કવિ: Halima shaikh

ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગની ઘટના બાદ સંજાલી ગામના લોકોને ગેસની અસર થતાં ભારે ભાગદોડ મચી હતી. કંપનીમાંથી કલોરીન ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતા સંજાલી ગામના લોકો ગામ છોડી હાઇવે તરફ ભાગ્યા હતા. 108ના સભ્યો દ્વારા કેટલાક અસરગ્રસ્તને ઓકિસજન લેવલ ઓછું હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અક્ષરનિધિ ફાર્મામાં રો-મટેરીયલના બલ્ક ડ્રગ અને ઇન્ટરમિડિયેટના ઉત્પાદન પ્લાન્ટમાં ગતરોજ બપોરે અચાનક સોલ્વન્ટના જથ્થામાં આગ લાગતા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પણ રાત્રિના 10 વાગ્યાના અરસામાં સ્થિતિ વણસતા તંત્રમાં દોડધામ મચી હતી. ઘટનાની ગંભીરતા જોતાં અંકલેશ્વરના એસડીએમ,…

Read More

–ASDCમાં યુવાધનને આત્મનિર્ભરતા સાથે ઉત્થાનની પ્રેરણા મળી   દેશભરમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસે યુવાધનને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનાવવા પ્રેરિત કરવામાં આવે છે. યુવાધન દેશની શક્તિ અને રાષ્ટ્રનિર્માતા છે, અદાણી ફાઉન્ડેશન તેમને આત્મનિર્ભર બનાવી રાષ્ટ્રનિર્માણમાં ફાળો આપતું રહ્યું છે. આજે એવા કેટલાક યુવાઓની વાત કરીએ જેમના જીવન અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના માર્ગદર્શન અને પ્રશિક્ષણથી પરિવર્તન પામ્યા. સૌ પ્રથમ અમદાવાદમાં નોકરી કરતા ઝારખંડના અનુપમ કુમાર ડેની વાત કરીએ. અનુપમે ગોડ્ડામાં ASDCમાંથી મદદનીશ ઇલેક્ટ્રિશિયનનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને ખાનગી કંપનીમાં નોકરીએ લાગી ગયો. અનુપમ જણાવે છે કે  “ASDCમાં…

Read More

બ્રિટનના હીથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બોમ્બ બનાવવામાં વપરાતા યુરેનિયમની રિકવરી બાદ ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ ઘણા દેશોની તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુરેનિયમનું આ પેકેટ પાકિસ્તાનથી ઓમાન થઈને બ્રિટન પહોંચ્યું હતું, જેને સુરક્ષા એજન્સીઓએ જપ્ત કરી લીધું છે અને ત્યાર બાદ આતંકવાદ વિરોધી તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેકેટમાં યુકેમાં ઈરાન સાથે જોડાયેલી એક ફર્મનું એડ્રેસ છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પેકેટ પાકિસ્તાનમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જે ઓમાનથી અહીં પહોંચ્યું હતું. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું…

Read More

રાજ્યમાં આગામી તા.27મી જાન્યુઆરીએ PM મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમની જાહેરાત બાદ હવે રાજ્યભરના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની શાળાકીય દ્વિતીય પરીક્ષા 27ને બદલે એક દિવસ મોડી એટલે કે તા.28મી જાન્યુઆરીથી શરૂ થશે. મહત્વનુ છે કે અગાઉ નક્કી કરાયેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ તા. 27મીથી પ્રિલિમનરી પરીક્ષા શરૂ થવાની હતી જે હવે 28મી જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. વડાપ્રધાનના ‘પરીક્ષા પે ચર્ચા-2023’ કાર્યક્રમનું ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ, ડીડી ઇન્ડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો સહિતની રેડિયો ચેનલમાં પણ લાઈવ સ્ટ્રિમિંગ કરાશે. આ કાર્યક્રમ ધોરણ 6થી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓ…

Read More

રાજ્યભરમાં ઉંચું વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વલસાડ શહેરમાં પણ મોબાઇલ શોપ ચલાવતો વિનોદ ભોગીલાલ શાહ મોબાઈલ વેચવાના આડમાં વ્યાજખોરીનો ધંધો કરતો હોવાની ફરિયાદ મળતા પોલીસે રેડ કરતા વ્યાજનો ધંધો કરતો હોવાનું સામે આવતા પોલીસે વિનોદ ને ઊંચકી લેતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડમાં એક મહિલાની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે વિનોદની મોબાઈલ શોપમાં અચાનક રેડ કરી ચેક કરતા તેની શોપમાંથી મહિલાની મોપેડની ચાવી, કોરા ચેક સહિતના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં હતા. વિનોદ શાહની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે લાઇસન્સ વિના 10% અને 20 % જેવા ઉંચા વ્યાજે બેંક ડિફોલ્ટરોને મોબાઈલ તેમજ રૂપિયા વ્યાજે આપતો…

