ભરૂચના દહેજ ફેઝ 2માં વડદલા ગામે આવેલી કેન્સરની બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની ₹39 લાખની કિંમતની બે દવાઓની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતા ચકચાર મચી છે. વડદલા ગામે દહેજ 2 માં શિવાલીક રસાયણ કંપનીમાં કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓનું પ્રોડક્શન થાય છે. બ્રેસ્ટ કેન્સર, લુકેમિયા, કેમોથેરાપી સહિતની કેન્સરની બીમારીમાં વપરાતી કેપેસીટાબીન, બુસલફન, લેનાલીડોમાઇડ, બેન્ડામુસ્ટીન HCL અને બોરટીઝોમીબ દવાઓ પૈકી બેન્ડામુસ્ટીન HCL 4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો. જ્યારે અલગ અલગ 4 બેચનો બોરટીઝોમીબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બન્ને દવાનો 710.50 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 39 લાખની ચોરી થવાની ઘટના…
કવિ: Halima shaikh
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ વચ્ચે પણ વિદેશી પક્ષીઓનું મોટાપાયે આગમન થઈ રહ્યું છે અને નવાઈની વાતતો એ છેકે જીઆઇડીસીના તળાવમાં પણ પક્ષીઓ નજરે પડી રહયા છે. રાજ્યમાં શિયાળો આવતાજ ભરૂચ જિલ્લામા છેલ્લા 20 વર્ષથી માઈગ્રેટ બર્ડનું આગમન થાય છે, માઈગ્રેટ બર્ડ શિયાળામાં આવે છે,કબીરવડ વિસ્તારના પાછળના ભાગમાં ફ્લેમીંગો મોટી સંખ્યામાં નજરે પડી રહયા છે જ્યારે પાનોલી માં પણ માઈગ્રેટ અનેક બતક સહીત ભરણ ગામ ખાતે આ ઉપરાંત ગ્રેટ ફ્લેમીંગો, સેન્ડપાઈપર, યુરેશિયન કુટ, પર્પલ મોરહેન, નોરઘન સોવીલર,નોરઘન પીનટેલ, પેઇન્ટેડ સટોક,ઇન્ડિયન સ્પોટ બિલ ડક, સ્પૂન બીલ્ડ ડક, પેલિકેન સહીત અનેક માઈગ્રેટ પ્રજાતિના પક્ષીઓ આવી રહ્યા છે. અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ…
વલસાડ તરફ જો તમે બાયરોડ જવાનું થાયતો સીધા હાઇવે પકડી ગુંદલાવ અથવા ધરમપુર ચોકડી થઈ વલસાડમાં પ્રવેશ કરી શકાશે. કારણકે કાંપરી રેલવે ફાટક પર આરઓબીના કામ ચાલતું હોય રેલવે દ્વારા 3,6 અને 7 જાન્યુઆરીએ એમ કુલ 3 દિવસ આ રસ્તો બંધ રહેતા ફાટક પરથી પસાર થનારા વાહનોને ગુંદલાવ અને ધરમપુર ચોકડીથી વલસાડ આવવા જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન વચ્ચે કાપંરી ફાટક એલસી નં.101 રેલવે ઓવરબ્રિજ પર ડીએફસીસીઆઇએલ અંતર્ગત રનિંગ રેલવે ટ્રેક ઉપર કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગારી 3 જાન્યુઆરીએ તથા 6થી 7 જાન્યુઆરીના રોજ ચાલુ રહેશે પરિણામે ફાટક બંધ રહેશે. પરિણામે સુરત તરફથી આવતા જતા વાહનોને…
વડોદરા ખાતે આગામી 6, 7, અને 8 એમ ત્રણ દિવસ માટે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે એશિયાનો સૌથી મોટો વિંટેજ કાર-શો યોજાવા જઈ રહ્યો છે જે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિશ્વનું સૌથી મોટું વિજેન્ટ કાર એક્ઝિબીશન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાનાર છે. આગામી તા.6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી 2023 દરમિયાન વડોદરાના શાહી પેલેસ લક્ષ્મી વિલાસ ખાતે 21 ગન સેલ્યુટ કોંકોર્સ ડી એલીગન્સ 2023નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સેલ્યુટ વિશ્વની કેટલીક શ્રેષ્ઠ અને સૌથી અવિશ્વાસનીય દુર્લભ વિન્ટેજ કાર નું પ્રદર્શન કરવામાં આવશે. જેમાં 1948 બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કુપ, 1931 લેન્સિયા એસ્ટુરા પીનીનફેરિયા,1930 કેડિલેક વી -16,1938 આર્મસ્ટ્રોંગ, 1938…
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેના દરબાર હોલમાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડ કલા ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે, બે દિવસના કલા ઉત્સવમાં ભારતના સંગીત, ગાયકીના દિગ્ગજ કલાકારો પર્ફોર્મન્સ આપશે. મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ અને મહારાજા રણજિતસિંહ ગાયકવાડ ચેરિટીઝના સહયોગથી મહારાણી રાધિકા રાજે ગાયકવાડ આ કલાઉત્સવ અંતર્ગત ભારતીય કલાના ઉત્તમ કલાકારોને સન્માનિત કરવાની પરંપરા આગળ ધપાવી રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત વિઝ્યુઅલ આર્ટ્સમાં ઉત્કૃષ્ટતા માટેનો રાજા રવિ વર્મા એવોર્ડ ફોર એક્સિલન્સ જ્યોતીન્દ્ર ભટ્ટને અને સંગીત ક્ષેત્રના પ્રદાન માટે ઉસ્તાદ ફૈયાઝખાન એવોર્ડ પૂણેના મંજૂષા પાટીલને એનાયત કરવામાં આવશે. આ બંને દિવસો પૈકી આજે તા. 4 જાન્યુઆરીએ સાંજે દરબાર હોલ ખાતે કબીર ભક્તિ ગીતોના ગાયિકા શબનમ…
