Gujarat રાજકારણમાં સાધારણ ઘટનાઓ બનતી જ નથી, જે કંઈ પણ બને છે તે અસાધારણ જ હોય છે. ભલે પછી એ નાની હોય કે મોટી. ભરુચ લોકસભા સીટને કોંગ્રેસના મર્હુમ નેતા અહેમદ પટેલની સીટ માનવામાં આવે છે, પણ આ ભ્રામક્તા છે, ખોટી માન્યતા છે. અહેમદ પટેલે 1989ની લોકસભા ચૂંટણીમાં ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા બાદ ક્યારેય લોકસભા ચૂંટણી લડવાનાં મેદાનમાં ઝંપલાવવાનું ટાળ્યું હતું અથવા તો એક રીતે કહીએ કે તેમણે લોકસભા ચૂંટણી લડવાનું માંડી જ વાળ્યું અને મૃત્યુપર્યંત તેઓ ગુજરાતમાંથી રાજ્યસભમાં સતત જીતતા આવ્યા. લોકસભા ચૂંટણીમાં ઉભા રહેવાના નામે તેમણે પછી કોઈ વિચાર કર્યો નહીં. ભરુચના બદલે મુ્સ્લિમને આપી નવસારીની સીટ જ્યારે…
કવિ: Shakil Saiyed - Political Editor
India: ભાજપ એવું કહે છે કે કોંગ્રેસ મૂક્ત ભારત દેશ.પણ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે એ સાફ દેખાય છે. કેડરબેઝ કાર્યકરો અને નેતાઓનાં બદલે ભાજપમાં કોંગ્રેસમાંથી આવી રહેલા તમામ પક્ષપલટુઓનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એક પ્રકારે કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો રસાલો રોજે રોજ તૈયાર હોય છે. રાજકારણમાં સર્વવિદિત છે કે ચૂંટણી હોય કે ન હોય પણ નેતાઓ અને કાર્યકરો પોતાની સાનુકુળ સ્થિતિમાં નિર્ણય લઈને પક્ષ દ્રોહ કરી નાંખે છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મનની નથી એ ઉક્તિને સાર્થક કરતી અનેક ઘટનાઓ ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં આઝાદીકાળથી ચાલી આવી રહી છે. વિચારાધારા…
Gujarat Lok Sabha Election: ગુજરાતમાં ભાજપનું કટુંબ લાક્ષાગૃહ બની ગયું છે. ગુજરાતમાં ભાજપે સત્તાના સૂત્રો હાંસલ કર્યા અઢી દાયકામાં પહેલી વાર છેક દિલ્હીથી જાહેર થયેલા લોકસભાના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. આવી ઘટનાઓ કોંગ્રેસમાં સાવ સામાન્ય છે પરંતુ ભાજપમાં પહેલી વાર આંતરવિરોધને પગલે સ્થિતિ સર્જાતા હવે હાઈકામાન્ડ અને ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને શોધવાનો વારો આવ્યો છે. એક સપ્તાહથી સાબરકાંઠામાં ડામોર કે ઠાકોરનાં પત્રિકાકાંડ અને સાંસદ રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભરચક પોસ્ટકાંડનો વિવાદ હતો. તેવામાં શનિવારે સવારે રંજન ભટ્ટ અને પછી સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા એટલે કે ટ્વિટર, ફેસબૂક વ્હોટ્સએપ સ્ટેટ પર વ્યક્તિગત કારણોસર લોકસભા ચૂંટણી લડવા અનિચ્છા…
Gujarat ગુજરાતમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી (AAP) ગઠબંધન આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી વર્ચસ્વને પડકારવાની આશા રાખે છે, જ્યારે શાસક પક્ષને વિશ્વાસ છે કે વિપક્ષી ગઠબંધન અસર કરી શકશે નહીં. તેની સંભાવનાઓ. આ વખતે કોંગ્રેસ-આપ ગઠબંધનનો ઉદ્દેશ્ય જોરદાર ટક્કર આપવા અને ભાજપ વિરોધી મતોના વિભાજનને રોકવાનો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં તમામ 26 સંસદીય બેઠકો જીતી હતી. બંને ચૂંટણીમાં પાર્ટીને 60 ટકાથી વધુ વોટ મળ્યા હતા. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP દ્વારા અલગથી લડવામાં આવી હતી, પરિણામે વિપક્ષી…
Gujarat: લોકસભાની ચૂંટણીનો માહોલ જેમ જેમ જામશે તેમ તેમ હવે નીત-નવા સમીકરણો અને ચોંકાવનારી ખબરોથી લોકો પણ અચંબામાં પડતા રહેવાના છે. ભાજપ માટે ગુજરાત સૌથી સલામત રાજ્ય છે. એવુંકહી શકાય કે ભાજપ માટે રાજકીય સ્વર્ગ છે અથવા તો ્ભેદ કિલ્લો છે. પાછલા લાંબા સમયથી કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષ ભાજપના આ કિલ્લાને ભેદી શક્યા નથી, આમ તો ગુજરાતમાં ટીકિટ મેળવવા માટે ભાજપમાં પડાપડી જામેલી હોય છે. કોઈ નેતા પોતાની જાતને નસીબવંતો માને છે કે તે ભાજપ સાથે છે. ભાજપ માટે એવું કહેવાય છે કે સ્ટ્રીટ લાઈટના થાંભલાને પણ ટિકિટ આપી દો તો એ જીતી શકે છે. આવી સ્થિતિમાં સાબરકાંઠા અને…
