Author: mohammed shaikh

Screenshot 20230615 151115 Chrome

દિલ્હીના મુખર્જીનગર સ્થિત સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આજે ગુરુવારે બપોરે 12 વાગ્યે આગ લાગતા વિદ્યાર્થીઓમાં ભાગદોડ મચી હતી અને પોતાનો જીવ બચાવવા વિદ્યાર્થીઓ બિલ્ડિંગના ત્રીજા માળેથી વાયરની મદદથી નીચે ઊતરતા જોવા મળ્યા હતા. કેટલાક વિદ્યાર્થીએ બારી અને બાલ્કનીમાંથી કૂદીને નીચે પડતા ઇજાઓ થઈ હતી. આ દુર્ઘટના બત્રા સિનેમા પાસે જ્ઞાન બિલ્ડિંગમાં સર્જાઈ હતી, જેમાં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસીમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 11 ફાયરફાઈટર ઘટનાસ્થળે ધસી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. કેન્દ્રમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા અને ત્યાંથી ફાયર…

Read More
Screenshot 20230615 091601 Chrome

ગુજરાતમાં આવનારા વાવાઝોડાના સમયે મોબાઈલ નેટવર્કમાં ખોરવાઈ જવાની પણ શક્યતાઓ છે ત્યારે આ સ્થિતિમાં લોકો કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી સુવિધા લાગુ કરવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ લોકોના મદદે આવી છે અને કોઈપણ કંપનીનું સીમ હોય અને જો નેટવર્ક ખોરવાઈ જાયતો તરતજ અન્ય કંપનીનું નેટ મોબાઈલમાં ચાલુ થઈ જશે અને મોબાઇલ ચાલુ રહેશે, લોકો મોબાઈલમાં મેન્યુઅલ સેટિંગ કરીને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરની સેવાનો ઉપયોગ કરી શકશે. મતલબ તમે પોતે જે કંપનીનું સિમકાર્ડ વાપરો છો તો તેનું નેટવર્ક જો ન મળે તો બીજી જે કંપનીનું નેટવર્ક ત્યાં મળતું હોય તેનો ઉપયોગ કરી શકશે. આના માટે શું કરવું પડશે?…

Read More
Screenshot 20230615 085916 Chrome

કચ્છ સહિતના દરિયાકિનારાના જિલ્લાઓના ગામોના કેટલાંક ગામોના સરપંચો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેશ બોર્ડના માધ્યમથી સીધી વાતચીત કરી હતી. તેઓએ બિપોરજોય વાવાઝોડા મામલે પગલે દરિયાકાંઠા વિસ્તારના ૧૬૪ ગામોનો સંપર્ક કરી સરપંચોને સ્થળાંતર તથા વાવાઝોડા સામે સાવચેતીના પગલાં ભરવા સહિતની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચો સાથે જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી. સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Read More
Screenshot 20230615 084548 Google

ગુજરાતમાં આજે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે જે હાલ કચ્છના જખૌના દરિયાકાંઠેથી 220 કિમી દૂર છે. દ્વારકાથી 230 અને નલિયાથી 240 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડુ 6 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે સાંજે જખૌ બંદર પરથી ‘બિપરજોય’ વાવાઝોડું પસાર થનાર હોય તંત્ર સ્ટેન્ડબાય છે,લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના 131 ગામોમાં વીજળી ગુલ છે. કચ્છ, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં 242 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ છે. આજે સાંજ સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બીપરજોય લેન્ડફોલ…

Read More
Screenshot 20230615 081628 Chrome

વડોદરામાં મનપા જનતાના પૈસાનો ધુમાડો કરી બુધ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે અને કરોડોના ખર્ચે રોડ બનાવી માત્ર થોડાજ દિવસમાં રોડ તોડી નાખવામાં આવે છે જે વાત નગરજનોમાં ચર્ચાનો વિષય બની છે. વડોદરામાં સોમા તળાવથી મહાનગર સુધીના ભાગમાં 14 દિવસ પહેલાં જ રૂ. 3.73 કરોડના ખર્ચે બનાવાયેલા રોડને તોડવામાં આવતા લોકોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની છે. આ રોડ વરસાદી ગટર લાઇન નાખવા ખોદી નખાયો હોવાની વાત સામે આવી છે. સોમા તળાવ ચાર રસ્તાથી ગણેશનગર-મહાનગર સુધીના ભાગમાં રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રોડ પર આવેલી નિલાંબર આંગનની સામેના ભાગ પર વરસાદી ગટરની લાઇનના જોડાણની કામગીરી કરવાનું પણ નક્કી કરવામાં…

