ભારત અને પાકિસ્તાનમાં આજે બન્ને દેશો વચ્ચે રમાનારી મેચને લઈ ભારે ઉત્સુકતાનો માહોલ છે અને સાંજે લોકોએ મેચ માણવા અયોજનો ગોઠવી દીધા છે ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ કાળી પટ્ટી ધારણ કરી મેચ રમશે. વિગતો મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં એશિયા કપ 2022 ક્રિકેટની ટકકર થશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ સમયે ભારત વિરુદ્ધ મેચમાં કાળી પટ્ટી બાંધી બાબર આઝમની આગેવાનીવાળી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. કાળી પટ્ટી બાંધવાનું કારણ પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂર ને મૃતકો માટે દુઃખ વ્યક્ત કરવાનું છે. ક્રિકેટ મેચ યૂએઈના સમયાનુસાર સાંજે 6 કલાકે શરૂ થશે, ભારતમાં આ સમય સાંજના 7.30 વાગ્યાનો હશે. પાકિસ્તાનમાં આ સમયે પૂરે…
કવિ: Halima shaikh
ફિલ્મ જગતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બીજીવાર કોરોનાગ્રસ્ત થતા હાલ તેઓ ઘરે જ આઇસોલેટ થયા છે જેઓ સો.મીડિયામાં ઘણા જ એક્ટિવ હોય ચાહકોને પોતાનું હેલ્થ અપડેટ આપતા રહે છે. અમિતાભ બચ્ચને કહ્યું કે તેઓ ખરેખર આત્મ નિર્ભર બની ગયા છે. અમિતાભે બ્લોગમાં જણાવ્યું કે નવા સ્ટાફને બધું સમજાવવામાં ઘણી મુશ્કેલી આવી રહી હોવાથી તેઓ પોતાના કામ જાતેજ કરી રહયા છે. બિગ બીએ કહ્યું હતું, ‘કોવિડ હોવાને કારણે હું મારા કામ જાતે કરી રહ્યો છું. કપડાં ધોવું છું, ફ્લોર ક્લીન કરું છું, ત્યાં સુધી કે ટોયલેટ પણ જાતે જ સાફ કરું છું.’ વધુમાં અમિતાભે કહ્યું હતું, ‘જેટલી પણ સ્વિચ છે, જાતે જ…
રાજ્યમાં રોજ દારૂ ઝડપાઇ રહ્યો છે અને સાબિત થઈ રહ્યું છે કે સરકારના આદેશ છતાં બોર્ડર પરથી દારૂ ઘુસી રહ્યો છે ત્યારે વડોદરામાં પોલીસે મકરપુરા વિસ્તારમાં કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સહિત કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળેલી બાતમીના આધારે પોલીસે તરસાલી બાયપાસ વડદલા રોડ પર કાન્હા રેસીડેન્સી પાસે સ્કોર્પિયો કારમાંથી ઇન્ડિકા વીસ્ટા કારમાં દારૂની ફેરફેર કરવામાં આવી રહી હતી તેજ સમયે પોલીસે રેડ કરતા બંને કારમાંથી 528 બોટલ દારૂ મળી આવતા પોલીસે બે કાર મળી કુલ 4 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરવા સાથેદારૂની હેરાફેરી કરનારા અંકિતસિંહ શેખાવત (રહે. રેવાપાર્ક સોસાયટી, તરસાલી, વડોદરા), ગૌરાંગ ઉર્ફે…
મારુતિ સુઝુકીના પ્લાન્ટનો શિલાન્યાસ આજે સાંજે 5 વાગ્યે હરિયાણાના સોનીપતના ખરખોડામાં કરવામાં આવશે. ખરઘોડા IMT ખાતે બાંધવામાં આવનાર રાજ્યનો આ ત્રીજો મારુતિ સુઝુકી પ્લાન્ટ છે. પીએમ મોદી વર્ચ્યુઅલ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. હરિયાણાના સીએમ મનોહર લાલ, ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા, કેબિનેટ મંત્રી જેપી દલાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મારુતિ-સુઝુકી પ્લાન્ટ ઈન્ડસ્ટ્રીયલ મોડલ ટાઉનશીપ (IMT)માં 900 એકર જમીન પર બાંધવામાં આવશે. મારુતિ 800 એકરમાં કાર બનાવશે અને સુઝુકી 100 એકરમાં બાઈક બનાવશે. મારુતિએ નવેમ્બર 2025માં આ પ્લાન્ટમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. મારુતિ પ્રથમ બે તબક્કામાં અહીં 18 હજાર કરોડનું રોકાણ કરશે. ખારઘોડા IMT ખાતે મારુતિ-સુઝુકીના પ્લાન્ટનું આગમન…
