ફિલ્મની દુનિયામાં હીરોઇન બનવાના ખ્વાબ જોતી નાદાન વયની કિશોરીઓ ને ખ્યાલ પણ હોતો નથી કે આ દુનિયામાં કાસ્ટિંગ કાઉચ પાર કરવું પડે છે અહીં મોટી ઉંમરના ઘરડાઓથી લઈ યુવાઓ સતત નવી નવી કુમળી વયની છોકરીઓ સાથે સેક્સ કરવાની વૃત્તિ ધરાવે છે તેઓ કોઈપણ હદે નફ્ફટ બનીને પોતાના ઇરાદાઓ પાર પાડતા હોવાના કિસ્સાઓ મીડિયામાં આવી ચુક્યા છે અને આવી વાસનાનો ભોગ બની ગયેલી છોકરીઓ કોક સફળ થાય તો કોક કોલગર્લ બની જાય છે. આપણે વાત કરીશું આવીજ એક હીરોઇનની કે જેની પાછળની જિંદગી નર્ક બની ગઈ હતી તેની ઉપર કેટલા રેપ થયા હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 80 ના…
કવિ: Halima shaikh
રાજ્યમાં થયેલી 22 IPSની બદલીઓમાં સુરતના 7 આઈપીએસ પૈકી 6 IPSની સુરતમાં જ આંતરિક બદલીના થઈ છે. સાત પૈકી માત્ર એકજ IPS રાજકોટ અને અમદાવાદથી એક IPSની સુરત બદલી થઈ છે. 6 IPSની સુરત પોલીસમાં આંતરિક બદલી થઈ હોય તેવું કદાચ પ્રથમવાર બન્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં નવા પોલીસ સ્ટેશનો શરૂ થતાની સાથે હવે વધુ બે ઝોન બનાવવાની તૈયારી ચાલી રહી છે. જેના માટે સુરત પોલીસે ઝોન-5 અને ઝોન-6 શરૂ કરવા માટે ડીસીપી કક્ષાના અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન જે આઇપીએસની સુરતમાંજ બદલી થઈ છે તેવા ઓફિસરોમાં જે.એન દેસાઈની સ્પેશિયલ બ્રાન્ચ માંથી લાજપોર…
રાજ્યના મુન્દ્રા પોર્ટ ઉપર વારંવાર ડ્રગ્સ પકડાઈ જવાના વધી રહેલા બનાવો વચ્ચે ચીનથી મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા બે કંટેનરને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા એકમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. જેની બજાર કિંમત અનુસાર 48 કરોડ થવા જાય છે. તો બીજા કંટેનરમાંથી મીસડિક્લેશનનો જથ્થો મળી આવ્યો હતો. ભારતમાં એક ઈ- સિગારેટ 2 હજારથી 3 હજારની કિંમતમાં માર્કેટમાં વેંચાય છે, જેના આયાત પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપી થી તેને ઘુસાડવાનો સતત પ્રયાસ કરાતો રહે છે. આજ પ્રયાસ તળે 250 બોક્સ મળી આવ્યા હતા, જે દરેક મોટા બોક્સમાં 800 સિગારેટ હતી. જે દરેક ઈ સિગારેટમાંથી 2500 પફ લઈ…
રાજકોટમાં હવે હથિયારોનું ઉત્પાદન થશે, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. આ માટે કુવાડવા રોડ પરના સાતડા ગામે ફેકટરી બનશે જેમાં જુદા-જુદા હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે. અહીં રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં આર્મ્સ ફેક્ટરી તૈયાર થઈ જશે. પ્રિતી પટેલ કે જેઓ આ ફેકટરીના માલિક છે જેઓ રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પણ ધરાવે છે,તેઓ પોતાની ફેકટરીમાં હથિયારો તૈયાર કરી સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચશે કંપની હથિયાર લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, CRPF,સૈન્ય, SRPF સહિતની સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચી શકશે. પ્રિતી પટેલ…
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લાલુ યાદવ અને એક્ટર મનોજ બાજપેયીની મીટિંગની તસવીરો પણ શેર કરી છે. એક ટ્વિટમાં તેમણે બાજપેયીને બિહારની માટીના લાલ કહ્યા. બોલિવૂડના જાણીતા અભિનેતા મનોજ બાજપેયીએ શનિવારે બિહારની રાજધાની પટનામાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ આ મુલાકાતની તસવીરો શેર કરી હતી અને ત્યારબાદ તેજસ્વીએ ટ્વીટમાં લખ્યું કે બિહારની માટીના લાલ, હિન્દી સિનેમાના જાણીતા અને ગંભીર અભિનેતા પદ્મશ્રી મનોજ બાજપેયી અમને અમારા ઘરે મળવા આવ્યા અને મારા પિતા લાલુ યાદવ ના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. એક તસવીરમાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આરજેડી વડા…
