Author: Shakil Saiyed - Political Editor

WhatsApp Image 2024 04 25 at 4.56.50 PM 1

Gujarat: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન પણ થયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન સુધી અસ્મિતા રથને ફેરવવામાં આવશે અને જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 નો પ્રારંભ થયો છે. રાજકોટ-કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થયો છે, અને હવે ભાજપ સામે ખુલ્લો ક્ષત્રિયો સમાજ મેદાનમાં ઉતર્યો છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમાજને સમજાવી રહ્યા છે. રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી સંતોષવામાં નહીં આવતા ક્ષત્રિયો હવે ભાજપ સામે ખુલ્લા વિરોધમાં આવી ગયા છે,…

Read More
WhatsApp Image 2024 04 23 at 3.14.40 PM

Mumbai High Court: મુંબઈ હાઈકોર્ટે દાઉદી વ્હોરા સમુદાયના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના બિરુદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહિર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્દીને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના દાઉદી વ્હોરા સમુદાયના 53મા ધાર્મિક નેતા અથવા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના દરજ્જાને પડકારતો દાવો દાખલ કર્યો હતો. જસ્ટીસ ગૌતમ પટેલે કહ્યું કે હું કોઈ ગરબડ ઇચ્છતો નથી. મેં ચુકાદો શક્ય તેટલો તટસ્થ રાખ્યો છે. મેં માત્ર પુરાવાના આધારે ફેંસલો કર્યો છે, આસ્થાના મુદ્દા પર નહીં.” દાઉદી વ્હોરા સમુદાયે કહ્યું કે મુંબઈ હાઈકોર્ટનો ફેંસલો “ઐતિહાસિક” અને સમુદાય માટે નિર્ણાયક ક્ષણ છે. દાઉદી વ્હોરા પ્રવક્તાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચુકાદામાં અરજદાર…

Read More
FdV0CEAH nilesh kumbhani

Surat: સુરત લોકસભા બેઠકના અમાન્ય કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગુમ થઈ ગયા છે. તેમનું ઉમેદવાર તરીકે નામાંકન કથિત વિસંગતતાને કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું.નિલેશ કુંભાણીનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ તમામ હરીફ ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી ગયા બાદ મુકેશ દલાલને ભાજપના ગઢમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલ છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના કાર્યકરોએ કંભાણીના બંધ ઘરની બહાર પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, “લોકોનો ગદ્દાર”. લોકસભામાં ભાજપની પ્રથમ બિનહરીફ જીત બાદ સુરતમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો…

Read More
Satyaday Web 11 2

Gujarat : 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારે લોકસભા બેઠક જીતી લીધી છે. સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત ઐતિહાસિક છે પરંતુ આ બિનહરીફ જીતનો બનાવ દેશના ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રથમ નથી. સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રિટર્નિંગ ઓફિસરે નામંજૂર કર્યું હતું, જ્યારે સુરતના અન્ય આઠ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. આમ, મુકેશ દલાલ એક વોટ પડે તે પહેલા જ જીતી ગયા હતા. સુરત લોકસભા બેઠક પર 7 મેના રોજ ચૂંટણી થવાની હતી. દેશની સાત દાયકાની ચૂંટણી જંગમાં ત્રણ ડઝનથી વધુ વખત એવી ઘટનાઓ બની છે જ્યારે હરીફ ઉમેદવારોના…

Read More
Satyaday Web 10 1

Gujarat: લોકસભાની ચૂંટણી તથા વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી 29 ઉમેદવારો એ ઉમેદવારી પત્રો ભર્યા છે. ગુજરાત ની લોકસભાની 26 બેઠકો માંથી સૌથી વધુ ઉમેદવારી પત્રો ગાંધીનગર બેઠક પર નોંધાયા છે. જોકે હજુ 22મી એપ્રિલ ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સાચા હરીફો નો આંકડો એ દિવસે જાહેર થશે. તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ…