Read More

રાજ્યમાં સૌ પ્રથમ વડોદરામાં વ્યાજખોરી કરીને કરેલી કમાણીથી વસાવેલી મિલકતો ઇડીની મદદથી શોધી કાઢી જપ્ત કરાશે જેમાં આયકર વિભાગની મદદ લેવામાં આવશે. વડોદરા પોલીસ કમિશનરે વ્યાજખોરોની પ્રવુતિને ડામવા પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. રાજ્યમાં સૌ પ્રથમ વાર વડોદરામાં ઈડી ની મદદથી વ્યાજના પૈસાથી બનાવેલી મિલકત જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થનાર છે. વ્યાજખોરોની વિરૂદ્ધમાં ગૃહમંત્રીના આદેશ મુજબ ઝુંબેશ શરૂ થઈ છે. વ્યાજખોરો સામેના અભિયાનમાં પાંચ દિવસમાં 7 ગુના નોંધ્યા છે અને 4 લોકો સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. માંજલપુરના લોકદરબારમાં 9 ફરિયાદો આવતા કાર્યવાહી કરવા એસીપી-ડીસીપીને સુચના આપી છે. જાહેર જનતાને નિવેદન છે કે 100 નંબર, પોલીસ મથકમાં કે…

Read More

વલસાડ જિલ્લામાં આવેલ જાણીતા હિલસ્ટેશન વિલ્સન હિલ ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સીટી અને એડવેન્ચર’ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે. અહીં એડવેન્ચર રાઈડ્સ તથા નાના બાળકો માટે પણ રાઈડ્સ હોય બાળકો સાથે પરિવાર આવી રહ્યા છે. આ રાઈડ્સમાં રૂ.30/- થી લઈ રૂ.200/- સુધી ફી રાખવામાં આવી છે. વિલ્સન હિલ ખાતે આ રાઈડમાં પુખ્ત વયના લોકો માટે બાઉન્સી, એટીવી રાઈડિંગ, ગન શૂટિંગ, સેગ્વે રાઈડિંગ જેવી એક્ટિવિટી માત્ર રૂ.100/-માં, બન્જી ઈન્જેક્શન એક્ટિવિટી અને ગો કાર્ટિંગ રૂ.200/-માં કરી શકાય છે. જ્યારે હાઈ રોપ એક્ટિવિટી પુખ્ત વયના લોકો અને બાળકો બંને માટે છે. જે પણ માત્ર રૂ.100/-માં, સોફ્ટ…

Read More

રાજ્યના ગૃહવિભાગ દ્વારા 120 પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવા તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યમાં જે તે જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આઠ વર્ષથી વધુ અનુભવ થયો હોય તેવા 120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી મંગાવવામાં આવી છે. વિગતો મુજબ ૧૨૦ પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર કરીને જે તે જિલ્લા અને પોલીસ વિભાગના વડાઓને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ વિગતો આપવા માટે સુચના અપાઈ છે ત્યારબાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરવા ગતિવિધિ શરૂ થઈ છે. વિગતો મુજબ પીઆઇ તરીકેની પોસ્ટ મળ્યાની તારીખ,સીસીસીની પરીક્ષા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, તેમની સામે ચાલતી ખાતાકીય કે કોર્ટની કાર્યવાહી, ભુતકાળમાં લેવામાં આવેલા કોઇ શિક્ષાત્મક…

Read More

સુરતમાં મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સુરતમાં તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજીત આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આ વખતે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, કોલંબિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહિતના દેશના પતંગબાજો સુરત આવ્યા છે અને સુરતીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી અને પતંગ ઉડાડવાની સાથે ગુજરાતી ગરબા ઉપર અને ગીતો ઉપર ડાન્સ પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાને લઈ છેલ્લા બે વર્ષ સુધી મોકૂફ રખાયેલો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આ વર્ષે ભવ્ય રીતે ઉજવાયો હતો. સુરતના અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પાસે જી-20ની વસુદૈવ કુટુંબકમની થીમ ઉપર આયોજિત યોજાયેલા આ પતંગોત્સવમાં ૧૯ દેશોના ૪૨ પતંગબાજો તેમજ…

Read More

કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી વડોદરાની MS યુનિવર્સિટીમાં BA, B.com, BBA, BCA, LLB અને BSCમાં હવેથી 4 વર્ષનો અભ્યાસક્રમ થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ આ અભ્યાસક્રમમાં મલ્ટિપલ એક્ઝિટની સુવિધા છે. જો વિદ્યાર્થી 1 વર્ષ પૂરું કરે તો તેને તે કોર્ષનું વિશેષ સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ થાય અને કોર્સમાંથી એક્ઝિટ કરે તો તેને ડિપ્લોમા, 3 વર્ષ પુરા થાય અને વિદ્યાર્થી કોર્સ છોડી દે તો તેને સ્નાતકની ડિગ્રી આપવામાં આવશે. જ્યારે 4 વર્ષ પૂરા થશે ત્યારે વિદ્યાર્થીઓને ઓનર્સની ડિગ્રી આપવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓને એક મોટો ફાયદો એ થશે કે 4 વર્ષમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા…

Read More