કવિ: Halima shaikh

વલસાડમાં છેલ્લા ઘણાજ સમયથી વાહનચોરીના વધેલા બનાવો વચ્ચે વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે વાંકલ ગામ પાસે કેટલાક ઈસમો મોંઘીદાટ સ્પોર્ટ બાઈક વેચવાની તજવીજ કરી રહયા છે જેથી પોલીસે તપાસ કરતા ત્યાં 6 યુવકો નંબર વગરની સ્પોર્ટ બાઈક સાથે નજરે પડતા પોલીસે ગાડીના કાગળો માંગતા ગાડીના કાગળો મળી ન આવતા તમામને અટકમાં લઈ પૂછપરછ કરતા ધરમપુર પાસેના ગેરેજમાં વધુ બાઇકો સંતાડેલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન કુલ 12 બાઈક કબ્જે લઈ તેઓ પાસેથી 7 મોબાઈલ મળી કુલ 14.15 લાખનો મુદ્દામાલ ડિટેન કરી 6 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા ચોર લોકોએ સ્પોર્ટ બાઈક પણ ડુપ્લીકેટ…

Read More

ભાવનગર ભાજપમાં આંતરિક ડખ્ખો થયો છે અને ચૂંટણી અગાઉ ઉભા થયેલા આંતરિક મનદુઃખ ને લઈ ભાવનગર ભાજપનું સંગઠન નબળું પડ્યું છે તેવે સમયે આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ભાવનગરની મુલાકાત સૂચક મનાય છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો શાંત પડ્યો નથી ત્યાં ફરી ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા સામે પોતાના ઉપર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપતા મામલો ગરમાયો છે. બીજી તરફ કારડીયા રાજપૂત સમાજની મુકેશભાઈએ સમાજની માફી માગી હોવા છતાં કારડીયા રાજપૂત સમાજ હવે મુકેશ લંગાળીયાના રાજીનામુ માંગી રહયા હોય ભાજપનો આંતરિક કલેહ સપાટી ઉપર આવ્યો છે. જિલ્લા…

Read More

રાજકોટ નજીક આવેલા માળિયા હાટીના પાસેના ધુમલી ગામના વતની 26 વર્ષીય મંજુલા જીલાભાઇ વાળા નામની યુવતીએ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં દરમિયાન મૃત્યુ થયું હતું. આત્મહત્યા પાછળના કારણમાં ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી જેમાં તેણે એમ.કોમ. સુધી અભ્યાસ કર્યો હોવા છતાં જોબ મળતી ન હતી અને ત્યારબાદ પોલીસમાં ટ્રાય કરી ત્રણ વખત પીએસઆઇની પરીક્ષા આપી હતી પરંતુ તેમાં ઓછા માર્કસ આવતા પીએસઆઇ બનવાનું સ્વપ્ન સાકાર નહીં થતાં હતાશામાં આવી જઇ અંતિમ પગલું ભરી લીધું હતું. મંજુલા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હોવાથી પોતે પણ પોલીસ વિભાગમાં જવા માંગતી…

Read More

રાજ્યભરમાં હાઈવે અને રોડ- રસ્તા તૂટી ગયા છે. મોટા મોટા ખાડાઓ અને તૂટેલા રોડ પર વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા છે અને વાહનમાં તોતિંગ ખર્ચ આવી રહયા છે ત્યારે ટ્રકના મોંઘા ટાયરો તૂટતા વધી રહેલા ખર્ચા સામે કંટાળી ગયેલા ટ્રકચાલકોએ આખરે રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ-રસ્તા રિપેર નહિ થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવીને પોતાનો વિરોધ નોંધાવવા રજુઆત કરી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે ટોલટેક્સ પૂરેપૂરો ચૂકવવા છતાં રોડ-રસ્તાની પૂરતી સુવિધા મળતી નથી. ખરાબ રોડ-રસ્તાને કારણે વાહનમાં નુકસાન તો થાયજ છે પણ નિર્ધારિત સ્થળે માલની સમયસર ડિલિવરી નહિ થતા આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. તૂટેલા રોડના કારણે ટાયર તૂટી…

Read More

દેશના ઘણા રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈ સંકટ ઉભું થયું છે, ઘણા રાજ્યોમાં નદીઓનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે. દરમિયાન, હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને દિલ્હીમાં આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર, મહારાજગંજ, આંબેડકર નગર, શ્રાવસ્તી, ગોંડા, બસ્તી, બલરામપુર, સંત કબીરનગર, સુલતાનપુર, જૌનપુર, પ્રયાગરાજમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય ચંદૌલી, વારાણસી, ગાઝીપુર, બલિયા અને દેવરિયામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના જે જિલ્લાઓમાં વરસાદની…

Read More

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે તેણે પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે લૂઈસ વિટનના ચીફ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે તેણે પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે લૂઈસ વિટનના ચીફ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં આ સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન છે.

