અમેરિકન વિદેશમંત્રી એ બીજા દિવસે પણ ભારત નું ખુલ્લું સમર્થન કરી ચાઈના ને જવાબદાર ઠેરવ્યું હતું, ચીને છેતરીને ભારતીય જવાનો ઉપર હુમલો કરવાની ઘટના બાદ ભારતે પણ વળતા હુમલા માટે તમામ મોરચા સાંભળી લીધા છે ત્યારે અમેરિકાએ ચીન ને ફરી નિશાન બનાવી ભારત તરફી નિવેદન આપ્યું છે , વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું છે, ચીન માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપમાં પણ ખોટા ઈરાદાથી સાઈબર કેમ્પેઈનિંગ કરી રહી છે. તેમણે કહ્યું કે, ચીને ભારત દેશ સાથે સીમા પર તણાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને દક્ષિણ ચીન સાગરમાં પણ તેઓ ખોટી રીતે તેમનો વિસ્તાર વધારી રહ્યા છે. પોમ્પિયોએ…
કવિ: Halima shaikh
ગુજરાત એટીએસ ને મોટી સફળતા હાથ લાગી છે અને ગુજરાત માં મોટાપાયે વિદેશી હથિયારો ના કાળા કારોબાર નો પર્દાફાશ કર્યો છે, ગુજરાત એટીએસ ની ટીમે 50થી વધુ વિદેશી આધુનિક હથિયારો રિકવર કર્યા છે. વિદેશી આધુનિક હથિયારો ની ડીમાન્ડ સૌરાષ્ટ્ર અને અમદાવાદ માં હોવાની વાત સામે આવી છે અને મોરબી, ભાવનગર, કચ્છ, અમરેલી અને અમદાવાદમાં વેચાયેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનામાં 5 કરતા વધુ આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જે હથિયારો કબજે લીધા છે તેની તપાસ કરતા મોટાભાગના તમામ હથિયારો વિદેશી હોવાનું સામે આવ્યું છે. આ વિદેશી હથિયારોનું કન્સાઈમેન્ટ કોના માટે ગુજરાતમાં આવ્યું હતું? અને…
આજકાલ સામાન્ય માણસો માસ્ક પહેરવાનું ભૂલી જાય તો 200 નો દંડ ભરવો પડે છે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ નિયમ તોડે તો દંડ ભરવો પડી રહ્યો છે . રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ બુધવારે માસ્ક વિના જ કેબિનેટ બેઠકમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી એ જયારે આ અંગે ટકોર કરી ત્યારે તેઓએ પોતાના ખિસ્સામાં રહેલું માસ્ક કાઢીને પહેર્યું હતું અને પછી નિયમ મુજબ દંડ પણ ભરી દીધો હતો.મંત્રી ઇશ્વરસિંહે જણાવ્યુ કે માસ્ક ખિસ્સામાં હતું, પણ કેબિનેટમાં જતી વખતે પહેરવાનું ભૂલી જવાયું હતું. બેઠકમાં પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ માસ્ક પહેરવાનું જણાવતા તરત માસ્ક પહેરી લીધું હતું. જવાબદારી સ્વીકારી માસ્ક ન પહેરવા બદલ ગાંધીનગર મહાનગરપાલિકામાં…
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના ની સ્થિતિ બગડતી જઈ રહી છે અને સરેરાશ દરરોજ નવા 500થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. લગભગ 30 લોકોના મોત થયા છે. જૂન મહિનામાં ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 26198 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1619એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 540 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમા નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં…
આજકાલ ગઠિયા ચાલાકી કરીને ફેક કોલ કરી બેન્ક,ઓનલાઇન ખરીદી કે તેને લગતા કોઈ ને કોઈ કોલ કરી તમારા ઓટીપી મેળવીને મોટી રકમ ખંખેરી લેતા હોવાના બનાવો વધી ગયા છે ત્યારે કોઈ ના બેન્ક કે પેટીએમ અપડેટ ના ફોન આવે તો એલર્ટ થઈ જજો નહીતો તમારા પૈસા ઉંચકાઈ જઇ શકે છે. આ માટે જુદાજુદા બનાવો અહીં પ્રસ્તુત છે. આવાજ પ્રકાર ના અમદાવાદ ના સરદારનગરના બે લોકો સાથે 1.72 લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આશારામ પાર્કમાં રહેતા પ્રહલાદ ગુરનાણી પર 25 મેએ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેણે કેવાયસી અપડેટ નહિ કરાવો તો એકાઉન્ટ બ્લોક થઈ જશે તેવું…
બે મતનું મૂલ્ય કોંગ્રેસનેહવે મોડે મોડે સમજાયું છે,રાજકારણ ના દાવપેચ માં ફરી એકવાર કોંગી અગ્રણીઓ ગોથું ખાઈ ગયા છે કોંગ્રેસને માત્ર બે મતોની જરૂર હતી. પાર્ટી પાસે 66 ધારાસભ્યો હતા. એક ઉમેદવારને 34 મત જોઇતા હતા. આ સ્થિતિ જોતાં કોંગ્રેસને બે ઉમેદવારો માટે 68 ધારાસભ્યોની જરૂર હતી, પણ પિતા પુત્રની જોડીએ ભાજપ સાથે મોટી સોદાબાજી કરી હોવાનું વિધાનસભામાં ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્યોને સાચવી નહીં સકતા બંન્ને નેતાઓ વિપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પદ પર રહેવાનો કોઇ અધિકાર રહ્યો નથી. હવે કોંગ્રેસમાં મોટું વાવાઝોડું આવી રહ્યાનો સંકેત મળી રહ્યો છે.