Read More
Satyaday Web 9 1

Gujarat: રાજકોટ ખાતે ક્ષત્રિય અસ્મિતા આંદોલનનું કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનો તથા ક્ષત્રિયાણી બહેનો દ્વારા શાંતિપૂર્ણ અને વ્યૂહાત્મક આંદોલનનો પ્રારંભ થયો હતો. સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના જણાવ્યા મુજબ શાંતિપૂર્ણ માર્ગે પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવશે આજરોજ 21 બહેનો ઉપવાસ પર ઉતરવાના હતા તેની જગ્યાએ સ્વયંભૂ 100 થી વધારે બહેનો રામધૂન કૃષ્ણધૂન અને સાથે સાથે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચાર કરી ઉપવાસ પર બેઠા છે. સમગ્ર લોકસભા વિસ્તારમાં ધર્મરથ ફેરવવામાં આવશે અને લોકોને અસ્મિતા ની લડાઈમાં જોડવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં સાત રથ ફેરવવામાં આવશે. દરેક વોર્ડના એક પ્રમુખ તથા તેની નીચે 10 સભ્યો ની નિમણૂક કરવામાં આવી…

Read More
Satyaday Web 8 1

Gujarat: સમગ્ર ગુજરાતના અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અને માફીના પ્રકરણે ભારે અફડાતફડી ઉહાપોહ મચી ગયા પછી ભાજપની નેતાગીરીએ રૂપાલાને હટાવી લેવાની ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી. રૂપાલા પોતાનો પ્રચાર જોરશોરથી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજે પોતાની એકમાત્ર માંગણીનો અસ્વીકાર થયો હોવાના પગલે આવનારા દિવસોમાં કેવી રીતે વિરોધ પ્રદર્શન કરવું, કેવી રીતે લડત ચલાવવી તે અંગેની રણનીતિ જાહેર કરી છે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં ૯ૅ૦ ઉપરાંતના સભ્યો-આગેવાનોએ ચર્ચા-વિચારણા કર્યા પછી લડતના કાર્યક્રમો જાહેર કર્યા છે. આ કાર્યક્રમોમાં સૌથી મોટી અને ગંભીર બાબત એ છે કે ક્ષત્રિય સમાજ રાજકોટની બેઠક ઉપર…

Read More
mukesh dalal

Gujarat: સુરત લોકસભા બેઠક પરથી ભાજપની જીતનું ખાતું ખુલી ગયું છે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન ગેરલાયક ઠર્યા બાદ અને તમામ અપક્ષો અને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીત્યા હતા. આ સાથે સુરત બેઠક પર ચૂંટણી નહીં થાય. તેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ સુરતમાં ચૂંટણી જંગે અણધાર્યો વળાંક લીધો જ્યારે 21 એપ્રિલે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું નામાંકન નામંજૂર કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે ગુજરાતના મોટા ભાગના મતવિસ્તારોમાં બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ છે. શરૂઆતમાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારો અને્ દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતા જોવા મળી…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.13.38 PM

Gujarat: સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઉમેદવારી ફોર્મ પર ત્રણ ટેકેદારોઓ એફિડેવિટ કરીને કરેલા સોંગધનામા બાદ ભાજપે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવા રજૂઆત કરી છે અને આવતીકાલે 11 વાગ્યે આ અંગે સુરતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે. જોકે, ચૂંટણી પંચના સૂત્રો કહી રહ્યા છે કે કોંગ્રેસને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હોવાની મૌખિક જાણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે તેમના બનેવી, એક અંગત મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનરે ટેકેદાર તરીકે સહી કરેલી છે. પરંતુ ફોર્મ ચકાસણીના સમયે ત્રણેય…

Read More
WhatsApp Image 2024 04 20 at 7.12.07 PM 1

Gujarat: સુરત લોકસભા સીટ પર કોંગ્રેસ માટે સૌથી મોટા અને બેડ ન્યૂઝ આવી રહ્યા છે. સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. ઉમેદવારી ફોર્મ પર ત્રણ ટેકેદારોઓ એફિડેવિટ કરીને કરેલા સોંગધનામા બાદ ભાજપે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવા રજૂઆત કરી છે અને આવતીકાલે 11 વાગ્યે આ અંગે સુરતના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પોતાનો ફેંસલો અનામત રાખ્યો છે. કોંગ્રેસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે તેમના બનેવી, એક અંગત મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનરે ટેકેદાર તરીકે સહી કરેલી છે. પરંતુ ફોર્મ ચકાસણીના સમયે ત્રણેય જણાએ ટેકેદાર તરીકે પોતે સહી નહીં કરી હોવાની…

Read More