Read More

સુરતમાં ઢોર પકડવાની કામગીરી સામે હવે માલધારી સમાજ અને મહાનગરપાલિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે હવે માલધારી સમાજના નેતાઓ એ ભાજપ માંથી રાજીનામાં આપતા મામલો ગરમાયો છે. માલધારી સમાજનું કહેવું છે કે હાઇકોર્ટના આદેશ મુજબ રોડ ઉપર રખડતા ઢોરો પકડવાનું છે પરંતુ જે તબેલાઓમાં પશુઓ છે. તેને ઊંચકી જવા એ કેટલા યોગ્ય છે. આ મુદ્દે કેટલાક હોદ્દેદારોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. સુરતના કતારગામના વોર્ડ નંબર 8 ના યુવા મોરચાના મંત્રી મિલન દેસાઈએ જણાવ્યું કે હું મારા સમાજના પડખે છું અને સમાજના હિતમાં હું ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું. તેઓએ કહ્યું કે અમારા તબેલા ગેરકાયદેસર નથી પરંતુ અમે 1985થી…

Read More

આખા દેશમાંથી 25 નેતાનો પ્રચાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો જેમાં ચુંટણીઓ અગાઉ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કનૈયા કુમાર ગુજરાતની સભાઓ ગજવશે. આ સિવાય કોંગ્રેસના અન્ય રાજ્યના પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રીઓ વગરે ગુજરાતમાં પ્રચાર માટે આવશે. વિષયવાર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પ્રચાર માટે મહિલા સંમેલન, રોડ શો, બસ યાત્રા, કોર્નર મિટિંગ કરવા તખ્તો ગોઠવાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન માટે પ્રયાસો કરતી કોંગ્રેસ દરેક ચૂંટણી નજીક આવે ત્યારેજ જીતવા માટે કાર્યક્રમો ઘડે છે અને સામે પક્ષે ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારનાય જનતા વચ્ચે જઈને પોતાનું સ્થાન બનાવી રહયા છે. કેજરીવાલ અત્યારસુધી કેટલીયવાર ગુજરાતમાં આવી ચુક્યા છે અને ભાજપમાંથી…

Read More

દેશમાં કોંગ્રેસનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે હવે નવા અધ્યક્ષ શુ ચમત્કાર કરી શકશે તેતો આગામી આવનારા સમયમાંજ ખબર પડી જશે પણ બીજી તરફ કોંગ્રેસનાપ્રમુખ પદની ચૂંટણી જાહેર થતા જ જી-23 છાવણી સક્રિય થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ પહેલાથી જ અધ્યક્ષ પદ માટે ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન પદ માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તે જ સમયે, સૂત્રોને ટાંકીને સમાચાર છે કે શશિ થરૂર પણ ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસમાં પ્રમુખ પદ માટે ચૂંટણીની જાહેરાત થતાં હવે તમામની નજર જી-23ના નેતાઓ પર ટકેલી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું કોંગ્રેસમાં…

Read More

‘વિદ્યાર્થીકાળથી ઘૂસતું રાજકારણ શિક્ષણ માટે કલંક સમાન’ કોરોના હોવાના કારણે હવે બેવર્ષ બાદ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે કેમ્પસ છોડીને બહારના વિસ્તારોમાં પણ ઘર્ષણના બનાવો વધ્યા છે ત્યારે મધરાત્રે પોલીટેકનીક કોલેજની બહાર મારામારીની ઘટના બની હતી. નેકની ટીમ રવાના થયા બાદ વિદ્યાર્થી સંગઠનોએ સંયમ ગુમાવ્યો હતો અને મધરાત્રે પોલીટેકનીક કોલેજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ અને બીજેપીની વિદ્યાર્થી પાંખ એબીવીપી વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. અગાઉ એબીવીપી સાથે જોડાયેલો વિદ્યાર્થી હવે એનએસયુઆઇમાં જોડાયો છે તે હોસ્ટેલમાં રહેતો નહી હોવા છતાં કેમ્પસમાં આવતા એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા તું ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો છે અને એનએસયુઆઇનો પ્રચાર કરે છે…

Read More