આવકવેરા વિભાગ (IT)ની ટીમે બીબીસીની દિલ્હી ઓફિસ ઉપર રેડ કરી છે. મળતી માહિતી મુજબ, 60 થી 70 IT લોકોની ટીમ દરોડામાં સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વીચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈપણને આવવા-જવા પર રોક લગાવવામાં આવી છે. મીડિયા સંસ્થા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડન સ્થિત બીબીસી ઓફિસમાં દરોડાની કાર્યવાહીની માહિતી આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસે આઈટીની આ કાર્યવાહીને બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સાથે જોડી દીધી…
કવિ: Halima shaikh
વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસ એટલા માટે સેલિબ્રેટ કરે છે કે તેઓ પોતાના દિલની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરી શકે. ખાસ કરીને આ દિવસને પ્રેમની અભિવ્યક્તિનો દિવસ માનવામાં આવે છે. પ્રેમમાં રહેલા લોકો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. દરેક વ્યક્તિ પ્રેમની આ ઉજવણીને ખાસ અને યાદગાર બનાવવા માંગે છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે અલગ-અલગ રીતો પણ અપનાવે છે. કોઈ તેને બહાર ફરવા લઈ જાય છે, કોઈ ડેટ પર તો કોઈ તેને પાર્ટનરની પસંદગીની ગિફ્ટ આપે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા પાર્ટનરને કોઈ ગિફ્ટ…
વેલેન્ટાઈન વીકમાં કિસડે ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે ઇંગ્લેન્ડની યુવતીની કાઠીયાવડી યુવકની ભારતીય સંસ્કૃતિ મુજબ સગાઈ સંપન્ન થઈ હતી. રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો દીકરો કિશન અભ્યાસ કરવા માટે જ્યારે ઇંગ્લેન્ડ ગયો તે વખતે સાથે અભ્યાસ કરતી યુવતી એલી સાથે તેની ફ્રેન્ડશીપ થતાં બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બન્ને એ પોતાના પરિવારજનોને લગ્ન વિશે વાત કરતા પરિવારની સહમતીથી લગ્નની અનુમતિ મળતા એલીના પરિવારજનો ખાસ રાજકોટ આવ્યા અને રાજકોટમાં સગાઈ કરવામાં આવી અને હવે લગ્ન પણ હિન્દૂ સંસ્કૃતિ મુજબ થશે. રાજકોટમાં આવેલા એનીના પરિવારજનો ભારતીય સંસ્કૃતિ, ક્લચર,ફૂડ બધું જોઈ ખુબજ પ્રભાવિત થયા હતા. આમ, વિદેશી…
ગૃહમંત્રી અમિત શાહે અદાણી હિંડનબર્ગ પ્રકરણ બાદ વિપક્ષના આરોપો પર કહ્યું છે કે છુપાવવા અથવા ડરવા જેવું કંઈ નથી. સરકાર પર કોંગ્રેસ દ્વારા અદાણી જૂથની તરફેણ કરવાનો આરોપ લગાવ્યા બાદ ગૃહમંત્રીએ આ ‘પ્રતિક્રિયા’ આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ન તો સરકાર કે ભાજપ પાસે છુપાવવા જેવું કંઈ છે અને ન તો ડરવાની કોઈ જરૂર છે. અદાણી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિપક્ષ માત્ર દેકારો કરી જાણે છે. જો તેની પાસે ગેરરીતિના પુરાવા હોય તો તેણે કોર્ટમાં જવું જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સત્ય પર હજાર કાવતરા કરો તો પણ…
મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલી 17 મહિલાઓને પુરફાટ ઝડપે ધસી આવેલી વાને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 12 મહિલાઓ ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જીને વાનચાલક ફરાર થઈ ગયો હતો, રાતના 11 કલાકની આસપાસ આ ઘટના બની હતી. અકસ્માતનો ભોગ બનનાર મહિલાઓ એક શુભ પ્રસંગમાં કેટરસ તરીકે કામ કરવા માટે ગઈ હતી અને પોતાનું કામ પતાવીને પુણેની બસથી ખરપુડી ફાટક પર ઉતર્યા બાદ ત્યાંથી રોડ ક્રોસ કરી હતી તે દરમિયાન પુના તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી વાને મહિલાઓને અડફેટમાં લીધી હતી અને બાદમાં ડિવાઈડર ઓળંગીને…
ભરૂચમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન રાષ્ટ્રગીત ગાવાના નિયમોનો ભંગ કરવા મામલે ભાજપના આગેવાન સહિત 11 શખ્સોની ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી. વિગતો મુજબ ભરૂચમાં રહેતા ઐયુબ ઇબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગમાં ભાજપના આગેવાનો-કાર્યકરો સહિત 11 જણાએ મંડપમાં જ રાષ્ટ્રગીતનું ગાન શરૂ કર્યું હતું. જેમાં પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે અન્ય 5 શખ્સોએ સાવધાન અવસ્થામાં ઉભા રહ્યાં વિના રાષ્ટ્રગીત ગયું હતું. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એકશનમાં આવેલી ભરૂચ બી ડિવિઝન પોલીસે જાતે જ ફરિયાદી બની વિડિયોમાં દેખાતાં તમામ 11 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત જે મોબાઇલમાં રેકોર્ડિંગ…
વડોદરામાં ખૂબ ગાજેલા બરોડા ડેરીમાં ડિરેક્ટરોના સગાઓને જ નોકરી પર રખાતા હોવા અંગેની વાત સહિતના કૌભાંડ મામલે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સાવલીના ધારાસભ્ય સહિત જિલ્લાના પાંચ ધારાસભ્યોની ટીમ હવે કૌભાંડ જાહેરમાં ખુલ્લું પાડવા એક થયા છે અને આ નેતાઓની હાજરીમાં વરણામાના ત્રિમંદિર ખાતે શુક્રવારના રોજ પશુપાલકો સાથે સવારે 11 કલાકે મળનારી બેઠકમાં ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વડોદરા જિલ્લા તથા છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોને પણ ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. બરોડા ડેરી દ્વારા પશુપાલકોને કિલો ફેંટે ઓછા ભાવ આપવા, ગ્રામ્ય મંડળી માંથી અંદાજે રૂપિયા 25 થી રૂપિયા 40…
અમેરિકાએ ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યા બાદ આકાશમાં દેખાયેલી અન્ય શંકાસ્પદ ચાર વસ્તુઓ અને ફુગ્ગાઓની શ્રેણીને અમેરિકી સૈન્યએ તોડી પાડ્યા છે અને અધિકારીઓનું કહેવું છે કે આ મહિને આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ અને ફુગ્ગા મળવાના ચાર મામલા સામે આવ્યા છે. આ દરમિયાન અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ના પ્રવક્તા જોન કિર્બીએ આ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. જ્હોન કિર્બીએ સોમવારે (સ્થાનિક સમય) પુષ્ટિ કરી કે ચીની જાસૂસી બલૂન ગુપ્તચર વિભાગ સાથે જોડાયેલ છે. જ્હોન કિર્બીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે ચીન પાસે ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ઉચ્ચ ઊંચાઈનો બલૂન પ્રોગ્રામ છે જે પીપલ્સ લિબરેશન આર્મી સાથે જોડાયેલો છે. NSC પ્રવક્તા જ્હોન…
તિબેટ ઉપર કબ્જો જમાવનાર ચીન સામે વિશ્વભરમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશના ઢાકામાં પણ લોકોએ ચીનથી તિબેટની સ્વતંત્રતાના મુદ્દાને ઉજાગર કરતા બેઇજિંગ સામે વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓએ વૈશ્વિક સમુદાયને તિબેટને સ્વતંત્રતા આપવા માટે ચીન પર દબાણ લાવવાનું પણ આહ્વાન કર્યું હતું. તિબેટના લોકો 13 ફેબ્રુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે કારણ કે આ દિવસે 1913માં 13મા દલાઈ લામાએ ‘સ્વતંત્રતાની ઘોષણા’માં તિબેટની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. ઢાકામાં શાહબાગના રાષ્ટ્રીય સંગ્રહાલયની સામે મુક્તિબોધ મંચના નેજા હેઠળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને માનવ સાંકળ બનાવવામાં આવી હતી. વિરોધીઓ પોસ્ટરો-બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા હતા જેમાં લખ્યું હતું કે ‘ચીન…
કાનપુર દેહતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૈથા તાલુકાની મદૌલી પંચાયતના ચહલા ગામમાં ગામની સોસાયટીની જમીન પરથી અતિક્રમણ હટાવવા આવેલા વહીવટી અધિકારીઓની સામે જ માતા-પુત્રી જીવતી જ સળગી ગઈ હતી. માતા-પુત્રીના મોત બાદ ભારે હોબાળો થયો હતો. લેખપાલ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. કાનપુર દેહતના મૈથા તાલુકાની મદૌલી પંચાયતના ચહલા ગામમાં, ગામની સોસાયટીની જમીન પરથી અતિક્રમણ હટાવવા પહોંચેલી પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમની સામે માતા અને પુત્રી ઝૂંપડીની અંદર જીવતી સળગી ગઈ હતી. બંનેને બચાવવાના પ્રયાસમાં ઘરના માલિક અને રૂરા ઈન્સ્પેક્ટર પણ દાઝી ગયા. રોષે ભરાયેલા લોકોએ તેના પર આગ લગાવવાનો આરોપ લગાવીને હંગામો શરૂ કર્યો હતો.…