વડોદરાના ડભોઈ ખાતે આવેલી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપ. બેન્ક કરોડોના કૌભાંડનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે. ગુજરાતના સૌથી મોટા કૌભાંડમાં ખુદ ડિરેક્ટર્સ લોન કૌભાંડમાં સામેલ હોવાની વાત સામે આવી છે અહીં રિઝર્વ બેંકના નીતિ નિયમો ઘોળીને પી જવામાં આવ્યા છે અને કરોડોનું કરી નાખવામાં આવ્યું હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. લાખ્ખોની લોન આપવામાં એક મામલામાં ગેરેન્ટરના ડોક્યુમેન્ટ લેવાની તસ્દી લેવામાં આવી નહિ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે જે અંગે ઉચ્ચસ્તરે રજુઆત પણ થઈ છે. તમામ નિયમોને નેવે મૂકી જે રીતે મોટા વ્યવહાર થયા છે તે મામલે ડભોઈ ટાઉનમાં ભારે ચર્ચા છે. સત્યડે ની ટીમે ડભોઈ…
કવિ: Halima shaikh
રાજ્યમાં ઉત્તરાયણ ઉપર ઠેરઠેર પતંગની દોરીના ઢગલા થાય છે પરિણામે પક્ષીઓને નુકશાન અને માનવીના ગળામાં ઇજા થવાનું જોખમ ઉભું થાય છે ત્યારે આવા જ્યાં ત્યાં પડેલા નકામા દોરાના નિકાલ માટે ગાંધીનગરના મેયર દ્વારા એક સ્કીમ મુકવામાં આવી છે જે મુજબ દોરીના ગુચળાના બદલામાં રૂપિયા કમાઈ શકો છો. ઉત્તરાયણ ઉપર જ્યાં ત્યાં એકત્ર થતાં દોરીના ગુચળા ભેગા કરી તેને જમા કરાવી શકો છો અને પ્રતિકિલો દોરી લાવનારને મેયર 200 રૂપિયા ચૂકવશે. ઉત્તરાયણ પછી ધાબા, રોડ, રસ્તા પર પડી રહેલી દોરીના ગુંચળા જોખમી બનતા હોય છે ત્યારે તેના ઉકેલ માટે ગાંધીનગરના મેયર દ્વારા નવતર સ્કીમ રજૂ કરવામાં આવી છે. જેમાં આવી પતંગની…
રાજ્યમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવાથી અનેક બિલ્ડરને ફાયદો થયા બાદ હવે સરકાર દ્વારા ઉદ્યોગોના અનધિકૃત બાંધકામને પણ નિયમિત કરવાની ગતિવિધિ શરૂ કરી છે. રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે કે રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે ૭૦ હજારથી વધુ ઔદ્યોગિક એકમોને તેનો સીધો ફાયદો થશે તેમ મનાય છે. મહત્વનુ છે કે જ્યારે નવી સરકાર બની ત્યારે ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગમંત્રીને રજુઆત કરવામાં આવી હતી કે નાના ઉદ્યોગકારોએ અનધિકૃત બાંધકામ કર્યું હોય તેને લાભ થવો જોઈએ. હવે બેંકમાથી લોન લેવી સરળ બનશે. અગાઉ કોઈ પણ…
સુરત : અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની બે અલગ અલગ પ્રકારની પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી હતી. જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી ખેલાડીઓ વચ્ચે વોલીબોલ ટુર્નામેંટ યોજી અને રાજ્યકક્ષા કે આગળ રમેલા ખેલાડીઓનું સન્માન કર્યું હતું. જ્યારે ઉત્થાન પ્રકલ્પ અંતર્ગત અંતર્ગત ઓલપાડ અને ચોર્યાસી તાલુકોની કુલ 25 સરકારી પ્રાથમિક શાળાઓના 2946 વિદ્યાર્થીઓ સાથે યુવા દિવસની ઉજવાની કરવામાં આવી હતી. આદિવાસી યુવાનોમાં ગ્રામીણ રમતને પ્રોત્સાહિત કરવા માટે,અદાણી ફાઉન્ડેશન, હજીરાએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં સ્થાન મેળવનાર ઉમરપાડા તાલુકાના 15 જેટલા ખેલાડીઓને શોધીને એમને આજે ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ખાતે યોજાયેલી વોલીબોલ ટુર્નામેંટ વખતે હાજર મહાનુભાવોના હસ્તે સ્મૃતિ…
વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો.વિજય શાહનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતાં તેઓએ સાઈબર ક્રાઇમમાં જાણ કરી હતી. વિગતો મુજબ હેકર્સ દ્વારા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મિત્રોને નાણાકીય સહાય માટેના મેસેજ અને ફોન થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આ અંગે સાયબર ક્રાઇમમાં જાણ કરવા સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મારા નામથી કોઈ ફોન કે મેસેજ આવે તો ચેતતા રહેવા તાકીદ કરી હતી. તેઓએ પોતાના એકાઉન્ટ હેક થઈ ગયા હોવાની જાણ કરી છે. આ પોસ્ટ બાદ વિજય શાહે સાયબર ક્રાઈમમાં પણ તેમના એકાઉન્ટ હેક થયાની જાણ કરી હતી.
