Author: Shakil Saiyed - Political Editor

WhatsApp Image 2024 04 20 at 7.07.48 PM

Gujarat: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દિવ લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસના હાર જીતના ગણિતમાં અપક્ષ ઉમેદવાર ભાંજી મારી દે તેવા પ્રકારના આંકડા કહી રહ્યા છે. ભાજપે વર્તમાન સાંસદ લાલુ પટેલને ફરીથી રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કેતન પટેલ પર દાવ રમ્યો છે. જ્યારે ઉમેશ પટેલે ફરી એક વાર અપક્ષ તરીકે કિસ્મત અજવાવાનું નક્કી કર્યું છે. કેતન પટેલે દમણ દિવમાં બહોળી રીતે પ્રચારનો પ્રારંભ કર્યો છે તો સાંસદ લાલ પટેલે પણ આક્રમકતાથી પ્રચારને વેગીલો બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની તીવ્ર હરીફાઈ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ત્રિકોણનો ત્રીજો ખૂણો બની ગયા છે. ઉમેશ પટેલ…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.05.44 PM

Gujarat: ભારતનું ઐતિહાસિક બંદર શહેર પોરબંદર અનેક કારણોસર પ્રખ્યાત છે પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે મહાત્મા ગાંધીનો જન્મ અહીં થયો હતો. પોરબંદરના લોકો ગરમ અને સરસ છે. તેઓ ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પોરબંદર એ સંત સુદામા, ભગવાન “કૃષ્ણ” ના મિત્ર મિલનું પ્રતિક છે તો સાથો સાથ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. ગાંધીજીએ અહીંથી જ વિશ્વને અહિંસાનો પાઠ શીખવ્યો હતો. બીજા પાસાને જોઈએ તો પોરબંદર સરમણ મુંજા જેવા ગેંગસ્ટર માટે પણ કુખ્યાત બન્યું હતું. ગેંગવોર ફૂલીફાલી હતી. સરમણ મુંજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજા માટે પણ પોરબંદર પ્રખ્યાત બન્યું. સંતોકબેન જાડેજાને ગોડમધર તરીકેની ઓળખ…

Read More
Satyaday Web 24

Gujarat: પ્રમાણમાં ઠંડા દિવસોના ટૂંકા ગાળા સાથે, બુધવારે અમદાવાદમાં સૂર્ય આથમ્યો હતો, જેના કારણે તાપમાનનો પારો 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો અને ગરમી સંબંધિત કટોકટીની સ્થિતિ વધી હતી. અમદાવાદ ગુજરાતમાં સાતમું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે અમરેલી 44 ડિગ્રી સેલ્સિયસ સાથે યાદીમાં ટોચ પર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. બુધવારનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધારે હતું – છેલ્લા દાયકામાં એપ્રિલના એક દિવસનું સૌથી વધુ તાપમાન. 26 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. બપોરના સમયે શહેરના…

Read More
election

Election: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે સાંજે પ વાગ્યે સમાપ્ત થયો અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે. તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તે ઉપરાંત પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થશે. રાજસ્થાનની ૧ર સીટો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં અરૂણાચલ પ્રદેશની બે લોકસભા અને આસામની પાંચ લોકસભા બેઠકો પર…

Read More
rupala

Gujarat: લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠક પર ગરમાટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વીસ દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના નિવેદનથી રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન શરુ કરી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી છે અને આ માંગ પર તેઓ મક્કમ રહેલા જોવા મળી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરતા માહોલ બગડ્યો હતો. જોતજોતામાં આ વિવાદે એટલી આગ પકડી લીધી કે ભાજપ માટે ડેમેજ કન્ટ્રોલ પણ અઘરું બની ગયું. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની હઠ પકડી છે અને તે પૂરી ન થાય તો વધારે ઉગ્ર આંદોલન કરવાની તેમ…