Read More
20230615 081110 scaled

વલસાડ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે નેશનલ હાઇવે 48 પર બગવાડા ટોલબૂથ પર લગાવેલા શેડનાં પતરાં ઊડતાં ત્રણ રોડ બંધ કરવામાં આવ્યા હતા. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર અને ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતના નજીક આવી રહયું છે. ત્યારે તેની સીધી અસર વલસાડના તિથલ દરિયા કિનારે જોવા મળી રહી છે. વલસાડના તિથલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની અસરને લઈ ઊંચા મોજાં ઉછળતા બીચ પર બેસાડેલ લાદીઓ ઉખડવા લાગી છે તેમજ અહીં મુકવામાં આવેલ લારી ગલ્લા તેમજ ખાણી પીણી ની સ્ટોલ ને નુકશાન થયું…

Read More
Screenshot 20230614 111527 Chrome

કચ્છ જિલ્લામાં વાવાઝોડા અગાઉ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માંડવી, દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠા વિસ્તાર તરફ વાવોઝોડુ આગળ વધતા ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ખંભાળિયામાં સૌથી વધુ 5 ઈંચ, દેવભૂમિ દ્વારકામાં 4 ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઈંચ, ઉપલેટા, જામજોધપુરમાં પોણા 3 ઈંચ, જૂનાગઢ શહેર, પોરબંદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના કાલાવાડ, રાજુલા, રાણાવાવ, કુતીયાણા, ગીર ગઢડા, કેશોદ, વેરાવળ, જામકંડોરિયા, વિસાવદર, તલાલા, ભેસાણ, માળિયા, ધોરાજી, લાલપુર, ખાંભામાં એક…

Read More
Screenshot 20230614 091749 Chrome

અરબી સમુદ્રમાં તીવ્ર બનેલું વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર છે ત્યારે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. હાલ અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું બિપોરજોય જખૌ બંદરથી 280 કિલોમીટર જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટરના અંતર પર છે. વાવાઝોડું 15મી જૂનની સાંજે જખૌ બંદર પાસે ત્રાટકવાની શકયતા છે. બિપોરજોય વાવાઝોડું અતિ ભયાનક વાવાઝોડું 15મીની સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું હોય હવામાન વિભાગ દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું આવે તે પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વસતા લોકોને ખસી જવા ચેતવણી આપવામાં આવી છે દરમિયાન આજે તા.14મી જૂને કચ્છ અને દેવભૂમિ…

Read More
Screenshot 20230614 085132 Chrome

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવચેત રહેવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વ્યવસ્થા ઉભી કરી ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત અને પુનઃવ્યવસ્થાપન માટેનું આયોજન સુનિશ્ચિત કરી લીધું છે. તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાનું પાલન કરો. ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ દરમિયાન ઘરમાં જ રહો બહાર નિકળવાનું ટાળો, વૃક્ષ,વીજ થાંભલા કે જૂના જર્જરિત મકાનો પાસે ઉભા રહેવાનું કે આશ્રય લેવાનું ટાળો, સ્થળાંતર માટે તંત્રને સહયોગ કરો તેમજ…

Read More
Screenshot 20230614 084712 Chrome

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીમાં 65 વર્ષના ખેડૂત વૃદ્ધ પર હુમલો કરી તેમને જમીન ઉપર પછાડી દઈ તેઓ ઉપર થાર જીપ ફેરવી દઈ ફિલ્મી ઢબે હત્યા કરવામા ચકચારી પ્રકરણમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ થઈ છે. જમીનના કબજાના મામલે હત્યા થઈ હોવાનું મૃતકના પુત્ર દ્વારા ફરિયાદમાં જણાવતા મેઘપર પોલીસ દ્વારા હત્યા નો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વિગતો મુજબ જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના 65 વર્ષના વૃદ્ધ ખેડૂત પોતાના લંડનમાં રહેતા ફોઈની ખેતીની જમીન ખેડે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે અને જમીનનો કબજો ભીખાભાઈ પાસે હતો. દરમિયાન…

Read More