Author: Shakil Saiyed - Political Editor

Satyaday Web 9 1

Gujarat: રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનો તથા ક્ષત્રિયાણી બહેનો દ્વારા શાંતિપૂર્ણ અને વ્યૂહાત્મક આંદોલનનો પ્રારંભ થયો હતો. સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના જણાવ્યા મુજબ શાંતિપૂર્ણ માર્ગે પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવશે આજરોજ 21 બહેનો ઉપવાસ પર ઉતરવાના હતા તેની જગ્યાએ સ્વયંભૂ 100 થી વધારે બહેનો રામધૂન કૃષ્ણધૂન અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી ઉપવાસ પર બેઠા છે. સમગ્ર લોકસભા વિસ્તારમાં ધર્મરથ ફેરવવામાં આવશે અને લોકોને અસ્મિતા ની લડાઈમાં જોડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સાત રથ ફેરવવામાં આવશે. દરેક વોર્ડના એક પ્રમુખ તથા તેની નીચે 10 સભ્યો ની નિમણૂક કરવામાં આવી…

Read More
Satyaday Web 8 1

Gujarat: સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અને માફીના પ્રકરણે ભારે અફડાતફડી ઉહાપોહ મચી ગયા પછી ભાજપની નેતાગીરીએ રૂપાલાને હટાવી લેવાની ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી. રૂપાલા પોતાનો પ્રચાર જોરશોરથી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજે પોતાની એકમાત્ર માંગણીનો અસ્વીકાર થયો હોવાના પગલે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવું, કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ જાહેર કરી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં ૯ૅ૦ ઉપરાંતના સભ્યો-આગેવાનોએ ચર્ચા-વિચારણા કર્યા પછી લડતના કાર્યક્રમો જાહેર કર્યા છે. આ કાર્યક્રમોમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે ક્ષત્રિય સમાજ રાજકોટની બેઠક ઉપર…

Read More
mukesh dalal

Gujarat: સુરત લોકસભા બેઠક પરથી ભાજપની જીતનું ખાતું ખુલી ગયું છે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન ગેરલાયક ઠર્યા બાદ અને તમામ અપક્ષો અને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. આ સાથે સુરત બેઠક પર ચૂંટણી નહીં થાય. તેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ સુરતમાં ચૂંટણી જંગે અણધાર્યો વળાંક લીધો જ્યારે 21 એપ્રિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે ગુજરાતના મોટા ભાગના મતવિસ્તારોમાં બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. શરૂઆતમાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારો અને્ દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતા જોવા મળી…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.13.38 PM

Gujarat: સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઉમેદવારી ફોર્મ પર ત્રણ ટેકેદારોઓ એફિડેવિટ કરીને કરેલા સોંગધનામા બાદ ભાજપે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવા રજૂઆત કરી છે અને આવતીકાલે 11 વાગ્યે આ અંગે સુરતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે. જોકે, ચૂંટણી પંચના સૂત્રો કહી રહ્યા છે કે કોંગ્રેસને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હોવાની મૌખિક જાણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે તેમના બનેવી, એક અંગત મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનરે ટેકેદાર તરીકે સહી કરેલી છે. પરંતુ ફોર્મ ચકાસણીના સમયે ત્રણેય…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.12.07 PM 1

Gujarat: સુરત લોકસભા સીટ પર કોંગ્રેસ માટે સૌથી મોટા અને બેડ ન્યૂઝ આવી રહ્યા છે. સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઉમેદવારી ફોર્મ પર ત્રણ ટેકેદારોઓ એફિડેવિટ કરીને કરેલા સોંગધનામા બાદ ભાજપે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવા રજૂઆત કરી છે અને આવતીકાલે 11 વાગ્યે આ અંગે સુરતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે. કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે તેમના બનેવી, એક અંગત મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનરે ટેકેદાર તરીકે સહી કરેલી છે. પરંતુ ફોર્મ ચકાસણીના સમયે ત્રણેય જણાએ ટેકેદાર તરીકે પોતે સહી નહીં કરી હોવાની…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.07.48 PM

