કવિ: Halima shaikh

રાજયમાં પ્રદુષણે માઝા મૂકી છે અને સુરતની વાત કરવામાં આવેતો તમારે જીવનજયોત ખાડીની મુલાકાત લેવી પડે અને તે દ્રશ્યો જોઈ અંદાજ આવી જાય કે શું અહીં ટ્રીટ થયેલું પાણી છોડવામાં આવે છે ખરું? સત્યડે અખબાર અને સોશ્યલ મીડિયાની ટીમે જે અહીં તપાસ કરીતો ખબર પડીકે આતો આખો મામલોજ ગેરકાયદે છે અને ટ્રીટ કર્યા વગરનું પાણી લાઈન મારફતે છોડાઈ રહ્યું છે. પાંડેસરાના કેટલાક એકમો કેમીક્લયુક્ત અને ટ્રીટ કર્યા વિનાનું પ્રદુષિત પાણી સીધે સીધું ખાડીમાં છોડી પર્યાવરણનું સત્યાનાશ વાળી રહયા છે પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી તે વાસ્તવિકતા સામે આવી છે. જીવનજ્યોત ખાડી ભયંકર રીતે પ્રદુષિત થઈ રહી છે પરિણામે એગ્રીકલ્ચર…

Read More

સુરતમાં બનતી અને આસામમાં વેચાતી એવી મેખલા ચાદર નામની સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મુકી દીધો છે પરિણામે સુરતના વેપારીઓ અને કારખાનેદારોની હાલત કફોડી થઈ ગઈ છે. વિગતો મુજબ સુરતથી દર મહિને રૂપિયા 500 કરોડની કિંમતની સાડીઓનો આસામમાં બીઝનેસ થતો હતો પણ હવે પ્રતિબંધ લાગતાં સુરતના વિવર્સ ને દર મહિને કરોડોનું નુકશાન થશે. જોકે, આસામ સરકારે આ નિર્ણય શામાટે લેવો પડ્યો તેના કારણોમાં સામે આવેલી વિગતો મુજબ આસામમાં બનતી આખાસ પરંપરાગત મેખલા ચાદર નામની સાડીની કિંમત રૂ.3 હજારથી લઈ 10 હજાર છે જ્યારે સુરતમાં બનતી આ સાડીની કિંમત માત્ર 500થી 700 રૂપિયા હોય આસામના સાડી ઉદ્યોગને નુકશાન થતું હોવાથી આસામ…

Read More

તુર્કીમાંઆવેલા વિનાશક ભૂકંપને લઈ તુર્કીને મદદરૂપ થવા ભારતે મોટા પ્રમાણમાં સહાય કરી હતી અને બચાવ ટુકડીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અનેક લોકોના જીવ બચાવ્યા હોવા છતા તુર્કીએ યુએનએચઆરસીમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો અને ભારતનો વિરોધ કર્યો હતો. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ફરી એક વખત પોતાના મિત્ર પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને ભારત ઉપર પાયાવિહોણો આરોપ લગાવી જમ્મુ-કાશ્મીરમાં માનવઅધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. જોકે તુર્કીના આ આરોપ અંગે હાલ ભારતે તુર્કીને ચેતવણી આપતા કહ્યું કે તુર્કીએ ભારતના આંતરિક મામલામાં બિનજરૂરી નિવેદનો આપવા જોઈએ નહિ. તુર્કીમાં થોડા દિવસો પહેલા આવેલા ભૂકંપમાં ભારતે મોટા પ્રમાણમાં સહાય કરી હોવા…

Read More

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થયાના અહેવાલો છે અને વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરને પગલે રાજ્યમાં કમોસમી વરસાદની થયેલી આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને મૂશળધાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતનાં ગામડામાં વરસાદ છૂટોછવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરી માટે જાણીતા…

Read More

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થયાના અહેવાલો છે અને વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરને પગલે રાજ્યમાં કમોસમી વરસાદની થયેલી આગાહી મુજબ અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અને મૂશળધાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં બપોર બાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુર સહિતનાં ગામડામાં વરસાદ છૂટોછવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરી માટે જાણીતા…

