કવિ: Halima shaikh

કચ્છમાં સતત છ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા અને અબડાસા તાલુકામાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાનું ચાલુ છે,નલિયામાં ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર સર્જાયો હતો તેમજ માતાના મઢ ખાતે બે ઈંચ વરસાદ વરસતા મુખ્ય બજારમાં ધસમસતા પાણી વહેતા થયા હતા. અબડાસાના નાગોર ગામની સીમમાં આકાશી વીજળી પડતા એક માલધારીનું મૃત્યુ નિપજ્યું હોવાના અહેવાલ છે જેમાં નાગોર ગામની સીમમાં ઘેટાં બકરા ચરાવી રહેલા નોડે સિદ્ધિક હાજી મુસા નામના માલધારીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. દરમિયાન કચ્છી સતત છઠ્ઠા દિવસે મેઘ માહોલ યથાવત રહેતા ભુજ, અંજાર, નખત્રાણા, માંડવી અને અબડાસાના તાલુકામાં…

Read More

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડતાં જળ સંકટ દૂર ઠેલાઈ ગયું છે અને સર્વત્ર પાણીથી ડેમ ભરાઈ ગયા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામ નજીક આવેલ ફોફળ 1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જળાશયની ભરપૂર સપાટી 81.75 મીટર છે અને હાલ 1.6 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમમાં 5750 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસના જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા અને ધોરાજીના વેગડી ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ માં પાણીની આવક વધતા 3 દરવાજા 6…

Read More

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થતાં અર્બુદા સેનામાં આક્રોશ ફેલાઈ ગયો છે અને બધા એકત્ર થઈ રહયા છે તે જોતાં મુદ્દો ગરમ બનવાની શકયતા વ્યક્ત થઈ રહી છે અને રાજકારણ ગરમાયુ છે. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની રાત્રે 12:00 વાગ્યે ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી ધરપકડ થયા બાદ અર્બુદા સેનામાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. મહેસાણા ખાતે આવેલા અર્બુદા ભવન ખાતે મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો એકત્ર થયા હતા અને અને દરેક જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવા સહિત આંદોલન કરવાનું નક્કી કરતા સામી ચૂંટણીઓ દરમિયાન વિવાદ વધવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. દૂધ સાગર ડેરીના…

Read More

છેલ્લા ઘણાજ સમયથી ખાદ્યતેલોમાં વધી ગયેલા ભાવો ઘટવાનું નામ લેતા નથી સામાન્ય ઘટાડો થયા બાદ ફરી ભાવો વધી જાય છે, તેલીયા રાજાઓ સરકારને દાદ આપતા નથી ત્યારે રાજકોટમાં ગત માસમાં સિંગતેલનો ભાવ રૂ. 3 હજારની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા બાદ સિંગતેલમાં વધઘટ યથાવત્ રહી હતી. ગત સપ્તાહે થોડા સમય સુધી સિંગતેલના ભાવ સ્થિર રહ્યા બાદ છેલ્લા બે દિવસથી સિંગતેલના ભાવમાં ફરી વધારો આવ્યો છે. અને તેલનો ડબ્બો રૂ. 2900 એ પહોંચી ગયો છે. મંગળવારે કપાસિયા તેલનો ભાવ રૂ. 2340 હતો અને બુધવારે તેમાં રૂ. 15નો ઘટાડો આવ્યો હતો આ સાથે જ કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2315 નો થયો હતો. જ્યારે પામોલીન…

Read More

ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ રહેતા શેત્રુંજી ડેમમાં 90 ટકા ભરાઇ જતા નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 90 ટકા ભરતા ભાવનગર જિલ્લાના પાલીતાણા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પાલીતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયઘાર, મેઢા તથા તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર સહિતના ગામો એલર્ટ આપવામાં આવ્યા છે. હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ છે ત્યારે જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને ઉપરવાસમાં આવેલ ધારી ખોડીયાર ડેમ ભરાતા પાણી છોડવામાં આવતા શેત્રુંજી ડેમ માં પાણીની…

Read More

ગીરગઢડાના ખીલાવડ ગામે સીમમાં આવેલા કૂવામાં સિંહ પડી જતા તેને ગ્રામજનો અને જંગલ ખાતાની ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યો હતો. વિગતો મુજબ ખીલાવડ પોપટભાઇ હિરપરાની વાડીમાં પાણી ભરેલા કુવામાં સિંહ ખાબકતા સિંહે જીવ બચાવવા ગર્જના ઉપર ગર્જના ચાલુ કરી દેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને આ અંગે ખેડૂત પોપટભાઇએ જશાધાર રેન્જના અધિકારી ભરવાડને જાણ કરતા રેસ્ક્યુ ટીમના પ્રતાપભાઇ ખુમાણ સહીતનો સ્ટાફ ખીલાવડ ગામે દોડી આવ્યો હતો અને સિંહને કુવા માંથી બહાર કાઢવા તજવીજ શરૂ કરી હતી અને બપોરના 2.15થી સાંજના 5 વાગ્યા સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દોરડાથી બાંધી સિંહને સલામત રીતે બહાર કાઢી પાંજરે પુરી તાત્કાલીક સારવાર અર્થે જશાધાર…

Read More

રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે ગોંડલ તાલુકાના લિલાખા ગામ નજીક આવેલા સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા રાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવતા ભાદર નદી બેકાંઠે વહી રહી છે પરિણામે નિચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હાલ ડેમમાં 40207 ક્યુસેક પાણીની આવક સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.…

Read More

લખીમપુર ખેરીમાં બે બહેનોની હત્યાના કેસમાં પોલીસે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવો ખુલાસો કર્યો છે. પોલીસ અધિક્ષક સંજીવ સુમને જણાવ્યું કે બળાત્કાર બાદ કુલ છ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો. નામના છોટુ સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ છોટુ, સુહેલ, જુનૈદ, હફીઝુલ્લાહ, કરીમુદ્દીન, આરીફ તરીકે થઈ છે. ઝાંડી ચોકી વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ પોલીસે એક આરોપી જુનૈદની ધરપકડ કરી છે, જુનૈદને પગમાં ગોળી વાગી છે. બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે POCSO અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ચારેય આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. એસપીના જણાવ્યા અનુસાર, આરોપી છોકરીઓને લાલચ આપી માટે…

Read More

છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી હાઇએલર્ટ લેવલ 340.84 ફૂટને પાર થઇ જતા જવાબદારો એલર્ટ થઇ ગયા છે. હાલ ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 4 ફૂટ દૂર હોય ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડવાનું બે દિવસથી શરૂ છે. હજુ ચોમાસું પૂર્ણ થયું નથી ત્યારે ડેમ આગામી દિવસોમાં સંપૂર્ણ ભરી દેવાઇ તેવી શક્યતા છે. હાલમાં ઉકાઇ ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ડેમમાં 6675 એમસીએમ પાણીનો સંગ્રહ થઇ ગયો છે. સુરત શહેર-જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવાના પાણી માટે વર્ષે સરેરાશ 3000 એમસીએમ પાણીની…

Read More

રાજ્યમાં ચૂંટણીઓ પૂર્વે માજી ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડનો મામલો સામે આવ્યો છે અને આ ધરપકડને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા મામલે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની ધરપકડ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફર કરવાનો વિપુલ ચૌધરી પર આરોપ છે. વિપુલ ચૌધરી પર કરોડો રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી ઉત્તર ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને વિધાનસભા ચૂંટણી પર તેની અસર થવાની શક્યતા છે. વિપુલ ચૌધરી અગાઉ દૂધ…

Read More