ઉતરાયણમાં તલ ચિક્કી,શીંગ ચીક્કી અને તલ-મમરાનાલાડુ આરોગવામાં આવે છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચિક્કીના ભાવમાં 6થી લઈને 28 ટકા સુધી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. નવી ચિક્કીના ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, અંજીર,કાજુ ચીક્કી પણ આવી ગયા છે જે હવે એક્સપોર્ટ પણ થાય છે. સિંગ-તલમાં રહેલા વિટામિન, આયર્ન અને મિનરલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખી શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખે છે. શિયાળામાં ચિક્કીની ડિમાન્ડ વધી જાય છે, ખાસ કરીને ઉત્તરાયણના દિવસે લોકો ચિક્કી વધુ ખવાય છે. આ વર્ષે તલની ચિક્કીમાં કિલો દીઠ 40 રૂપિયાનો વધારો થયો છે. વિક્રેતાઓ કહે છે કે, ગોળ સહિતના રોમટિરિયલ્સ મોંઘા થતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.…
રાજકોટમાં આગામી તા.7મી જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે ત્યારે રાજકોટમાં ક્રિકેટ રસિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ સ્થિત સયાજી હોટલમાં અને શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની હોય રાજકોટમાં ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 6 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. દરમિયાન બન્ને ટીમનું સ્વાગત કરવા આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યાર રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો…
વડોદરામાં ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરી-તુકકલ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે,વડોદરા શહેરમાં પતંગની કાતિલ દોરી લોકોના જીવનું જોખમ બની રહી છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડી ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથેજ જાહેર રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા ,લાઉડ સ્પિકર વગાડવા, વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર પ્રતિબંધ ફરમાવી જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થશે તો પણ ગુનો…
વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ લડીને જીતી ગયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો હોવાછતાં ભાજપે તેમને કોઈ રીપ્લાય આપ્યો નથી. વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ એ સમયે તેમણે રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર આપીને ટેકો જાહેર કર્યો હોવાછતાં ભાજપમાંથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને સેન્સ પ્રક્રિયામાં પહોંચેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ટીકીટ નહિ આપતા તેઓએ ગત ચૂંટણીની જેમ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હવે ભાજપને સમર્થન આપી રહયા છે પણ ભાજપ તરફથી કોઈ પ્રત્યુતર મળ્યો નથી.
મધ્યપ્રદેશમાં માત્ર 13 વર્ષની બાળકી પર ભાજપના આધેડ નેતાએ રેપ કર્યો હોવાની ઘટના સામે આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીની કારમાં આગ લગાવી દીધી હતી. આ ઘટના બૈતુલ જિલ્લાની છે ભોગ બનનાર બાળકીએ પોલીસને જણાવ્યું કે, અંકલ રમેશ ગુલહાને સોમવારે સાંજે તેમના ઘરે લઈ જઈ ગંદુ કામ કર્યું હતું. બાળકીએ જણાવ્યું કે, આ પહેલાં પણ તેઓ મારી સાથે આવું કામ કરી ચૂક્યા છે. તેઓ મને થોડા રૂપિયા આપતા અને કોઈને કશુ જ ના કહેવાનું કહેતા. પરંતુ આ વખતે બાળકીએ આ વાત ઘરે કરી હતી. બાળકીની વાત સાંભળીને પરિવારજનો તુરંત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે 13 વર્ષની બાળકી પર રેપ કેસમાં રમેશ…