Author: mohammed shaikh

Screenshot 20230712 103744 Google

ગાંધીનગર પોલીસ પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી થશે જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ કે લાંગાને રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યા બાદ તેઓને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી થશે. રૂ. 10 હજાર કરોડના જમીન કૌભાંડના કેસમાં પૂર્વ ઓફિસર લાંગાનીગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. નિવૃતિ પછી પણ દસ્તાવેજો પર સહી કરી જૂની તારીખથી અમલ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. પૂર્વ IAS વિરુદ્ધ પોલીસ મથકમાં થયેલી ફરિયાદ બાદ લાંગા ફરાર હતા. દરમિયાન ગાંધીનગર પોલીસે બાતમીના આધારે પૂર્વ IAS એસ કે લાંગાને માઉન્ટ આબુમાંથી ઝડપી લીધા છે. પૂર્વ IAS એસ કે લાંગાની ધરપકડ…

Read More
Screenshot 20230712 102354 Chrome

સુરત એરપોર્ટ ઉપરથી ઝડપાયેલા રૂ.25 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં PSI દવેની મુખ્ય સંડોવણી સામે આવી છે જે આરોપીઓ આ સોનુ લાવ્યા હતા તેઓનો રોલ માત્ર PSI દવેને માલ આપવાનો હતો. દરમિયાન આજે 12મીના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. DRI અને કસ્ટમે મુખ્ય આરોપીને ઝડપી લેવા ચાર સ્થળે દરોડા પાડ્યા છે કારણ કે PSI પરાગ દવે જ જાણે છે કે ગોલ્ડ કોને આપવાનું હતું. તેણે સીમકાર્ડ પણ તોડી નાખ્યુ હતું કારણકે મોટાભાગના કોલ કે મેસેજ સોશિયલ મીડિયા મારફત કરાયા હતા. આ સોનુ ભરૂચના એક મિડિયેટરે મંગાવ્યું હોવાની પણ વાત પણ ચર્ચાઈ રહી છે. PSI દવેને સસ્પેન્ડ કરી કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાંચના…

Read More
Screenshot 20230712 094436 Chrome

રાજકોટના પડવલામાં ઝડપાયેલી નશામાં વપરાતી ગેરકાયદે સીરપ બનાવવાની ફેક્ટરી પ્રકરણમાં રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને તેના ભાઇના નામ ખૂલતાં રાજકારણ ગરમાયુ છે. રાજકીય આગેવાન સહિતના શખ્સો બે વર્ષથી ડુપ્લિકેટ આયુર્વેદિક સીરપના નામે ગેરકાયદે નશાની સીરપ વેચવાનો ધંધો કરતા હતા. નશાખોરો આયુર્વેદિક સીરપના નામે થતાં સીરપનો નશા માટે ઉપયોગ કરી રહ્યા હતા. આ સીરપમાં તે પ્રોડક્ટ આયુર્વેદિક પ્રોડક્ટ છે તેવું બતાવવા માટે આયુર્વેદિક પ્રોડક્ટ હોવાના અને રાજ માર્કેટિંગના સ્ટિકરો છપાવીને લગાવવામાં આવતા હતા. રૂપેશ ડોડિયા રાજકોટ શહેર યુવા ભાજપનો ઉપપ્રમુખ રહી ચૂક્યો છે અને આ કાંડમાં મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. શાપર પોલીસે આ મામલે રાજકોટ ગોકુલધામ પાણીના…

Read More
Screenshot 20230712 085304 Chrome

દેશમાં ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે વડોદરા ડિવિઝન માંથી પસાર થતી પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થઇ છે. ઉત્તર રેલવેના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થઈ છે પરિણામે કેટલીક ટ્રેન રદ કરાઈ છે. આવતીકાલે તારીખ 13મી જુલાઇના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. તારીખ 13મી જુલાઇના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉત્તર ભારતના ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કમોસમી વરસાદને કારણે રેલવેને…

Read More
Screenshot 20230712 082831 Chrome

રાજ્યમાં આજે છુટો છવાયો વરસાદ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ વડોદરા, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ થયો છે. જોકે, હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. રાજસ્થાન પર સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને તે સાયક્લૉનિક સર્ક્યુલેશન બની આ સિસ્ટમ હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની આસપાસ પહોંચી…