Read More
alpesh kathiriya

AAP: 2015માં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલા પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે ઉભરેલા સુરતના પાટીદાર યુવા નેતાઓ એક સાથે રાજીનામું ધરી દેતા હડકંપ મચી ગયો છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાઈને અલ્પેશ કથીરીયાએ વરાછા અને ઘાર્મિક માલવિયાએ ઓલપાડ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. બન્નેએ એક સાથે આપ જોઈન કરી હતી પણ હવે બન્નેએ એક સાથે આપને રામ-રામ કર્યા છે. હાર્દિક પટેલ જેલમાં જતા પાટીદાર અનામત આંદોલનને અલ્પેશ કથીરીયાએ નેતૃત્વ પુરું પાડ્યું હતું. અલ્પેશને પણ જેલમાં જવાનો વારો આવ્યો હતો. અલ્પેશ કથીરીયાએ ત્યાર બાદ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો અને આપ પાર્ટીમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી…

Read More
c.r. patil

Navsari: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની દુદુંભી વાગી રહી છે જેનો કલશોર ગુજરાતમાં ચોતરફ સંભળાઈ રહ્યો છે. પોતાનો વટ્ટ અને ઠસ્સો દર્શાવવા ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા કા તો જનસભામાં મેદની એકત્રિત કરે છે અથવા તો ફોર્મ ભરવા જતી વેળાએ મોટા રોડ શોથી પાર્ટી-સમર્થકો અને પ્રભાવના દર્શન કરાવવાનું ચુકતા નથી. આજે અમદાવાદમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો અને જ્નસભા છે ત્યારે તેઓ શુક્રવારે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ નવસારીના બે ટર્મ સાંસદ રહેલા સી આર પાટીલ ગુરુવારે (આજે વિજય મૂહુર્ત 12.39 વાગ્યે પોતાનું નામાંકન કરવાના હતા.પણ કલેકટર ઓફિસ પહોચતા જ ઘડિયાળમાં જોયું, તો તેઓ પણ ક્ષણિક ધબકારો ચૂકી ગયા…

Read More
p. t. jadeja

Gujarat: ગઈકાલે રાત્રે 12:00 વાગે અચાનક બોલાવાયેલી ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચેની મંત્રણા અંગે આજરોજ ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ વિગતવાર માહિતી આપી હતી. ક્ષત્રિય સમાજ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમંત્રી અને ભાજપ પ્રમુખ સી આર પાટીલની બેઠક યોજાઇ હતી જેને લઇને આજરોજ પીટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે સંકલન સમિતિમાં તમામ હોદ્દેદારો વચ્ચે જ્યારે સમાધાનની વાત આવી ત્યારે ક્ષત્રિય સમાજનો એક જ સૂર રહ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવામાં આવે. ભારતીય જનતા પક્ષ આદેશ આપે અથવા તો પુરુષોત્તમ રૂપાલા પોતે જે અગાઉ બોલી ચૂક્યા છે કે જો પક્ષને નુકસાન…

Read More
RV3Sioo3 Satyaday Web 18

Gujarat: લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હટાવવાની માગ સાથે વડી અદાલતમાં તેમણે અરજી કરી હતી. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી મતદારો પાસે મત માગવો એ તેમનો અધિકાર હોવાની તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનિય છે કે અગાઉ રાજપીપળા કોર્ટે નર્મદામાં પ્રવેશબંધી હટાવવાની ચૈતર વસાવાની માગ ફગાવી દીધી હતી. નર્મદા જિલ્લામાં પ્રવેશ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે, ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે મંજૂરી આપી છે. લોકસભા ચૂંટણી નજીકમાં જ છે ત્યારે ચૈતર…

Read More
Bhavnagar

Gujarat: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલા બફાટ બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. ક્ષત્રિયોના ભારે વિરોધ છતાં પુરૂષોત્તમ રૂપાલાએ તેમની ઉમેદવારી રાજકોટમાંથી નોંધાવી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભાજપનો ખુલ્લો વિરોધ થયો હતો. ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાની ચૂંટણી પ્રચાર સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. ભાવનગરમાં ક્ષત્રિય સમાજના લોકોએ મનસુખ માંડવિયા અને અન્ય નેતાઓનો કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાભાષણ આપી રહ્યા હતા. તે વખતે જ તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢી ચાલુ સભામાં જ પોતાનું…

Read More