કવિ: Halima shaikh

આજે સોમવારે શરૂઆતના કારોબારમાં યુએસ ડોલર સામે રૂપિયો 31 પૈસાની સર્વકાલીન નીચી સપાટીએ સરકી ગયો હતો. સોમવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો 80.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારના જાણકારોના મતે વૈશ્વિક બજારમાં અમેરિકી ચલણની મજબૂતાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે આ ઘટાડો નોંધાયો છે. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, ડોલર સામે રૂપિયો 80.10 પર ખૂલ્યો હતો, જે પાછળથી વધુ ઘટાડા સાથે 80.15 પર નોંધાયો હતો, જ્યાં અગાઉના બંધની સામે તેણે 31 પૈસાની નબળાઈ નોંધાવી હતી. પાછલા ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે ડોલર સામે રૂપિયો 79.84 ના સ્તર પર બંધ થયો હતો.

Read More

વડોદરામાં વાયરલ રોગોના વધી રહેલા કેસ વચ્ચે કોરોનાના કેસ પણ નોંધાઈ રહયા છે, છેલ્લા 36 કલાકમાં કોરોના ના નવા 33 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 183 છે. હાલમાં હોસ્પિટલોમાં 38 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી વેન્ટિલેટર અને 1 દર્દી ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 184 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં આદર્શનગર, એકતાનગર, અકોટા, અટલાદરા, ભાયલી, છાણી, દંતેશ્વર, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગોત્રી, જેતલપુર, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, પાણીગેટ સમા, સુભાનપુરા, સુદામાપુરી અને તાંદળજામાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વડોદરામાં વધારો જોવા મળી રહ્યો છે અને બાળકો,યુવનોથી લઈ વૃદ્ધ…

Read More

ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા તંત્રમાં ચિંતા પ્રસરી છે. ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ નવા સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 27 અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મળીને કુલ 30 દર્દીઓ હોમ આઇસોલેટ છે, ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના પણ નવા 6 કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના છ દર્દીઓ નોંધાયા હતા જેમાં રૂપાણી સર્કલ વિસ્તારમાં 30 વર્ષીય યુવાન, વિઠ્ઠલવાડી વિસ્તારમાં 24 વર્ષીય યુવાન, સિંધુનગર વિસ્તારમાં 19 વર્ષીય યુવતી, દીપક ચોક વિસ્તારમાં 16 વર્ષીય યુવતી, કાળુભા રોડ પર 20 વર્ષીય યુવાન તેમજ કુંભારવાડા વિસ્તારમાં 56 વર્ષીય પુરુષ ને કોરોનાના લક્ષણો જણાતા આ દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ…

Read More

ગુજરાતમાં આપ ના વધી રહેલા પ્રભાવ વચ્ચે સ્થાનિક ભાજપના સંગઠન અને સંકલન થી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો નિર્ધારિત કાર્યક્રમ ન હોવાછતા કમલમમાં તાકીદની બેઠક ગોઠવી તે વાત રાષ્ટ્રીય મીડિયામાં ચમકતા આખરે ભાજપ તરફથી ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ ચોખવટ કરવી પડી છે કે આ બેઠકમાં વડાપ્રધાન અચાનક નથી આવ્યા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અગ્રહને માન આપીને આવ્યા હતા અને તેઓ કોર કમિટીના સભ્યોને મળ્યા હતા વાઘાણીનું કહેવું છે કે, આ બેઠકમાં પીએમ નારાજ ન હતા પણ ખુશ હતા અને હળવા ફૂલ વાતાવરણમાં વડાપ્રધાને પોતાના પાર્ટી અને સરકાર સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને માર્ગદર્શન…

Read More

રાજયમાં વિધાનસભાની ચૂંટણી જીતવા રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે ત્યારે એક સમયે ભાજપ દ્વારા ગુજરાત મોડલને આખા દેશમાં લાગુ કરવાના વચનો આપી નરેન્દ્ર મોદી દિલ્હી સુધી પહોંચી વડાપ્રધાન બની ગયા છે તો હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ હવે મોદીજીના જ આઈડિયા વાપરી ગુજરાતમાં ‘દિલ્હી મોડલ’ ફ્રી શિક્ષણ, વીજળી,રોજગારી લાગુ કરવાના વચનો આપી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે જે વાત ગુજરાતના મતદારોને આકર્ષી છે, દિલ્હીથી ગુજરાત આવી કેજરીવાલ દિલ્હી મોડલ લાગુ કરવાના વચન આપી રહ્યા છે પરિણામે ગુજરાતના રાજકારણમાં પહેલીવાર આમ આદમી તરફી માહોલ બની રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનો આઈડિયા કામ કરતો જોઈ હવે કોંગ્રેસના પણ પ્રભારી બનીને…