Read More

સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે અનાજ આપવાની જાહેરાત કરે છે અને અનાજ ફાળવે પણ છે પરંતુ આ જથ્થો ગરીબો સુધી પહોંચે તે પહેલાં અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના ભાગનો આ અનાજનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવતો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. સસ્તા અનાજમાં થતા કાળા બજાર ઉપર સદંતર અંકુશ લાવવા અને કાળા બજારીયાઓને કડક સજા કરાવવા રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવવાનો નિર્ણય લીધો છે. હવેથી આ SIT ટીમ રાજ્યભરમાં આ પ્રકારના ગુનાઓમાં તપાસ અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. CID ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી SITમાં 6 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.…

Read More

સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાનું સરકારી અનાજ ફાળવે છે પણ આ અનાજ ગરીબો સુધી પહોંચે તે પહેલાંજ ભિખારી અનાજ માફિયાઓ અનાજ બારોબાર સગેવગે કરી લાખ્ખો રૂપિયા કમાઈ રહયા છે. આવાજ એક કિસ્સામાં આ વાત સાબિત થઈ છે સુરતના સચિન ખાતે સરકારી ગોડાઉનમાંથી ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને અનાજ સગેવગે થતું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરવકમાં આવ્યો હતો તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન…

Read More

ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર તૈયાર થઈ રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડતા ચકચાર મચી ગઇ છે અને લોકોમાં બ્રિજના કામમાં ગેરરીતિની ફરિયાદ ઉઠવા પામી છે અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રાજુલાના દાતરડી ગામ પાસે હાલમાં ચાલી રહેલા બ્રિજનું કામ દરમિયાન જ છે. ત્યારે બ્રિજનો સ્લેબ તૂટી પડતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની બૂ ઉઠવા પામી છે. ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા છે. બ્રિજ ધરાશાયી થવાની ઘટના મીડિયામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને તંત્રએ મૌન ધારણ કરી લેતા મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે એટલુંજ નહિ પણ ઘટનાસ્થળ પરથી તૂટેલા બ્રિજના સ્લેબનો કાટમાળ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી…

Read More

આજકાલ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસનું અભિયાન ચાલુ છે ત્યારે ઉત્તર ગુજરાતના મોડાસામાં સંજય રાઠોડ નામનો વ્યાજખોર ઝડપાયો છે અને કિરાણાની દુકાન ધરાવતા સંજય રાઠોડે કરોડોની પ્રોપર્ટી કેવી રીતે ઉભી કરી દીધી તે બધી ઉઠેલી વાતો વચ્ચે મોડાસામાં વેપારીએ વ્યાજખોર વેપારી સંજય રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન પોલીસે નાસતા ફરતા વ્યાજખોરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. મોડાસામાં કોઈ લાયસન્સ વગર લાખો રૂપિયા ધીરધાર કરનાર અને ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વ્યાપારીઓ તેમજ સામાન્ય માણસોની દુકાનો અને મકાનો ધાકધમકીથી પચાવી તેમજ વેચાણ કરાવી લાખો રૂપિયાની વસુલાત કરનાર સંજય વિરુદ્ધ ભારે ફરિયાદો ઉઠી હતી અને આ બધા વચ્ચે એક વેપારી…

Read More

સૌરાષ્ટ્રમાં ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીના કાર્યકાળથી જ કન્યા કેળવણી ફરજિયાત શિક્ષણ તેમજ ભાર વિનાનું ભણતર ઉપર ધ્યાન અપાતું હતું અને શિક્ષણ પ્રત્યે રજવાડા સમયે ગોંડલ સ્ટેટ હંમેશા આગળ હતું. ત્યારબાદ દેશ આઝાદ થયો અને લોકશાહી અમલમાં આવી છતાં માજી રાજવી પરિવારે આજેપણ શિક્ષણમાં પોતાનું યોગદાન ચાલુ રાખ્યું છે અને ગોંડલ સ્ટેટના રાજમાતા કુમુદકુમારીબાના માર્ગદર્શન હેઠળ મહારાણી રાજકુંવરબા કન્યા વિદ્યાલયમાં શિક્ષણની જ્યોત હજુપણ કાર્યરત છે અને રાજાશાહી વખતે શરૂ થયેલી આ સંસ્થાનો 77મો વાર્ષિકોત્સવ ભવ્યતાથી ઉજવાયો હતો. ગોંડલ મહારાણી શ્રીરાજકુંવરબા કન્યા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી જેમાં ગોંડલ, ભાવનગર સહિતના સ્ટેટના માજી રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીના…

Read More