કોરોના મહામારી માં સરકાર મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે,કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં સુધારા માટે યોગ્ય પગલાં ન લેવા બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, લોકો અને લઘુ ઉદ્યોગો (MSME)ને રોકડ નહિ આપી સરકાર દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે. આ ડિમોનેટાઇઝેશન 2.0 છે. રાહુલ ગાંધી એ પોતાના ટ્વિટ માં ભારતના અર્થતંત્ર પર લોકડાઉનની થનારી અસરો વર્ણન પણ કર્યું છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી જરૂરિયાતમંદ અને MSMEને રોકડ સહાયની માંગ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર પાસે માંગ કરી છે કે આવતા છ મહિના માટે દેશના નબળા વર્ગને દર મહિને રૂ. 7500 આપવામાં આવે. રાહુલે અગાઉ…
કવિ: Halima shaikh
મુંબઈ. ફિલ્મ જગત માં આજકાલ અલ્ટ બાલાજીની વેબ સીરિઝ ‘XXX અનસેન્સર્ડ 2’માં આપત્તિજનક સીન્સ બતાવવા મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે. આ વિવાદને અંગે એકતા કપૂરે ‘ધ બિગ ડિબેટ વિથ શોભા ડે’ની સાથે એક વેબિનારમાં આ અંગે ચર્ચા કરી હતી. એકતાની સાથે ગુલ પનાગ, નંદિતા દાસ, માલિની અગ્રવાલ તથા ગુરદીપ પુંજ વગેરે પણ સામેલ હતાં. એકતાએ કહ્યું કે ‘આ સીરિઝમાં સેક્સ્યૂઅલ કન્ટેન્ટ છે. મારાથી પણ ભૂલ થઈ કે મેં જાતે એપિસોડ જોયો નહીં. અહીંયા એક આર્મી ઓફિસરની પત્ની છે, આ પાત્ર ફિક્શનલ છે. તેના સંબંધો અન્ય કોઈ સાથે છે. જ્યારે તેનો પતિ બહાર જાય છે ત્યારે તે પોતાના બોયફ્રેન્ડને બોલાવે છે અને જે…
ગુજરાત માં લોકડાઉન માં અપાયેલી છૂટછાટ વચ્ચે આજે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્ય ના અમદાવાદ ૩૧૮, સુરત ૬૪, વડોદરા ૩૫, ગાંધીનગર ૧૯, મહેસાણા ૬, બનાસકાંઠા ૬, પાટણ ૫, ખેડા ૪, સુરેન્દ્રનગર ૪, રાજકોટ ૩, આણંદ ૩, ભાવનગર ૨, ભરૂચ ૨, વલસાડ ૨, અરવલ્લી ૧, કચ્છ ૧, દાહોદ ૧, નવસારી ૧, અમરેલી ૧, અન્ય રાજ્ય ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ રાજય માં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 480 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે. અને એક દિવસમાં 319 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 20097 નોંધાયા છે. અને મોતનો કુલ…
કોરોના એ ભારત માં હાહાકાર મચાવી દીધો છે અને હાલમાં કોરોના પોઝીટીવ ની સંખ્યા 2 લાખ 46 હજાર 394 થઇ ગઇ છે. ગતરોજ શનિવારે માત્ર એક દિવસમાં જ સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે વીતેલા છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના કોરોના ને કારણે મોત થયા છે. સાથેજ દેશમાં કોરોના ના ખપ્પરમાં હોમાયેલા લોકો ના મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અહીં પ્રસ્તુત કર્યા છે. મહારાષ્ટ્રમાં ગતરોજ વધુ 2739 નવા કેસ નોંધાયા હતા.માત્ર મુંબઇ ની વાત કરવામાં આવે તો કોરોના…
જેની અગાઉ જાહેરાત થઈ હતી તે મુજબ તા. 8 મી થી રાજ્ય માં અમદાવાદ સહિત સોમવારથી કન્ટેન્ટમેન્ટ ઝોન અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં મંદિરો, ધાર્મિક સ્થાનો, મોલ, રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલી જશે અને હાલ માં જે રાતે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ છે તે યથાવત રહશે મોટી ઉંમરના, બાળકો અને સગર્ભાઓએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે, 8 મી જૂન થી ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ સહિત ખુલી રહ્યું છે. પરંતુ એએમસી દ્વારા સંક્રમણનો ખતરો રહેવાના કારણે 65 વર્ષથી વધુની ઉંમર, જેને કોઇપણ પ્રકારના રોગ છે…
