Author: mohammed shaikh

Screenshot 20230418 131814 Chrome

કપરાડાના માંડવા ગામે ક્વોરીનો વિવાદ વકરી રહ્યો છે અને પહેલા ક્વોરીનો વિરોધ અને હવે કવોરી ચાલુ કરવા સંચાલકની તરફેણ કરવાની વાત વચ્ચે એક મોટો રાજકારણી ઇન્વોલ હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે. કપરાડાના આ મોટા નેતા હવે બધું સેટ કરીને ફરીવાર ગ્રામસભા બોલાવવા ભારે ઉતાવળા બન્યા છે. માંડવા ગામે ખાતા નંબર 826 અને સરવે નં-1547 ઉપર જ્યારે શરૂઆતમાં કવોરી બનાવવા મામલે વિરોધ થયો હતો અને ઉપરા ઉપરી બે ગ્રામસભા મળી અને સર્વાનુમતે કવોરી ચાલુ નહિ થવા દેવા ઠરાવ થયો તે વખતેતો ક્વોરીના કર્સર મશીનથી ઉડતી રજને લઈ આજુબાજુ ની ખેતીવાડીને નુકશાન થવાની વકી તેમજ ખેડૂતોને થનારા નુકશાન તેમજ સ્કૂલના બાળકોના…

Read More
Screenshot 20230418 093911 Dailyhunt

પ્રયાગરાજ પંથકમાં ‘દાદા’ થઈને ફરતા અતીક અહમદ અને અશરફ નું મર્ડર થયું તે પહેલાં તેઓને પોતાની હત્યા થવાની છે તેવી ભણક આવી ગઈ હતી અને તેથીજ હત્યાના બરાબર એક દિવસ અગાઉ તેણે સુપ્રીમ કોર્ટને સંબોધીને પત્ર લખ્યો હતો તેમાં તેણે પોતાની હત્યા થવાની હોવા અંગે દહેશત વ્યક્ત કરી હતી. ગત.તા.28 માર્ચે પણ અશરફ બોલ્યો હતો કે બે અઠવાડિયા પછી ટપકાવી દેશે હત્યાના બે અઠવાડિયા પહેલા તેણે ‘સેવા મેં, ભારતની સુપ્રીમ કોર્ટ’ને સંબોધિત કરતા લખેલા પત્રમાં તેણે પોતાની હત્યા થવા અંગે શકયતા વ્યક્ત કરી હતી. જોકે, હજુ સુધી આ પત્ર વિશે વધુ જાણકારી સામે આવી નથી, પરંતુ આશંકા વ્યક્ત કરવામાં આવી…

Read More
Screenshot 20230417 210735 Chrome

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા છે. જેની સામે 268 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, સદનસીબે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં નવા 30 કેસ સામે આવ્યા છે. સુરતમાં 30 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં 7 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, અમરેલીમાં 2 કેસ, ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2…

Read More
Screenshot 20230417 210323 Chrome

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 4 નવા દર્દી નોંધાયા છે. RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર કુલ 262 લોકોએ કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યુ હતું જે પૈકી વલસાડ જિલ્લામાં કુલ 4 કોરોના પોઝીટીવ જાહેર થયા હતા આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંક 78 ઉપર પહોંચ્યો છે. સાથે છેલ્લા 7 દિવસ પહેલા કોરોના પોઝીટીવ જાહેર થયેલી 9 વર્ષની બાળકી સહિત 5 સંક્રમિત દર્દીઓ સાજા થયા હતા. આ દર્દીઓને જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી હતી.

Read More
Screenshot 20230417 195046 Chrome

યુપીમાં રાતોરાત જાણીતા બની ગયેલા શૂટર્સ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારીએ અતિક અહેમદ અને અશરફની હત્યા કર્યા બાદ હુમલાખોરોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા પણ અહીં અતીકનો પુત્ર અલી અહેમદ નૈની જેલમાં બંધ હોય જેલમાં પણ ગેંગ વોર થવાની સ્થિતિ જણાતા ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ પોતાના ભાઈ અને કાકા તેમજ પિતાની હત્યા થતાં જેલમાં બંધ અલી અહેમદ છેલ્લા બે દિવસથી સતત હંગામો મચાવ્યો છે અને રવિવારે તે પોતાના પિતા અતીકના અંતિમ સંસ્કારમાં જવાનો પણ આગ્રહ કરી રહ્યો હતો. પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી. દરમિયાન આજે સોમવારે…

