કવિ: Halima shaikh

રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે જેમાં હવેથી, ધોરણ 9થી 12ની તમામ પરીક્ષાના પેપર જેતે સ્કૂલમાં જ તૈયાર કરવા જણાવાયું છે. મહત્વનું છે કે હાલમાંજ રાજ્યમાં ધોરણ 9થી 12ની પ્રથમ સત્રાંત કસોટીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે ધોરણ 9થી 12ના પરીક્ષાના પેપર સ્કૂલમાં જ તૈયાર થશે. ધોરણ 9થી 12ની પ્રથમ, દ્રિતિય અને વાર્ષિક કસોટીને લઇ શિક્ષણ બોર્ડે પરિપત્ર કર્યો છે.જેમાં જણાવાયુ છે કે હવેથી તમામ પરીક્ષાના પેપર જે તે શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે. આમ,હવે શાળા કક્ષાએથી પેપર તૈયાર…

Read More

ગુજરાતમાં હવે લાખ્ખોમાં મળતા ગેજેટ્સ હજ્જારોમાં જ મળી જશે,જીહા, ભારતીય કંપની વેદાંતાએ વિશ્વની સેમી-કન્ડક્ટર કેપિટલ તરીકે ઓળખાતી તાઈવાનની કંપની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી દીધી છે અને તેમાંય હવે આ પ્લાન્ટ ગુજરાતમાં નાખવામાં આવનાર છે. ગુજરાતમાં સેમી-કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા નક્કી થઈ ચૂક્યું છે, ભારત સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતો પૂરી કરી શકશે અને અન્ય દેશોમાં નિકાસ પણ કરી શકશે.ભારતનો આ સોદો તેના માટે ફાયદાકારક તો છે જ પરંતુ ચીન જેવા હરીફની ચિંતા પણ વધારનાર છે. ગુજરાતમાં અમદાવાદ નજીક સ્થપાનારા આ પ્રોજેક્ટ માટે કુલ 1.54 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સંયુક્ત સાહસમાં વેદાંતા 60 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તાઈવાનની કંપની…

Read More

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ માટે ફંડ ન આપવા બદલ દુકાનદારને કોંગ્રેસ કાર્યકરોએ કથિત રીતે ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેરળના કોલ્લમમાં પ્રવાસ માટે 2000 રૂપિયા ન ચૂકવવા બદલ કોંગ્રેસના કાર્યકરોએ શાકભાજી વિક્રેતા સાથે ગેરવર્તણૂક કરી. શાકભાજીની દુકાન ચલાવતા એસ ફવાઝે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરોની એક ટીમ તેમની દુકાને પહોંચી હતી. તેમની પાસે ‘યાત્રા’ માટે દાન માંગ્યું. તેણે કહ્યું કે તેણે 500 રૂપિયા આપ્યા પરંતુ તેણે 2000 રૂપિયાની માંગણી કરી. જે પછી ભીંગડાને નુકસાન પહોંચાડ્યું અને શાકભાજી ફેંકી દીધા. કામદારોએ દુકાનને નુકસાન પહોંચાડ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ શાકભાજીની દુકાનના વિક્રેતા સાથે ગેરવર્તન કરવા બદલ…

Read More

સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ પડવાનું શરૂ છે અને વરસાદી માહોલ યથાવત છે ત્યારે ભાવનગર શહેરમાં દેમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા સતત પોણો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી,શહેરના હજૂર પાયગા રોડ, હાઇકોર્ટ રોડ, નવાપરા સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાણ પાણી ભરાઇ ગયા હતા. ભાવનગર શહેર ઉપરાંત આજે જેસરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વલ્લભીપુર, સિહોર અને ગારિયાધારમાં અડધો ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો હતો. પાલિતાણા અને ઘોઘામાં પણ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 535 મી.મી. થયો છે જે…

Read More

અમેરિકામાં દારૂના સેવનથી લોકોના મોત થઈ રહયા છે પાછલા રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દારૂના સેવનથી થનારાં મોતમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 2019માં દારૂને કારણે 78,927 લોકોનાં મોત થયાં હતાં. 2020માં તે આંક 99,017 સુધી પહોંચી ગયો હતો. મોટા ભાગનાં મોત દારૂના વધુ સેવનથી થયાં છે. લોકો હવે નવી નીતિ લાવવા તેમજ દારૂ પર ટેક્સ વધારવાની માંગ કરી રહ્યા છે. લોકો ભલે દારૂ પીને મરતા હોય પણ અમેરિકન વહીવટીતંત્રને એક ફાયદો એ થયો છે કે 2021માં ટ્રેજરી વિભાગે વર્ષ 2020ની તુલનામાં 8% વધુ નફો મેળવ્યો હતો. વર્ષ 2021માં ઓરેગન રાજ્યમાં દારૂના સેવનથી 2153 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે એવાં…

