રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા 10 દિવસથી જાહેર કાર્યક્રમોથી દૂર રહી ખાસ સારવાર લઈ હવે એકદમ ફિટ થઈ સીઆર પાટીલ પરત ફર્યા છે. પ્રદેશ ભાજપ-પ્રમુખ CR પાટીલે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે 10 દિવસ નેચરોપથીની સારવાર લીધા બાદ 3 દિવસ સુધી ઘી પીવા સાથે ઓઇલ મસાજ તેમજ પાઉડર મસાજ લીધા હતા પરિણામે તેઓના આંખ નીચેના કાળા કુંડાળા પણ દૂર થયા હતા અને 10 દિવસમાં 98 કિલોમાંથી વજન 92 કિલો વજન ઘટાડી ફિટ થયા છે. સુરત આવ્યા બાદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીએમ મોદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ ખૂબ ચિંતા કરે છે, જેના…
કવિ: Halima shaikh
અમદાવાદ માટે મેટ્રો ટ્રેન એક અદ્ભુત લ્હાવો હશે અને માત્ર મિનિટો માંજ નિર્ધારિત સ્થળે પહોંચી જવાશે તેનાથી પૈસા અને સમય બન્ને બચશે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રીમાંજ મળી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. તા. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે,…
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 500 પોઈન્ટનો વધારો થયો છે. સેન્સેક્સ હાલમાં 682.93 પોઈન્ટના વધારા સાથે 59,824.16 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 205 પોઇન્ટના વધારા સાથે 17,827.15 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકામાં આજથી ફેડરલ રિઝર્વની બેઠક શરૂ થવા જઈ રહી છે. ફેડની બેઠક પહેલા અમેરિકી બજારો બે દિવસથી ઘટતા અટકી ગયા છે અને તે જોરદાર બંધ થયા છે. આ દરમિયાન ડાઉ જોન્સ 197 પોઈન્ટ વધીને 31,020 અને નાસ્ડેક 87 પોઈન્ટ વધીને 11,535ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી બજારોમાં આવેલી તેજીની અસર એશિયન બજારોમાં જોવા…
બોલિવૂડના ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ આજે 74 વર્ષના થયા છે. 20 સપ્ટેમ્બર 1948ના રોજ મુંબઈમાં જન્મેલા મહેશે હિન્દી સિનેમાને એક પછી એક હિટ ફિલ્મ આપી છે. તેણે ‘રાઝ’, ‘જિસ્મ’, ‘પાપ’, ‘મર્ડર’, ‘રોગ’, ‘ઝેહર’, ‘મર્ડર 2’, ‘જિસ્મ 2’ જેવી ઘણી બોલ્ડ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. મહેશ ભટ્ટની ફિલ્મોનું કન્ટેન્ટ લોકોનું ધ્યાન ખેંચતું. આ સિવાય તેમના અંગત જીવનમાં પણ ઘણું બધું બન્યું છે, જેના વિશે લોકોના હોશ ઉડી ગયા છે. મહેશ ભટ્ટની લવ લાઈફ હંમેશા વિવાદોમાં રહી છે. મહેશ ભટ્ટની પહેલી પત્નીનું નામ લોરિયન બ્રાઈટ છે. મહેશ ભટ્ટ કોલેજમાં ભણતા હતા અને લોરિયન બોમ્બે સ્કોટિશ અનાથાશ્રમમાં ભણતા હતા ત્યારે બંને પહેલી વાર…
ભાવનગર સીજીએસટીની પ્રીવેન્ટિવ ટીમે રૂ. 10.47 કરોડના બોગસ બિલિંગ પ્રકરણમાં કુખ્યાત વલી જમાલભાઇ હાલારીની ધરપકડ કરવામાં આવી છે. જેને આજે મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેના રિમાન્ડની માંગણી થનાર હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનુ છે કે ગત તા.13મી જુલાઇના રોજ ભાવનગરના નવાપરાના મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માં સીજીએસટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂ.10.47 કરોડના બોગસ બિલિંગની ગેરરીતિ સામે આવી હતી. દરોડા દરમિયાન વલી હાલારી અને તેના સાગરીતોએ સીજીએસટી ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલા કેસમાં વલી હાલારીની પોલીસ દ્વારા ગત શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, અને તેને જામીન મળતા જ સીજીએસટી ટીમે પુછપરછ માટે કબજો મેળવ્યો હતો. અગાઉ સીજીએસટી…
