Author: mohammed shaikh

Screenshot 20230310 192707 Chrome

–સુરત-નવસારી પંથકમાં બેફામ બનેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા ચલાવતા તત્વો સામે તંત્ર ઘૂંટણીએ પડી ગયું! નઝીર અને ભૂરા શેઠનો છોકરો કાસમ ભારે ચર્ચામાં આવ્યા છે. –પ્રદુષણ વિભાગે પણ આંખો બંધ કરી લેતા આ વિભાગો પણ શંકાના દાયરામાં આવી ગયા છે અને સત્યડે આવા તત્વોને જાહેરમાં ખુલ્લા પાડશે. –અહીંની જમીનો ખોદી ગેરકાયદે માટી ખનન કરી ઈંટો તૈયાર કરી કેમિકલમાં પકવી એક નંગ ઈંટ આઠ કે તેથી વધુના ભાવે જથ્થાબંધ વેચી તગડી કમાણી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતની કિંમતી જમીનો અને પર્યાવરણનું નિકંદન કાઢનારા ગેરકાયદે ઈંટના ભઠ્ઠાઓ સામે ક્યારે પગલાં ભરાશે તે કહેવું મુશ્કેલ છે અને સુરત જિલ્લા હદ વિસ્તારથી લઈ નવસારીના…

Read More
Screenshot 20230309 164649 YouTube

–જીવનજયોત ખાડીમાં ગેરકાયદે કેમિકલનો નિકાલ કરનારા બિન્દાસ કેમ?  –બેફામ બનેલા કેમિકલ માફિયાઓ કોના ખીલે કુદે છે? તે મૂળ તપાસનો વિષય છે, આ લોકો માટે નિયમો કેમ લાગુ પડતા નથી? આટલી ખુલ્લી દાદાગીરી કરનારાઓ સામે એક્શન કોણ લેશે? –પાંડેસરા જીઆઈડીસીના સીઈટીપીના મુખ્ય ચેરમેન નારાયણ પ્રોસેસર્સના જીતુભાઈ વખારીયા અને પાંડેસરા જીઆઈડીસીના કમલવિજય તુલશ્યાન બન્નેમાંથી કોણ જવાબદારી સ્વીકારશે? –પર્યાવરણ તેમજ પશુ-પક્ષીઓ સહિત માનવ જીવન માટે જોખમ ઉભું કરનાર આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે કોણ પગલાં ભરશે ? –કેમિકલ પધરાવી જાનમાલ માટે જોખમ બનેલાઓ એક વાત નોંધીલે કે છેવટ સુધી આ અભિયાન ચલાવવા સત્યડે કટિબદ્ધ છે –ગાંધીનગરમાં બેઠેલા જવાબદાર સરકારી વિભાગ આ મામલે દરમિયાનગીરી કરી…

Read More
Screenshot 20230309 151931 Chrome

–છેલ્લા 10 વર્ષથી વધુ આ ઇંટના ભઠ્ઠાઓ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કે ભૂસ્તર વિભાગને કેમ દેખાતા નથી સુરત જિલ્લા હદ વિસ્તારમાં અને નવસારીના કછોલી, કપ્લેથા અને લાજપોર નજીકના વિસ્તાર સહિત ડાભેલ, આસણા અને ચોખડ ગામ વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ઈંટના ભઠ્ઠા સામે કોઈ પગલાં ભરવામાં નહિ આવતા આ મામલામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાની બૂમ ઉઠવા પામી છે. અહીંની જમીનો બંજર બની રહી છે અને મોટા મોટા ખાડાઓ ખોદી ગેરકાયદે માટી ખનન કરી ખનીજ ને નુકશાન થઈ રહ્યું છે . મોટા ભાગના કિસ્સામાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના ઈંટના ભઠ્ઠા ચલાવી રહ્યાં હોય અને ખેતી લાયક જમીનો અને પર્યાવરણને નુકશાન પહોંચી રહ્યું…

Read More
Screenshot 20230309 103826 Chrome

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરી રાહુલને પપ્પુ કહી તેમને દેશ માટે ખતરો ગણાવ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલના નિવેદનને ટ્વિટ કરીને કિરણે રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. રાહુલને ‘પપ્પુ’ તરીકે સંબોધિત કરી કિરણે લંડનમાં કોંગ્રેસના એક સમર્થકની સલાહનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઈન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા રાહુલને સમજાવે છે કે દુનિયાના અન્ય કોઈ દેશમાં ભારત વિરુદ્ધ બોલવું યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલના નિવેદનને ટ્વિટ કરીને કિરણે રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો…

Read More
Screenshot 20230309 101743 Chrome

અમેરિકી સંસદમાં નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર એવરિલ હેઈન્સે ચીન વિશે મોટી વાત કહી હતી. અમેરિકી ધારાશાસ્ત્રીઓને સંબોધતા એવરિલ હેઈન્સે કહ્યું કે ચીન અત્યારે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નેતૃત્વ માટે સૌથી મોટો ખતરો છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) વૈશ્વિક સ્તરે અમેરિકા માટે સૌથી મોટા ખતરા તરીકે ઉભરી આવી છે. ચીનના પડકારો અંગે ચર્ચા કરવા માટે અમેરિકી ધારાશાસ્ત્રીઓએ હેન્સને બોલાવ્યા હતા. એવરિલ હેન્સે જણાવ્યું હતું કે ‘CCP વૈશ્વિક સ્તરે યુએસની રાષ્ટ્રીય સુરક્ષા અને નેતૃત્વ માટે સૌથી મોટા ખતરાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં રશિયા સાથે ચીનના ગાઢ સહકારને કારણે અમારા માટેનો ખતરો વધુ વકરી ગયો છે. જે ઈન્ટેલિજન્સ…