ભાજપને પડકારવા માટે એકજૂથ થઈ રહેલા વિપક્ષના નેતા તરીકે ઉભરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને યુપીથી લોકસભાની ચૂંટણી લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ તેમની પાર્ટીના રાજ્ય નેતૃત્વ દ્વારા જ આપવામાં આવ્યું છે. પાર્ટીનું માનવું છે કે કેન્દ્રનું મુખ્ય કેન્દ્ર યુપીમાં છે. આવી સ્થિતિમાં જો નીતિશ કુમાર અહીં ફૂલપુર, મિર્ઝાપુર, આંબેડકર નગર અથવા ફતેહપુર બેઠક પરથી ચૂંટણી લડે છે તો તેમની જીત નિશ્ચિત છે. આ બેઠકો કુર્મી પ્રભુત્વ ધરાવતી છે અને જ્ઞાતિ સમીકરણની દૃષ્ટિએ આમાંથી કોઈપણ બેઠક પરથી મેદાનમાં ઉતરવું તેમના માટે યોગ્ય માનવામાં આવે છે. નીતીશના યુપીમાંથી મેદાનમાં ઉતરવાથી ભાજપ વિરુદ્ધ વાતાવરણ સર્જાશે અને તેનાથી તેમના નેતૃત્વમાં…
યુપીમાં મદરેસાઓના સર્વેના વિરોધમાં આજે દારુલ ઉલૂમ દેવબંદમાં એક મોટુ સંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનમાં યુપીના 250થી વધુ મદરેસા સંચાલકો એકત્ર થશે. જેઓ દ્વારા સરકારી સર્વેને લઈને લાઇન ઓફ એક્શન તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે મદરેસાઓના સર્વેની કામગીરીના વિરોધમાં આજે 18 સપ્ટેમ્બરના રોજ દારુલ ઉલૂમ દેવબંદમાં યુપીના મદરેસાઓનું એક સંમેલનનું ઔઓજન કરાયું છે. જેમાં સરકારી સર્વેને લઈને એક લાઇન ઓફ એક્શન તૈયાર કરવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ પર 10 સપ્ટેમ્બરથી માન્યતા વિનાની મદરેસાઓનો સર્વે ચાલુ છે. આ મામલે ઉલામાએ રાજ્ય સરકારની ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.
વડાપ્રધાન મોદીજીએ પોતાના જન્મ દિવસ ઉપર નામિબિયાથી ભારતમાં મંગાવેલા આઠ ચિતાઓ ઉપર વિપક્ષની ટીપ્પણી શરૂ થઈ છે જેમાં અખિલેશ યાદવે ચિત્તાનો વીડિયો ટ્વીટ કર્યો તેમાં એક ચિત્તો બિલાડીની જેમ અવાજ કાઢતો જોવા મળે છે. આ ટ્વિટ પર તેઓએ લખ્યું, “બધા ગર્જનાની રાહ જોઈ રહ્યા હતા… પરંતુ આતો બિલાડીની માસીના પરિવારની હોવાનું બહાર આવ્યું.” !! નામિબિયાથી ભારત આવેલા આઠ ચિતાઓ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એક તરફ કૉંગ્રેસ પ્રોજેક્ટ ચિતા વિશે પોતાની દલીલો કરી રહી છે, જ્યારે અન્ય વિપક્ષી નેતાઓ પણ મજાક ઉડાવી રહ્યા છે. આ દરમિયાન સપા નેતા અખિલેશ યાદવ ચિત્તાનો એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે આ ચિત્તા…
યુકેના કલ્ચર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેસ્ટમિન્સ્ટર એબી ખાતેના અંતિમ સંસ્કાર અને સમગ્ર લંડનમાં સંબંધિત સરઘસો પણ બીબીસી, આઈટીવી અને સ્કાય ટેલિવિઝન પર લાઈવ બતાવવામાં આવશે. બ્રિટનના સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ ના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને રાજવીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બ્રિટનની સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કરવામાં આવશે. શનિવારની શરૂઆતમાં, બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર સમગ્ર યુકેમાં લગભગ 125 સિનેમાઘરોમાં બતાવવામાં આવશે, જ્યારે સમારોહ જોવા માટે ઉદ્યાનો, ચોરસ અને ચર્ચોમાં મોટી સ્ક્રીનો ગોઠવવામાં આવશે. યુકેના કલ્ચર ડિપાર્ટમેન્ટે એક…
પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 60 જેટલી વિદ્યાર્થિનીઓ સ્નાન કરતી હોવાનો વીડિયો એક વિદ્યાર્થીનિએ શિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો વાયરલ વિડીયો જોઈ ખુબજ આઘાત લાગતા આઠ વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે,પોલીસે વીડિયો વાયરલ કરનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું કે એક વિદ્યાર્થીની છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવી રહી હતી, જેને તે શિમલામાં તેના મિત્રને મોકલી રહી હતી. તે મિત્રે હવે આ વીડિયો વાયરલ કર્યો છે. આ વાતની જાણ થતાં જ…