Read More
Screenshot 20230417 192610 Chrome

સૌરાષ્ટ્રના બોટાદ રેલવે સ્ટેશન ઉપર બોટાદ-ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં આગ લાગતા ભારેદોડધામ મચી જવા પામી હતી. બોટાદ રેલવેના પ્લેટફોર્મ નંબર 7 ઉપર આ ટ્રેન બંધ હાલતમાં હતી ત્યારે ટ્રેનના 3 ડબ્બામાં આગ આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે,ટ્રેનમાં કોઈ પેસેન્જર નહિ હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટના અંગેની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથેજ ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર તરફ જવા સાંજે 6 વાગે ઊપડે છે.…

Read More
Screenshot 20230417 181804 Chrome

ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા હતા. ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હોવાથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવાયા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જૂની FIR મામલે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. ભાજપના કોઈ વ્યક્તિએ મારી સામે ફરિયાદ કરી હતી તેમણે ઉમેર્યું કે, મે ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી વિષે ટિપ્પણી કરી હતી અને મને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે સવાલ ઉઠાવવામાં અમારી ફરજ છે…

Read More
Screenshot 20230417 141301 Chrome

–નિયમો માત્ર પ્રજા માટેજ છે કારણકે જો જનતાએ આધાર કાર્ડ,લાયસન્સ,ચૂંટણી કાર્ડ કઢાવવું હોયતો પણ તમામ આધાર પુરાવા આપવા પડે છે,પણ જો લબાડો ખુરશી ઉપર બેસી જાયતો બાપા ની પ્રોપર્ટી હોય તેમ નિયમ વિરુદ્ધ જઈ સરકારી પ્રોપર્ટી પણ ગળસી જવામાં શરમ રાખતા નથી જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. વલસાડમાં ગેરકાયદે મોટા મોટા કાંડ થયા છે અને કેટલીક ચંડાળ ચોકડીએ ભેગા મળી આવાજ ખેલ ખેલ્યા છે આવા લોકોએ કરોડો કમાઈને જલસા કર્યા છે બીજુ તો બીજું સરકારી જમીનો પણ છોડી નથી તેમાંય કરોડોનું કરી નાખ્યું છે પણ બધું દબાઈ ગયું છે. વલસાડના કબાટમાં આવા કેટલાય ભ્રષ્ટાચારના હાડપિંજર ભરેલા પડ્યા છે તે…

Read More
Screenshot 20230417 113420 Chrome 1

વલસાડ જિલ્લાના કપરડાના માંડવા ગામે ક્વોરી ચાલુ કરવા મુદ્દે પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થઇ ગયો છે અને ક્વોરીની નફરત કરનાર જ એક રાજકીય નેતાને જાણે કે રાતોરાત સંચાલક ગમવા માંડ્યો હોય તેમ આ કવોરી ચાલુ કરવા ભારે રસ લઈ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.પેહલા કવૉરીનો વિરોધ કરાવ્યો અને ક્વોરી સંચાલકો ને દબાવ્યા બાદ કથિત વહીવટ કરી લીધા બાદ હવે ક્વોરી ચાલુ કરાવવા મથામણ ચાલુ થઈ છે. બીજી એવી વાત પણ સામે આવી રહી છે કે સરકારના મોટાભાગના પ્રોજેકટ L&T દ્વારા પાર પાડવામાં આવે છે જેનો પેટા કોન્ટ્રાક્ટ ક્વોરી સંચાલકો ને મળ્યો હોવાનું કહેવાય છે. કપરાડા માં ધંધો કરવો હોય…

Read More

“યે પબ્લિક હૈ,સબ જાનતી હૈ!” કપરાડાના માંડવા ગામે ક્વોરીની નફરત કરનાર  રાજકીય નેતાને અચાનક સંચાલક સાથે LOVE થઈ ગયો!!!?” વલસાડ જિલ્લાના કપરડાના માંડવા ગામે ક્વોરી ચાલુ કરવા મુદ્દે પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થઇ ગયો છે અને ક્વોરીની નફરત કરનાર જ એક રાજકીય નેતાને જાણે કે રાતોરાત સંચાલક ગમવા માંડ્યો હોય તેમ આ કવોરી ચાલુ કરવા ભારે રસ લઈ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.પેહલા કવૉરીનો વિરોધ કરાવ્યો અને ક્વોરી સંચાલકો ને દબાવ્યા બાદ કથિત વહીવટ કરી લીધા બાદ હવે ક્વોરી ચાલુ કરાવવા મથામણ ચાલુ થઈ છે.બીજી એવી વાત પણ સામે આવી રહી છે કે સરકારના મોટાભાગના પ્રોજેકટ L&T દ્વારા પાર…

Read More