Vadodara: ગુજરાત ભાજપમાં વડોદરાથી જૂથવાદ શરૂ થતાં ચુંટણીઓ અગાઉ ભાજપમાં અસંતોષની આગ રાજ્યમાં પ્રસરે તે પહેલાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવી મનાવી લેવાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ નેતૃત્વ સાથેની બેઠક બાદ સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર કેતન ઇનામદારે રાજીનામુ પરત ખેંચી લીધું છે. આજે બપોરે ગાંધીનગરમાં કેતન ઇનામદાર અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બંધ બારણે મળેલી બેઠકમાં તેઓની નારાજગી તેમજ કાર્યકરોની અવગણનાનો મુદ્દે ચર્ચા થઈ હતી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ હાજર હતા. આજે આખો દિવસ આ મેટર ભારે ચર્ચાનો વિષય બની હતી. આખા ઘટનાક્રમની વાત કરવામાં આવેતો ઈનામદારે ગત રાત્રે 1.35…
Gujarat: દાદરા નગર હવેલી લોકસભા સીટના વર્તમાન મહિલા સાંસદ કલાબેન ડેલકરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ દાનહમાં કલાબેનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં અબ કી બાર, 400 કે પારનું સૂત્ર આપનાર દાનહ ભાજપના પદાધિકારીઓ ઉમેદવારની જાહેરાત પહેલાં જેમના પર ભૂમાફિયા સાથે સાંઠગાંઠ, આદિવાસીઓના શોષણ કરવાના આક્ષેપો મૂકતા હતા તે તમામ ભાજપના નેતાઓએ હવે કલાબેન ડેલકર માટે દાનહમાં ભાજપ કાર્યલાય અટલ ભવનમાં કલાબેન અને તેમના પુત્ર અભિનવ ડેલકર માટે હારતોરા સાથે રેડ કાર્પેટ પાથરી રહ્યા છે. આને ભાજપ દ્વારા શિસ્તબદ્વતા કહેવામાં આવે છે. દાદરા નગર હવેલીમાં ભાજપ દ્વારા વર્ષો સુધી…
Vadodara : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની ઘડીઓ નજીક આવી ગઈ છે. ગુજરાત અને કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારોની જાહેરાતમાં કેટલાકના પત્તા કપાતા ભારે હોબાળો થયો છે. ખાસ કરીને વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ત્રીજીવાર ટિકિટ આપીને રિપીટ કર્યા છે. જેને લઈને હવે વડોદરામાં એક નવો વિવાદ શરૂ થયો છે. વડોદરામાં ભાજપ નેતા જ્યોતિબેન પંડ્યા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું…
Yusuf Pathan વડોદરાના માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન ઓલરાઉન્ડર યુસુફ પઠાણને પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની પાર્ટી TMCએ બહેરામપુરાની ટિકિટ આપવાની જાહેરાત કરી છે. એક તરફ વડોદરામાં યુસુફ પઠાણની રાજકારણની એન્ટ્રીની વધાવવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકારણમાં ઝંપલાનાર યુસુફ પઠાણ વડોદરા તો શું ભારત દેશમાં જ નથી. યુસુફ પઠાણ હાલ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમી રહ્યો છે. તેની સાથે તેનો કિક્રેટર ભાઈ ઈરફાન પણ શ્રીલંકામાં છે. બન્ને ભાઈઓ શ્રીલંકામાં લિજેન્ડ કપ રમ્યા બાદ જ ભારત આવવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોરથી મીડિયા દ્વારા યુસફ પઠાણનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો જાણવા મળ્યું કે જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી…
Gujarat: તા. 6-3-2024 ના રોજ ધમડાચી ખાતે સરકારી કાર્યક્રમ હોવાથી પાલિકા નો આખો સ્ટાફ તહેનાદ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે પાલિકા સુમસાન ભાંસી રહી હતી રજૂઆતનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકો સાથે મળી પાલિકા પર હલ્લાહબોલ કરવામાં આવશે ચૂંટણી નજીક આવતા સરકારી કચેરીઓ ખાલી ખમ ભાસી રહી છે હાલ ધમડાચી ખાતે સરકારનો કાર્યક્રમ હોવાથી વલસાડ નગરપાલિકાના અધિકારી અને કર્મચારી ગણ ને તહેનાદ કરી દેવામાં આવ્યો હતો જેને કારણે આખી પાલિકા ખાલી ખમ ભાંસી રહી હતી જે સમય દરમિયાન પાલિકામાં કામ અર્થે આવતા લોકોએ વિલા મોઢે પરત જવાની નોબત આવી હતી આ અંગે જાગૃત નાગરિકે પાલિકા ચીફ ઓફિસર અને…