કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના પ્રમુખ માટે ૧૭ ઓકટોબરે ચૂંટણી થવા જઈ રહી છે જેના ઉપર સૌની નજર છે. વંશવાદના આરોપોથી ઘેરાયેલી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના પ્રમુખ લગભગ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થવાની સાથે શરૂ થશે,આ માટે નોમિનેશન 24 થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને બે દિવસ પછી પરિણામ આવશે. પદના પ્રબળ દાવેદાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત બુધવારે દિલ્હી પહોંચ્યા અને બે કલાક સુધી સોનિયા ગાંધી સાથે…
કવિ: Halima shaikh
કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચાઇનીઝ બનાવટની પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે. પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.
સ્વ. રાજુ શ્રીવાસ્તવના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે,તા.21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં નિધન થતાં તેઓના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે રાજુના અંતિમ સંસ્કાર આજે (22 સપ્ટેમ્બર)ના રોજ દિલ્હીમાં કરવામાં આવશે,રાજુના નિધનના સમાચાર મળતા જ ભાઈ તથા બહેન કાનપુરથી દિલ્હી આવ્યા હતા. AIIMSના હેડ ઑફ ફોરેન્સિક્સ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણાં દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા. આજ કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ નવી ટેકનીક વર્ચ્યુઅલ ઓટોપ્સીથી કરવામાં આવ્યું હતું. આ ટેકનિકથી 15-20 મિનિટમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને પછી પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે રાજુ…
આતંકવાદીઓની કમર તોડવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે તામિલનાડુ, કેરળ સહિત 10 રાજ્યોમાં PFI સ્થાનો પર દરોડા પાડ્યા હતા. દેશભરમાં PFI નેતાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે NIA અને EDની ટીમે રાજ્ય પોલીસ સાથે મળીને દસ રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી. NIAએ તામિલનાડુમાં કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાદ, ડીંદુગલ, થેની અને થેંકસી સહિત અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી. પુરસાવક્કમ સ્થિત ચેન્નાઈ PFIની સ્ટેટ હેડ ઓફિસ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે દેશભરમાં…
ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ નજીકમાં જાહેર થઈ જશે,ઇલેક્શન કમિશન આગામી 26 અને 27 સપ્ટેમ્બર ના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે,સૂત્રોના જણાવતા પ્રમાણે બે સભ્યોનું ઈલેકશન કમિશન રાજકીય પાર્ટી ઓ સાથે અને રાજ્યના તમામ કલેકટરો સાથે પણ બેઠક કરી શકે તેવી વાત વચ્ચે ગમેત્યારે ચૂંટણી ડીકલેર થઈ શકે તેવી વાત હાલ ચર્ચાઈ રહી છે. ગુજરાતમાં અગાઉની વિધાનસભા ચુંટણીઓ દરમ્યાન 2017ની ચૂંટણીની વાત કરવામાં આવેતો ભાજપે 150થી વધારે બેઠકો જીતવાનો લક્ષાંક રાખ્યો હતો, પણ 99 બેઠક મળી હતી. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપ તમામ 182 બેઠકો જીતવાનો લક્ષાંક મૂક્યો છે તો કેટલી બેઠક કબજે કરશે તેતો આવનારો સમય કહેશે. હાલમાં…
આજે વિધાનસભામાં સત્ર શરૂ થયાં પહેલાં જ કોંગ્રેસે દેખાવો કરવાનું શરૂ કર્યું હતું,બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું હતું. આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતાં. નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના…
મુરાદાબાદમાં છોકરીનું અપહરણ કરીને હેવાનોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ કિશોરીને નગ્ન કરીને રસ્તા પર દોડાવી!!!બળાત્કારની ઘટના 1 સપ્ટેમ્બરની સાંજે બની છે, આ વિસ્તારની એક પંદર વર્ષની કિશોરી મેળો જોવા ગઈ હતી ત્યારે ભોજપુરના ઈસ્લામનગરના રહેવાસી આરોપી નીતિન, કપિલ, અજય, નૌશે અલી અને ઈમરાનએ બાળકીને મેળામાંથી ઉઠાવી બાઇક પર અપહરણ કર્યું હતું અને આરોપીઑ તેેંનેે સૈયદપુર ખડદરના જંગલમાં લઇ જઈ બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો. કિશોરીની બૂમો સાંભળી નજીકના ખેતરોમાં કામ કરતા લોકો આવી જતાં આરોપીઓ ભાગી ગયા હતા પણ કિશોરીને નગ્ન અવસ્થામાં રસ્તા પર છોડતા ગયા હતા જે રોડ ઉપર દોડી રહી હતી આ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો અને વાયરલ…
એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું છે. વચ્ચે વચ્ચે કોમેડિયનની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયતમાં સુધારો થતો નહોતો. જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ બેભાન હતા અને હવે આ ફાની દુનિયા છોડી ગયા છે. 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ પ્રખ્યાત કવિ હતા. તેઓ બલાઈ કાકાના નામે કવિતા સંભળાવતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બાળપણમાં તેમને કવિતા સંભળાવવા માટે કહેવામાં આવતું હતું, તેથી તેઓ તેમના જન્મદિવસ પર કવિતાઓ સંભળાવતા હતા. રાજુ શ્રીવાસ્તવના અમિતાભ…
કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ નું નિધન થઈ ગયું છે,ગત તા.10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે બેભાન થઈ ગયા હતા. ત્યારથી તે સતત ૪૦ દિવસથી વેન્ટિલેટર પર હતા, ચાહકો અને પરિવાર તેના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા પણ તેઓની સતત તબિયત બગડતી જતી હતી અને આજે નિધન થયું હતું આ દુઃખદ ઘટના ને લઇ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. 58 વર્ષીય રાજુનું આજે સવારે નિધન થયુ હતું તેઓની 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ…
સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓ એકત્ર થયા હતા,આજે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરીને પીલાણ માટે મશીન લગાડી દૂધ ગરીબોને વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવનાર છે. માલધારીઓ પોતાની તમામ માંગોને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે. માલધારીઓ અન્ય 9 મુદ્દાની માંગોને લઈને માલધારીઓ સરકાર સામે વિરોધ યથાવત રાખશે.