Read More

મહારાષ્ટ્રમાં સાધુઓ ઉપર થયેલા હુમલાને ગુજરાતના જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ વખોડી કાઢી હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી છે. મહારાષ્ટ્રના લંબાગઢ ગામે અખાડાના સાધુ ઉપર સ્થાનિક લોકોએ હુમલો કરતા સંતો-મહંતોમાં રોષ ફેલાઇ ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં જૂના અખાડાના ચાર સંન્યાસી ઉપર થયેલા હુમલાને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દોષીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું કે હાલ મહારાષ્ટ્રમાં હિંદુઓની સરકાર હોવાછતાં મહારાષ્ટ્રમાં અગાઉ પણ સંતો ઉપર હુમલા થયા છે અને આ બીજી ઘટના છે. ત્યારે…

Read More

આજે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ચંબલ વિભાગ અને પશ્ચિમ ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. IMD અનુસાર, ઓડિશા, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં આગામી બે-ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી અને ઉત્તરાખંડમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે આજે શુક્રવાર અને શનિવાર વચ્ચે આ બંને રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ચંબલ અને પશ્ચિમ ભાગો અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. IMD અનુસાર, ઓડિશા, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં આગામી બેથી…

Read More

અમદાવાદના મેમનગર BRTS બસ સ્ટેન્ડ પર આજે સવારે BRTS બસના એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ-ડ્રાઇવર દ્વારા પેસેન્જરોને બહાર નીકળી જવા સૂચના આપતા બસમાં આ સમયે સવાર તમામ 25 પેસેન્જર બસ બહાર નીકળી ગયા અને BRTS બસ સ્ટેન્ડ પરથી પણ લોકોને દૂર કરવામાં આવ્યા બાદ મિનિટોજ માં બસમાં અગનગોળામાં લપેટાઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ થતાંજ ફાયરબ્રિગેડની ત્રણ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બસ RTOથી મણિનગર જઈ રહી હતી ત્યારે મેમનગર સ્ટોપ ઉપર બસમાંથી ધુમાડો નીકળતા બધા બહાર નીકળી જતા જીવ બચ્યો હતો.

Read More

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે શુક્રવારે દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ EDની ટીમે દેશભરમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે આ કાર્યવાહીથી ભારે ફફડાટ ફેલાયો છે. આ દરોડા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હી-એનસીઆરના નેલ્લોરમાં દારૂના વિક્રેતાઓ, વિતરકો અને સપ્લાય ચેઇન નેટવર્કના પરિસરમાં પાડવામાં આવ્યા છે. અગાઉ, કેન્દ્રીય તપાસ એજન્સીએ 6 સપ્ટેમ્બરે દેશભરમાં લગભગ 45 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસી સવાલોના ઘેરામાં છે. ભારતીય જનતા પાર્ટીએ આ અંગે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં સીબીઆઈએ ભીમિશ સિસોદિયાના ઘર અને બેંક લોકરની તલાશી…

Read More

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં વ્યાપક પાણી આવતા ડેમના 32 દરવાજા 1.37 મીટર ખોલવામાં આવતા નર્મદાનદીમાં પુર સ્થિતિનું નિર્માણ થવાની શકયતાને પગલેવડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે નર્મદા કાંઠે આવેલા વડોદરા જિલ્લાનાં 27 ગામો અને લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. નર્મદા ડેમના 23 દરવાજા 1.37 મીટર ખોલીને અને વીજ મથકોમાંથી 2.95 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડાઈ રહ્યું હોય હાલ નર્મદા નદીમાં જળ સ્તર વધી રહ્યું છે પરિણામે લોકોની સલામતી માટે વડોદરા કલેક્ટર દ્વારા ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાઓના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓને નર્મદા કાંઠાના તમામ ગામોમાં તકેદારીના જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી…

Read More