બાબા રામદેવ હવે બેરોગાર યુવાનોને પોતાની કંપનીમાં નોકરી આપવાના છે,પતંજલિ ગ્રૂપ હવે પોતાની ચાર કંપનીઓને શેરમાર્કેટમાં લિસ્ટ કરવા માટે તૈયાર છે. રૂચિ સોયાને મળેલી સફળતા બાદ હવે પતંજલિ જૂથ વધુ 4 IPOને માર્કેટમાં લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પતંજલિ ગ્રૂપના લક્ષ્યાંક વિશે વાત કરતા યોગ ગુરુ રામદેવે જણાવ્યું હતું કે કંપની આગામી 5-7 વર્ષમાં રૂ.1 લાખ કરોડના ટર્નઓવરને આંબશે. તેમણે કહ્યું હતું કે તેમની કંપનીમાં આગામી પાંચ વર્ષમાં 5 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડીશું જેનાથી બેરોજગારોને નોકરી મળશે. અત્યારે પતંજલિ ગ્રૂપનું ટર્નઓવર રૂ. 40,000 કરોડ છે. ગ્રૂપનું ટર્નઓવર આગામી 5-7 વર્ષમાં રૂ. 1 લાખ કરોડને પાર થશે તેવો આશાવાદ…
રાજકોટમાં રોગચાળો ફાટી નીકળતા તંત્ર એલર્ટ બની ગયું છે અને એક સપ્તાહમાં રાજકોટમાં શરદી-ઉધરસના 238 અને ઝાડા–ઉલટીના 61 દર્દીઓ નોંધાયા છે. જયારે સામાન્ય તાવના કેસ 54 કેસ દાખલ થયા છે. આ ઉપરાંત ડેંગ્યુના 18, મેલેરીયાના 10 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે રોગચાળો વધુ ફેલાતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા સજજ બન્યું છે અને એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ 92,821ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 2693 ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી શરૂ કરી છે. મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 29મી સપ્ટેમ્બરના દિવસે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત કોર્પોરેશનના અંદાજે 3,000 કરોડ કરતા વધારેના કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 29 સપ્ટેમ્બરે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી વિવિધ પ્રોજેક્ટોને લોકો માટે ખુલ્લા મુકાશે તો નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ મહર્ષિ આસ્તિક મંદિરથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ યોજવામાં આવી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવી…
આપણા પ્રાચીન ગ્રંથોમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ રહેલું છે અને દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ગામડાઓ કે પોળમાં અગાઉ યજમાનો પોતાના ઘરે શ્રાદ્ધ હોય ત્યારે મકાનની છત પર કાગવાસ નાખતા હતા, પરંતુ હવે કાગડાઓ મકાન કે બિલ્ડિંગના ટેરેસ ઉપર આવતા નથી. તેના કારણમાં કાગડાઓની સંખ્યા ઓછી થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. હવે યજમાનોને શ્રાદ્ધમાં કાગડા જે વિસ્તારમાં વધુ હોય ત્યાં કાગવાસ મૂકવા જવું પડે છે જેમકે તળાવ કાંઠે આવેલા મંદિર નજીક અથવા વધારે મોટા વૃક્ષો હોય તેવા સ્થળે એમ લોકો અલગ-અલગ સ્થળો પર જાય છે. વડોદરામાં લાલબાગ રેલવે સ્ટાફ ક્વાર્ટર,…
રાજ્યમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વધુ ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાવા થનગની રહ્યા છે જેઓ આગામી તા.11 ઓક્ટોબર ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં આયોજિત જાહેરસભામાં ભાજપમાં જોડાઇ જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી તા.11ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, વિસાવદરના હર્ષદ રિબડિયા, રાજુલાના અંબરીશ ડેર અને જામકંડોરણાના ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે. હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ ઉપરોક્ત ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસે આગામી ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી દીધી છે અને…