Read More
Screenshot 20230712 075942 Chrome

ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટામેટાના વધતા જતાં ભાવ મુદ્દે પોતાનો વિરોધ અનોખી રીતે નોંધાવ્યો છે. અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2 કિલો ટામેટા ઈ-કોમર્સ સાઈટ એમેઝોન દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને મોકલી આપ્યા છે. પ્રતિકિલોએ 160 રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે એક ટામેટું તમને 18થી 20 રૂપિયાએ મળશે. ટામેટાના ભાવ વધતાં લોકોએ વપરાશ ઓછો કર્યો છે. અત્યારે સ્થિતિ એવી થઈ ગઈ છે કે પેટ્રોલ કરતાં પણ એક કિલો ટામેટા વધારે મોંઘા પડી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડમાં ટમેટા 1600 રૂપિયાથી લઈને 2200 રૂપિયાના મણે વેચાઈ રહ્યાં છે. જો રીટેઈલની વાત કરવામાં આવે તો આ જ ટમેટા 150…

Read More
Screenshot 20230711 210810 Chrome

આજે રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 206 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યનાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દ્વારા અન્ય જીલ્લાઓમાં સ્વ-વિનંતીનાં કિસ્સામાં જીલ્લા ફેરબદલીથી નિમણૂંક મેળવવા માટે કલેક્ટરની રજૂઆત કરી હતી જેના ભાગરૂપે આ બદલીઓ થઈ હોવાનું સૂત્રો જણાવી રહયા છે.

Read More
IMG 20230711 WA0124

— એટહોમ કાર્યક્રમ રાજ્યપાલશ્રીના અધ્યક્ષપણા હેઠળ કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાશે — વાપીના બલીઠા ખાતે પી.ટી.સી કોલેજમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે વલસાડ તા. ૧૧ જુલાઈ રાજ્ય કક્ષાના ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ ‘‘સ્વાતંત્ર્ય દિન’’ની ઉજવણી માટે સરકારશ્રી દ્વારા વલસાડ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ પર્વની શાનદાર ઉજવણી થાય તેવા શુભ આશય સાથે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તા. ૧૧ જુલાઈ ૨૦૨૩ના રોજ સાંજે ૪-૪૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રીએ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. વલસાડ જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ગરિમાપૂર્ણ ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં…

Read More
Screenshot 20230711 180244 Chrome

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે,તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવતા પૂર્વ IAS એસ કે લાંગાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા મહત્ત્ના મહેસૂલી નિર્ણયોની તપાસ કરવા માટે ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 6 એપ્રિલ 2023ના રોજ વચગાળાનો તપાસ અહેવાલ આપ્યો હતો. એમાં નિવૃત્ત IAS એસ.કે.લાંગા, તત્કાલીન ચીટનીશ અને તત્કાલીન RAC વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવા માટે જેતે વખતે અગાઉ…

Read More
20230711 172706

આજકાલ સીંગતેલના ભાવ ભડકે બળી રહયા છે ત્યારે આજે મહેસાણામાં તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા લાખ્ખો રૂપિયાનું તેલ વહી જતા લોકોએ સીંગતેલ તેલ લેવા પડાપડી કરી મૂકી હતી. મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે આજે વહેલી સવારે તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં લોકોએ જે હાથમાં આવ્યું તે વાસણ લઈને તેલનો સ્ટોક ઘરમાં ભરી દીધો હતો. જેમ જેમ લોકોને જાણ થતી ગઈ તેમ તેમ લોકો ટેમ્પો-રિક્ષામાં બેસી સ્થળ ઉપર ડબા-કેરબા લઈ દોડી આવ્યા હતા અને સતત 5 કલાક સુધી લોકો સ્થળ પર તેલ ભરતા રહ્યા હતા. વિગતો મુજબ રાજકોટથી સત્યમ બાલ કેરિયર કંપનીનું સિંગતેલ ભરીને ડ્રાઇવર સહજાદ મોહંમદ અને કંડકટર આદિલ…

Read More