Read More

ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે તેની પ્રાઈવસી ફીચર્સમાં નવા ફેરફાર કર્યા છે. આ ફેરફાર હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સંવેદનશીલ સામગ્રી જોઈ શકશે નહીં. સત્તાવાર જાહેરાતમાં, મેટા-માલિકીના Instagram એ જણાવ્યું હતું કે અમે બાળકોને સંવેદનશીલ સામગ્રીથી બચાવવા માટે ગોપનીયતા સુવિધાઓમાં કેટલાક ફેરફારો કરી રહ્યા છીએ, જેમાં નવા ટીનએજ વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ રૂપે સંવેદનશીલ સામગ્રીને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર બાળકો માટે સંવેદનશીલ સામગ્રીને બંધ કરવા અથવા મર્યાદિત કરવા માટે પેરેન્ટ્સ કંટ્રોલ વિકલ્પની મદદ લેવામાં આવતી હતી. ઇન્સ્ટાગ્રામ અનુસાર, ટૂંક સમયમાં આ ફીચર દરેક માટે લાઇવ કરવામાં આવશે. આ ફીચર્સ સાથે, Instagram…

Read More

રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભુત્વ વચ્ચે લોકો ભાજપ થી અંતર બનાવી રહયા હોવાનું અને સંગઠનમાં અંદર ખાને નારાજગીની વાતો ઉઠતા ગુજરાતમાં ભાજપને નુકશાન ન થાય તે માટે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જાતે ચૂંટણીઓને લઇને પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરવી પડી હોય તેવું પ્રથમવાર બન્યું છે, પીએમ મોદીજીના બે દિવસના ગુજરાતના સત્તાવાર કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઈ ઉલ્લેખ કરાયો ન હતો અને તેઓએ અચાનક જ કમલમ પર બે કલાક જેટલો સમય વધારી કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની સાથે પણ અલગથી બેઠક કરી હતી અને વાત એવી પણ…

Read More

આજકાલ મોબાઈલ અને ઈન્ટરનેટ ના ઝડપી જમાનામાં હવે 4 G બાદ સરકાર ઝડપથી 5G સેવાઓ શરૂ કરવા જઈ રહી છે અને ઓક્ટોબર સુધી લોન્ચ થવાની વાતો ચાલી રહી છે. 5G ટેકનોલોજી લગભગ 5 મિલીસેકન્ડની લેટન્સી આપે છે જ્યારે 4G ટેકનોલોજી એ 30 મિલીસેકન્ડથી 100 મિલીસેકન્ડ સુધીની હોય છે. 5G ટેકનોલોજી ઝડપી રિસ્પોન્સ આપે છે પરિણામે આવનાર સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો વધુ સલામત બની જશે, 4G નેટવર્કમાં ડાઉનલોડિંગ સ્પીડ 1 Gbpsને સ્પર્શી જાય છે, ત્યારે 5G નેટવર્કનું લક્ષ્ય તેનાથી દસ ગણું વધારે 10GBPSની મહત્તમ ડાઉનલોડ સ્પીડે થઈ જશે. 5G સેલ ટાવરની નજીક હોય તો 1GBPS સુધીની ઝડપી મોબાઇલ 5G ડાઉનલોડ સ્પીડ…

Read More

–પારડી ચંદ્રપુર પારનદી પાસે લોક કરેલી કારમાં મળી આવી સિંગરની લાશ :સિંગર ગૂમ થવા અંગે વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ —DYSP, પારડીના પીઆઈ મયુર પટેલ, વલસાડ એલસીબી નાં પીએસઆઈ કે એમ બેરિયા, અને વલસાડ સિટી પીઆઈ ડી એમ ઢોલ સ્થળ ઉપર દોડી ગયા પ્રતિનિધિ પારડી પારડી ચંદ્રપુર પારનદી પાસે એક સૂમસામ માર્ગ પર વલસાડના ગુમસુદા મહિલા સિંગર એવા વૈશાલી બલસારાની કાર માં રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. ઘટના ની જાણ પારડી પોલીસ અને LCB પોલીસ ને થતાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી છે. મારુતિ બલેનો કાર નંબર જી જે…

Read More

વલસાડમાં શ્રી તડકેશ્વર મહાદેવજી મંદિર ખાતે ભરાયેલા મેળા અને દર્શન માટે સુરતના કિમ થી શ્રાવણ માસ અંતર્ગત આવેલી બસના ચાલકે બસ રીવર્સમાં લેતા સર્જાયેલા વીજપોલ સાથે ટક્કર થતા સર્જાયેલ અકસ્માતમાં ચાર વીજપોલ જમીનદોસ્ત થતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. સુરતથી શિવ ભક્તો માટે નજીકમાં આવેલા શિવાલયોના દર્શન કરવા લકઝરી બસમાં એક ટુર સંચાલિકા દ્વારા ટુરનું આયોજન કર્યું હતું. જેમાં વલસાડમાં શ્રી તડકેશ્વર મંદિરે શિવ ભક્તો સાથે બસ આવી પહોંચી હતી. અહીં મેળો પણ ભરાયો હતો દરમિયાન લકઝરી બસના ચાલકે લકઝરી બસ રિવર્સ લેવા જતા વીજ પોલ સાથે ટકરાઈ જતા એક સાથે 4 વીજ પોલ તૂટી ગયા હતા. તડકેશ્વર મંદિરના…

Read More