ગુજરાતમાં લોકડાઉન માં છૂટછાટ બાદ કોરોના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને દૈનિક મિનિમમ 500 નોંધાઈ રહ્યાના અહેવાલો વચ્ચે રાજ્ય સરકારે કોરોના ને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર ની ગાઈડ લાઇન મુજબ ગુજરાતનાં જાણીતા તબીબો ને લઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સમાં ડૉ.તેજસ પટેલ, ડૉ.પંકજ પટેલ, ડૉ.આર.કે.પટેલ, ડૉ.અતુલ પટેલ, ડૉ.તુષાર પટેલ, ડૉ. મહર્ષિ દેસાઈ, ડૉ.દિલીપ માવલંકર, ડૉ.અમીબેન પરીખ, ડૉ.વી.એન.શાહ ની વિશેષ ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે. અગાઉ કોરોના મહામારીને કારણે આરોગ્ય સચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બંધ કરવામાં આવી હતી. પણ આજે ટાસ્ક ફોર્સની જાહેરાત માટે સરકારે ફરીથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ડો.…
કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ આગામી તા.23 જૂને અમદાવાદ ખાતે થી નિકળનાર ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા માં ભાવિકો સીધી રીતે નજીક થી જોડાઈ નહિ શકે પણ 10 ફૂટ દૂરથી દર્શન કરી શકશે. જે માટે રથયાત્રા ના રૂટ બંને બાજુથી બેરિકેડ કરવાનો નિર્ણય લેવાયો છે અને અંદર કોઇને પણ પ્રવેશવા દેવામાંનહીં આવે. ચાલુ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં પોલીસ સહિત લશ્કરી – અર્ધ લશ્કરી દળના જવાનો મળી 25 હજાર થી વધુ જવાનો ખડેપગે ફરજ બજાવશે. દર્શન કરવા આવનારા ભક્તને પોલીસ કે સુરક્ષા કર્મચારી રોકશે નહીં. પરંતુ તેઓ બેરિકેડ ક્રોસ કરીને અંદર નહીં જઈ શકે તેમજ દર્શનાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક…
હાલ રાજકારણ માં ખરીદ વેચાણ ની પ્રક્રિયા જોર ઉપર છે અને નેતાઓ મોકા નો ફાયદો ઉઠાવી રહ્યા છે. જામનગરના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ આજકાલ ભાજપ સામે ખુબજ ગુસ્સામાં જોવા મળી રહયા છે તેમણે કહ્યું હતું કે ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવા પૈસા છે પરંતુ કોરોના માં જનતા ને સહાય માટે પૈસા નથી. ખેડૂતો પર તીડ, લૉકડાઉન જેવી મુશ્કેલીઓ છે ત્યારે ભાજપ ધારાસભ્ય ખરીદી રહી છે. વિક્રમ માડમે કહ્યું કે ભાજપમાં તાકાત હોય તો મને ખરીદીને બતાવે તો હું માનું . વિક્રમ માડમે કહ્યું કે પોતે રૂ.25 કરોડ તોશું પણ રૂ.25 લાખ કરોડ આપે તો પણ હું ન વેચાઉં. વેચાયેલા ધારાસભ્યો એ…
ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય ના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી તેમજ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ, કચ્છમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે દરમ્યાન વાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે અને દમણ અને દાદારા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ યથાવત છે અહીં વરસાદ સાથે અહીયા ભારે પવન જોવા મળ્યો છે. જ્યારે વલસાડ શહેર અને જિલ્લાના અનેક વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો છે…
ચીન ભારત નો દુશ્મન દેશ છે અને આપણે જ પૈસા આપીને તેને વધુ મજબૂત બનાવી રહ્યા છે ત્યારે ચાઇનીઝ આઈટમ નહિ ખરીદવા માટે લોકો માં જાગૃતિ લાવવામાં આવી રહી છે ત્યારે તેની શરૂઆત દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કરીને ગજબ ની હિંમત બતાવી છે. અને (GCMMF- અમૂલ) ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કાર કરવાની જાહેરાત કરતુ એક ટોપિકલ 3 જુને તેના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ (@Amul_Coop) પર મુક્યું હતું. ત્યારબાદ 4 જુને મોડી રાત્રે ટ્વિટરે અમૂલનું આ એકાઉન્ટ બંધ કરી દીધું હતું. બાદમાં અમુલે ટ્વિટરનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરી આ એકાઉન્ટને 5 જુને સવારે ફરી શરુ કરાવ્યું…