સંઘપ્રદેશ દમણમાં ભંગારના વેપારી પાસેથી ધંધો કરવા મુદ્દે હપ્તા-ખંડણી માંગવા મુદ્દે ભાજપના બે નેતાઓ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ વિરુદ્ધ વેપારીએ ફરિયાદ કરાતા બન્ને નેતાઓની ધરપકડ થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. દમણમાં સ્ક્રેપના વેપારીને ધમકી આપવા મામલે ભાજપના નેતા અને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ સહિતના આરોપીઓ સામે ફરિયાદ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દમણ જિલ્લા પંચાયતની દલવાળા બેઠક પરથી નવીન પટેલ ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમની આ પ્રથમ ટર્મ છે. જ્યારે નવીન પટેલ ભૂતકાળમાં કૉંગ્રેસ છોડી ભાજપમાં…
વડોદરા શહેરમાં ઉત્તરાયણ અગાઉજ પક્ષીઓ ઘાયલ થવાના બનાવો વધ્યા છે,19 ઘાયલ પક્ષીઓની સારવાર શરૂ કરવામાં આવી છે,રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ દિવસેજ 19 ઘાયલ પક્ષીઓ મળી આવતા આવા પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં મકરપુરા, માંડવી ગેટ,સયાજી બાગ, બાળભવન ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી ડો.પાર્થ ગજ્જર , ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની…
વલસાડ જિલ્લામાં સૌથી વધુ રેવેન્યુ ધરાવતી અને વસ્તીની દૃષ્ટ્રીએ પણ મોટી ગણાતી વાપી તાલુકાની ચણોદ ગ્રામ પંચાયતનું છ મહિનાથી વીજ બીલ ન ભરાતા અંદાજે રૂ.2.19 લાખ જેટલુ વીજ બીલ બાકી હોવાથી ડીજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવતા પંચાયત કચેરીમાં અંધારપટ થઈ ગયો હતો. સૌથી વધુ બજેટ ધરાવતી ચણોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદો ચાલી રહ્યાં છે. પંચાયતની ચૂંટણી વખતે પણ બે જુથો વચ્ચે વિવાદ ઉભો થયો હતો. વાપી તાલુકાની સૌથી મોટી પંચાયત હોવા છતાં વીજ જોડાણ કપાતા ભારે આશ્વર્ય ફેલાયું છે અને ગ્રામજનોમાં ભારે ચર્ચા ઉઠી છે.
ઉત્તરાયણના દિવસે કાતિલ પતંગની દોરી ગળામાં આવી જતા અનેક લોકોને ગંભીર ઇજાઓ થતી હોય છે ત્યારે ટુ વ્હિલર ચાલકો સામે જોખમ ઉભું થાય છે આવી સ્થિતિમાં લોકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણના દિવસે તા.14મી જાન્યુઆરીના રોજ ભરૂચમાં સિટી બસમાં શહેરીજનો માટે મફત અને સલામત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથીજ ભરૂચ શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં નાગરિકો માટે મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં…
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી આસપાસમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાછતાં ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને માટી માફિયાઓના ખોળામાં બેસી ગયા છે ત્યારે ઝઘડિયા જીઆઇડીસી માં હવે નવા પ્રોજેક્ટમાં પણ મોટા પાયે અનઅધિકૃત રીતે માટી નાખવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમછતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી તેવે સમયે હરકતમાં આવેલી ઝઘડિયા પોલીસ ઓવરલોડ માટી ભરેલું વાહન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝઘડિયા અંકલેશ્વર રોડ પર આવેલ ગુજરાત બોરોસીલ કંપનીમાં ઓવરલોડ માટીના વાહન ચાલતા હોવાની વાત વચ્ચે પોલીસે એક ટ્રકની તપાસ કરતા કાંટા પરચીમાં ૫૩…