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે જ્યારે મતગણતરી તા. 19 ઓક્ટોબરે થશે. મળતી માહિતી મુજબ તા.22 સપ્ટેમ્બરે ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા પછી, કોંગ્રેસ અને તેના આગામી અધ્યક્ષના ભાવિ પર ઉભા થઈ રહેલા પ્રશ્નો વચ્ચે રવિવારે પાર્ટીની કેન્દ્રીય કાર્ય સમિતિ (CWC)ની બેઠક મળી. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના નવા પ્રમુખ અને પાર્ટીના આગામી પ્રમુખની ચૂંટણીની તારીખો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપીને બેઠકની અધ્યક્ષતા કરી હતી.…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી,ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર ચાલુ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી કે, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટીદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે તેમ જણાવતા હવે PAAS દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત થઈ છે. PAAS દ્વારા આજે સુરતમાં રવિવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે શહેરના ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર આગોવાનો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો થયા તેનો…
આ ઘટના શુક્રવારે સાંજે રાઘોપુરના વીરપુરમાં બની હતી. અહીં નકલી દારૂ પીને લોકોની હાલત કફોડી બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીતા પહેલા લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બિહારમાં ફરી એકવાર નકલી દારૂ પીવાથી ત્રણના મોત થયા છે. યુવકોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે ત્રણને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટના શુક્રવારે સાંજે રાઘોપુરના વીરપુરમાં બની હતી. અહીં નકલી દારૂ પીને લોકોની હાલત કફોડી બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝેરી દારૂ પીતા પહેલા લોકોએ તેમની આંખોની રોશની ગુમાવી…
રાજ્યમાં હવે કોંગ્રેસના આગેવાનો ધીરેધીરે જાહેરમાં જનતાના વિકાસની વાતોના નિવેદનો કરી રહયા છે. રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પત્રકારોને જણાવ્યું કે ભાજપ સરકારને દારૂની આવક વધે તથા ઉદ્યોગપતિ, પોલીસ અને ખુદ સરકારની આવક બમણી કરવાની ચિંતા છે પણ સરકારને લોકોના આરોગ્યની ચિંતા નથી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો આરોગ્ય ક્ષેત્રે વિકાસ કરીશું. રાજ્યમાં સરકારી દવાખાના ફાઈવ સ્ટાર કક્ષાનાં બનાવવામાં આવશે. રાજકોટ શહેરની નાગર બોર્ડિંગ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,અમારા સંકલ્પ પત્રમાં દર્શાવેલી સારવાર દિલ્હીમાં પણ ઉપલબ્ધ છે. અમારો સંકલ્પ પત્ર ગુજરાતને વિશ્વ સ્તરે લઇ જવાનો છે. 2022ની વિધાનસભાની ચુંટણી બાદ…
દેશમાં હવે મોટાપાયે વરિષ્ઠ નેતાઓના રાજીનામાં પડી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના અસ્તિત્વ સામે સવાલો ઉભા થઇ ગયા છે, કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે આપેલા રાજીનામા બાદ હવે G-23 જૂથના નેતાઓના રાજીનામાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને તેલંગાણાના નેતા એમએ ખાને પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તેઓએ કોંગ્રેસના પતન માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ખાન કોંગ્રેસમાં બળવાખોર G-23 જૂથના સક્રિય સભ્ય હતા અને 2008 થી 2020 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. ખાને સોનિયાને લખેલા પત્રમાં કહ્યું હતું કે કોંગ્રેસ દેશના લોકોને એ સમજાવવામાં નિષ્ફળ રહી છે કે પાર્ટી બદલાવ કરી રહી છે…
આજે વડાપ્રધાન મોદીજી ભુજમાં પહોંચ્યા હતા જ્યાં પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના યોજાયેલા ત્રણ કિલોમીટરનો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીજી એ સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભુજીયા ડુંગરના સાનિધ્યમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે. 2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની…