કોઈ સવાલ જ નથી! તેમના મતે નદી પ્રદુષિત નથી –મજાની વાતતો એ છે કે જે સ્થળે કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યાં નજીકમાંજ સીસીટીવી કેમેરા પણ લાગેલા છે,કોઈ પત્રકાર અહીં કવરેજ માટે આવેતો તરતજ ઓફિસમાં ખબર પડી જાય છે –બીજી તરફ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે દમણ ગંગા નદી પ્રદુષિત નદીની વ્યાખ્યામાં આવે છે! –મહારાષ્ટ્રમાંથી નીકળતી દમણગંગા નદી એક સમયે વલસાડનાં વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે આશીર્વાદ…