Gujarat: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દિવ લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસના હાર જીતના ગણિતમાં અપક્ષ ઉમેદવાર ભાંજી મારી દે તેવા પ્રકારના આંકડા કહી રહ્યા છે. ભાજપે વર્તમાન સાંસદ લાલુ પટેલને ફરીથી રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કેતન પટેલ પર દાવ રમ્યો છે. જ્યારે ઉમેશ પટેલે ફરી એક વાર અપક્ષ તરીકે કિસ્મત અજવાવાનું નક્કી કર્યું છે. કેતન પટેલે દમણ દિવમાં બહોળી રીતે પ્રચારનો પ્રારંભ કર્યો છે તો સાંસદ લાલ પટેલે પણ આક્રમકતાથી પ્રચારને વેગીલો બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની તીવ્ર હરીફાઈ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ત્રિકોણનો ત્રીજો ખૂણો બની ગયા છે. ઉમેશ પટેલ…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.05.44 PM

Gujarat: ભારતનું ઐતિહાસિક બંદર શહેર પોરબંદર અનેક કારણોસર પ્રખ્યાત છે પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે મહાત્મા ગાંધીનો જન્મ અહીં થયો હતો. પોરબંદરના લોકો ગરમ અને સરસ છે. તેઓ ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. પોરબંદર એ સંત સુદામા, ભગવાન “કૃષ્ણ” ના મિત્ર મિલનું પ્રતિક છે તો સાથો સાથ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે. ગાંધીજીએ અહીંથી જ વિશ્વને અહિંસાનો પાઠ શીખવ્યો હતો. બીજા પાસાને જોઈએ તો પોરબંદર સરમણ મુંજા જેવા ગેંગસ્ટર માટે પણ કુખ્યાત બન્યું હતું. ગેંગવોર ફૂલીફાલી હતી. સરમણ મુંજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજા માટે પણ પોરબંદર પ્રખ્યાત બન્યું. સંતોકબેન જાડેજાને ગોડમધર તરીકેની ઓળખ…

Read More
Satyaday Web 24

Gujarat: પ્રમાણમાં ઠંડા દિવસોના ટૂંકા ગાળા સાથે, બુધવારે અમદાવાદમાં સૂર્ય આથમ્યો હતો, જેના કારણે તાપમાનનો પારો 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો અને ગરમી સંબંધિત કટોકટીની સ્થિતિ વધી હતી. અમદાવાદ ગુજરાતમાં સાતમું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે અમરેલી 44 ડિગ્રી સેલ્સિયસ સાથે યાદીમાં ટોચ પર હતું. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. બુધવારનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધારે હતું – છેલ્લા દાયકામાં એપ્રિલના એક દિવસનું સૌથી વધુ તાપમાન. 26 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. બપોરના સમયે શહેરના…

Read More
election

Election: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન ૧૯ એપ્રિલે થનાર છે. લોકસભા ચૂંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાનો પ્રચાર ગઈકાલે સાંજે પ વાગ્યે સમાપ્ત થયો અને ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો પર મતદાન થવાનું છે. તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે. તે ઉપરાંત પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ, ઉત્તરાખંડની પાંચ અને પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન થશે. રાજસ્થાનની ૧ર સીટો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં અરૂણાચલ પ્રદેશની બે લોકસભા અને આસામની પાંચ લોકસભા બેઠકો પર…

Read More
rupala

Gujarat: લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠક પર ગરમાટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વીસ દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના નિવેદનથી રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન શરુ કરી તેમની ઉમેદવારી પાછી ખેંચવાની માંગ કરી છે અને આ માંગ પર તેઓ મક્કમ રહેલા જોવા મળી રહ્યા છે. પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરતા માહોલ બગડ્યો હતો. જોતજોતામાં આ વિવાદે એટલી આગ પકડી લીધી કે ભાજપ માટે ડેમેજ કન્ટ્રોલ પણ અઘરું બની ગયું. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની હઠ પકડી છે અને તે પૂરી ન થાય તો વધારે ઉગ્ર આંદોલન કરવાની તેમ…

Read More