Read More
20230309 100752 scaled

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ આજથી શરૂ થઈ રહી છે. આ મેચ જોવા માટે બંને દેશોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પ્રથમ દિવસની રમત નિહાળશે. મેચ પહેલા બંને દેશોના વડાપ્રધાનોએ પોતપોતાની ક્રિકેટ ટીમના કેપ્ટનનું સન્માન કર્યું હતું અને તેને ચોક્કસ ટેસ્ટ મેચ માટે ખાસ કેપ આપી હતી. આ પછી બંને નેતાઓએ ખાસ વાહનમાં સ્ટેડિયમનો પરિક્રમા કરી હતી સ્ટેડિયમ દર્શકોથી ભરેલુ જોવા મળ્યું હતું. રાષ્ટ્રગીત દરમિયાન પણ બંને દેશના વડાપ્રધાન પોતપોતાની ટીમના ખેલાડીઓ સાથે હતા. વડાપ્રધાન મોદી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ઉભા રહીને રાષ્ટ્રગીત ગાતા…

Read More
Screenshot 20230309 095225 Dailyhunt

રાજ્યમાં દારૂબંધી હોવાછતાં દારૂનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે અને બધા નહિ પણ કેટલાક લાંચીયા પોલીસવાળા તેમજ બુટલેગરોની જુગલબંધી કામ કરી રહી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહયા છે. આ બધા વચ્ચે અરવલ્લીમાં માલપુર રોડ પર દારૂ સગેવગે કરવાના બહુ ચર્ચિત પ્રકરણમાં ત્રણ પોલીસકર્મી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અહીં થયેલા અકસ્માત બાદ પોલીસવાળા દારૂ સગેવગે કરવામાં પડ્યા હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ અરવલ્લી જિલ્લા પોલીસવડાએ હેડ કોન્સ્ટેબલ અર્જુન સિંહ અને બે કોન્સ્ટેબલ જતિન અને વિજય કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તપાસમાં ખુલ્યું કે મોડાસાના પોલીસ કોન્સ્ટેબલ વિજય શનાજી પરમાર પાસેથી દારુનો જથ્થો મેળવ્યો હતો. જેને તેઓએ…

Read More
Screenshot 20230309 091014 Dailyhunt

અમદાવાદમાં ભારતના વડાપ્રધાન મોદીજી સાથે મેચ જોવા પધારેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે હોળીનો તહેવાર માણ્યો હતો. જ્યાં તેમના પર ફૂલોની વર્ષા કરી ગુલાલથી રંગી નાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે એન્થોની અલ્બેનિસે ટ્વીટ કર્યું, “અમદાવાદમાં હોળીની ઉજવણી કરવી સન્માનની વાત છે. હોળીનું પર્વ દુષ્ટતા પર સત્યની જીત છે. એન્થોની અલ્બેનિસે કહ્યું, તમે ક્યાંથી આવો છો તેનાથી કોઈ ફરક પડતો નથી-આપણે ઉજવણી કરીએ છીએ જે બધાને એક કરે છે તેની આપણે કદર કરીએ છીએ.” આ ઉપરાંત તેઓએ ઓસ્ટ્રેલિયામાં હોળીની ઉજવણી કરી રહેલા ભારતીયોને પણ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે એન્થોની અલ્બેનીઝે ગુજરાતના પરંપરાગત નૃત્યનો આનંદ પણ માણ્યો હતો. ગતરોજ એન્થોની અલ્બેનીઝે અમદાવાદના…

Read More
Screenshot 20230309 090419 Dailyhunt

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે પહોંચી ગયા છે. સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી દ્વારા સ્વાગત કરાયું. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ નિહાળવા દર્શકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યાં છે. જોકે,મોટાભાગની ટિકિટો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બુક કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ભારે રસપ્રદ બની રહી છે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફાઈનલમાં સીધા ક્વોલિફાય થવા માટે આજે શરુ થનારી ટેસ્ટ જીતવી જરુરી છે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના…

Read More
Screenshot 20230309 084832 Chrome

જીવનમાં મૃત્યુ ક્યારે આવી જાય તે કહેવાય નહીં હજુ બે દિવસ પહેલાં જ જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસ ભેર હોળી ઉજવનાર અને તેની તસવીરો હોંશે હોંશે સોશિયલ મીડિયા પર શૅર કરનાર ફિલ્મ અભિનેતા, ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું આજે ગુરુવારે વહેલી સવારે 67 વર્ષની વયે હાર્ટ અટેકને કારણે અવસાન થયુ છે સોશિયલ મીડિયા પર તેમના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા ચાહકોમાં  શોકનું મોજું ફરી વળ્યું છે અચાનક અલવિદા કરી જનારા સતીષ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો ત્યારબાદ 2012માં સરોગસીથી જન્મેલી પુત્રી વંશિકા હાલ…

Read More