ગાંધીનગર— ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના બે સભ્યોએ મતદાન નહીં કરીને ભાજપના ત્રીજા ઉમેદવારને જીતાડી દીધા છે. છોટુ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને ઘર ભેગા કર્યા છે. બીટીપીના છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે નિવેદન આપ્યું કે અમે ભાજપને પણ જણાવ્યું છે અને કોંગ્રેસને પણ જણાવીએ છીએ કે અમારી માંગણી સંતોષાઈ નથી. તેથી અમે કોઈપણ પક્ષને મત આપવાના નથી. બીટીપી પક્ષનાં બન્ને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા મતદાનથી અળગા રહ્યા. બન્ને પક્ષો સાથેની મંત્રણા રહી નિષ્ફળ રહી છે. કોંગ્રેસે બે વખત છોટુ વસાવા અને મહેશ વસાવાને મતદાન કરવા મનાવવા પ્રયાસો કર્યા હતા. ભાજપે પણ આ બંને નેતાઓને મનાવવા પ્રયાસો…
લોકડાઉન બાદ વલસાડ જિલ્લા માં વકરેલા કોરોના ના કેસ ને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે અને ત્યારબાદ વલસાડ શહેર માં પણ કોરોના એ દેખા દેતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ થી લઈ નિયમો અંગે જાગૃતિ નો પ્રસાર કરતા તેના પરિણામ સ્વરૂપ સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થયા હતા અને કોરોના માં ઘણી રીકવરી જણાઈ રહી છે. વલસાડ શહેર માં છેલ્લા 24 કલાક માં એકપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો નથી તેમ આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.
લદ્દાખમાં ચીન ની દાદાગીરી સામે નહિ ઝુકવા ભારત હવે કટિબદ્ધ બન્યું છે અને ચાઈના એ 10,000 જવાનો ખડકી દેતા ભારત એલર્ટ થઈ ગયુ છે અને હવે ભારત ચીનને દરેક રીતે પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. સેના, વાયુસેના અને નેવીને હાઈ એલર્ટ કરી દેવાયા છે. વાયુસેના એ યુદ્ધ વિમાનોને ફૉરવર્ડ બેઝ પર તૈનાત કરી દીધા છે આ બધા વચ્ચે વાયુસેનાનાં ચીફ આરકેએસ ભદૌરિયાએ લેહ અને શ્રીનગર એરબેઝ ની મુલાકાતે આવતા તેને ચીનને મોટા સંકેત આપવા તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીંથી લદ્દાખમાં તાત્કાલિક કોઈપણ ઑપરેશનને મોટો અંજામ આપી શકાય તેવી શકયતા જોવાઇ રહી છે. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં કોઈપણ પ્રકારનાં ઑપરેશન…
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની 4 બેઠકો પર 172માંથી અત્યાર સુધીમાં કુલ 170 મત પડ્યા. ભાજપના તમામ 103, કોંગ્રેસના 65, 1 અપક્ષ, 1 NCPના ધારાસભ્યોએ મતદાન કર્યુ. હવે માત્ર BTPના 2 ધારાસભ્યોનુ મતદાન બાકી હોવાના અહેવાલ છે. આજેવિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું. હવેભાજપ અને કૉંગ્રેસનાં ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે કિંગ મેકર BTP(ભારતીય ટ્રાયબલ પાર્ટી)નું મતદાન જ બાકી છે. સવારથી લઈ અત્યાર સુધીમાં ક્રોસ વોટિંગ કે બીજી ગેરરીતિની કોઈ ફરીયાદ નોંધાઈ નથી. જો કે નિયમ મુજબ 4 વાગ્યા સુધી પોલિંગ બુથ ચાલુ રહેશે. NCP અને અપક્ષે પણ મતદાન કરી દીધું છે. 4…